લ્યો બોલો !! આ હિરોઈન પોતાના પતિને રોમેન્ટિક નથી માનતી – કારણ જાણી કાન ઉભા થઇ જશે

મુંબઈ : પોતાની ફિલ્મોમાં હંમેશા રોમાન્સનાં વિવિધ સિન દર્શાવનાર ફિલ્મકાર મોહિત સુરીનું કહેવું છે કે, અસલ જીંદગીમાં તેની પત્ની અને પૂર્વ અભિનેત્રી એવી ઉદિતા ગૌસ્વામી એમને ના કહેવા બરાબર રોમેન્ટિક માને છે.

જ્યારે એમને પૂછવામાં આવ્યું કે, રોમાન્સ સીન એમને કેમ આકર્ષિત કરે છે? આ પ્રશ્નના જવાબમાં સુરીએ જણાવ્યું કે, “તમારે આ વાત મારી પત્નીને પૂછવી જોઈએ. તેણીને લાગે છે કે હું ફ્રોડ છું. તેણીને લાગે છે કે હું ખૂબ જ ઓછો રોમેન્ટિક છું અને આ બધું હું મારી ફિલ્મોમાં કરવાની કોશિશ કરૂ છું.”

એમણે કહ્યું, હું મારા જીવનમાં સાચે જ સ્ત્રીઓને ખૂબ વધારે મહત્વ આપુ છું. હું મારી પત્ની, મા અને દિકરીને ખૂબ જ પ્રેમ કરૂ છું.” એમણે કીધું કે, ” મને લાગે છે કે પુરુષોનાં વ્યક્તિત્વનું નિર્માણ એમની જીંદગીમાં રહેલ સ્ત્રીઓ કરે છે.”

એટલે હું મારી થ્રીલર ફિલ્મોમાં પણ માનવીય ભાવનાઓનો એક એવો ભાગ રાખું છું જેનો સંબંધ મહિલા પાત્ર સાથે હોય.”

એમણે કહ્યું કે, તેઓ પોતાની બાકી રહેલ આખી જીંદગી રોમેન્ટિક ફિલ્મ બનાવીને વીતાવવા માંગે છે. આગામી ફિલ્મ વિશે એમણે જણાવ્યું કે, પટકથા પુરી કરી લીધી છે અને એકાદ મહિનામાં ફિલ્મની જાહેરાત કરશે.

સંકલન – ઈલ્યાસભાઈ

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!