અદભુત, જાત ભાતની વાત
ભારતીય મેગ્નેટ મેન ! શરીર સાથે ચોંટી જાય છે લોખંડની વસ્તુંઓ – ફોટા જોઇને ચોંકી જશો

ભારતીય મેગ્નેટ મેન ! શરીર સાથે ચોંટી જાય છે લોખંડની વસ્તુંઓ – ફોટા જોઇને ચોંકી જશો

હોલીવુડની ફિલ્મ ‘આયર્ન મેન’નાં સુપર હોરો વિશે તો આપણે સૌ જાણીએ જ છીએ, પણ ‘મેગ્નેટ મેન’ તો અસલી દુનિયામાં હાજર છે. આ વ્યક્તિના શરીર સાથે ચુંબકની જેમ લોખંડ ચોંટી જાય છે. જે કોઈપણ આ મેગ્નેટ મેનને જુવે છે એ બધા આશ્ચર્યચકિત થઈ જાય છે. એટલું જ નહીં ડોક્ટરો પણ આ ભાઈને અજુબો કહી રહ્યા છે.

મધ્યપ્રદેશનાં સાગર જિલ્લામાં આવેલ ઢાના ગામમાં રહેતા અરૂણ રૈકવાર આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. એમની દુર્લભ શક્તિને કારણે આખા વિસ્તારમાં એમણે કૌતુહલ જગાવ્યું છે. આનું કારણ છે શરીરમાંથી નીકળતું ચુંબકિય આકર્ષણ. જો લોકોનું કહ્યું માનીએ તો છેલ્લા છ વર્ષથી અરુણનું શરીર ચુંબકની જેમ કાર્ય કરી રહ્યું છે. લોખંડની દરેક વસ્તું એમનાં શરીર સાથે એવી રીતે ચોંટી જાય છે કે જાણે કોઈકે ફેવિકોલથી કાગળ ચોંટાડીયો હોય.

52 વર્ષીય અરૂણ રૈકવાર ફોટોગ્રાફીનું કામ કરે છે અને આ કાર્યથી જ તે પોતાનાં પરિવારનું ગુજરાન ચલાવે છે. પણ છેલ્લા છ વર્ષથી એમની જીંદગી બદલાઈ ગઈ છે. એમને પોતાની આ વિચિત્ર શક્તિ વિશે ત્યારે ખ્યાલ આવ્યો કે જ્યારે એમના ખિસ્સામાં રાખેલ ચાવી એમનાં શરીર સાથે ચોંટી ગઈ.

ત્યારબાદ એમણે પોતાની છાતી પર ખીલ્લી અને અન્ય વસ્તુઓ ચોંટાડીને જોઈ તો શરીર સાથે ચોંટી ગઈ. આ જોઈને તેઓ પોતે નવાઈ પામ્યા અને અન્ય લોખંડની વસ્તુને અડકી તો એ પણ અરૂણનાં શરીર સાથે ચોંટી ગઈ. જોતજોતામાં આ સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા. શરૂઆતમાં તો એમના બાળકો પણ આ જોઈને ડરી ગયા હતા.

અરૂણ જણાવે છે કે, એમનાં શરીર સાથે લોખંડની ખીલ્લી, ચાકુ, ચમચી અને તવેથો પણ ચુંબકની જેમ ચોંટી જાય છે. હવે, પરિસ્થિતિ એવી છે કે અરુણને જોવા માટે દરરોજ લોકોની ભીડ જમા થઈ જાય છે. હિસ્ટ્રી ટીવી-18 ચેનલ પર આવતો પ્રોગ્રામ ‘OMG યે મેરા ઈન્ડિયા’ માં પણ અરૂણની આ અનોખી શક્તિ વિશે દેખાડવામાં આવ્યું છે.

અરૂણ પોતાની છાતી પર 56 ચમચી, 3 ઈંચની 120 ખીલ્લી અને 20.5 કિલોગ્રામ વજન ધરાવતી બે ઈસ્ત્રી (પ્રેસ) પણ ચોંટાડી શકે છે. આ બે ભારેભરખમ ઈસ્ત્રી ચોંટાડીયા પછી એમના પર પાણી નાખો કે પાઈપથી ઈસ્ત્રી પર વાર કરો તો પણ તે ઉખડતી નથી. એટલું જ નહીં ઈસ્ત્રી ચોંટાડીયા પછી તેઓ ચાલી શકે છે, દોડી શકે છે અને 150 થી 200 વખત ગોળ-ગોળ ફરી પણ શકે છે.

ડોકટર અને વિશેષજ્ઞ પણ નવાઈ પામ્યા : ડોક્ટરોનું કહેવું છે કે એમણે પોતાના જીવનમાં આ રીતની ઘટના સૌપ્રથમ વાર જોઈ છે. આ ચમત્કારથી ઓછું નથી. આ વ્યક્તિને કોઈ બીમારી પણ નથી. આ એક અજુબો છે.

“જ્ઞાન સાથે ગમ્મત” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

તાજા લેખો

પ્રકૃતિપ્રેમીઓ અને પર્યટકોના આકર્ષણ સમા ગુજરાતના પોલો જંગલોમાં આ ટીમ ગઈ અને પછી…..

પ્રકૃતિપ્રેમીઓ અને પર્યટકોના આકર્ષણ સમા ગુજરાતના પોલો જંગલોમાં આ ટીમ ગઈ અને પછી…..

કાજલ ઓઝા વૈદ્યે, અશ્વિન સામે બદનક્ષીનો દાવો માંડ્યો – અશ્વિને ફેસબુક પર આવું લખેલું

કાજલ ઓઝા વૈદ્યે, અશ્વિન સામે બદનક્ષીનો દાવો માંડ્યો – અશ્વિને ફેસબુક પર આવું લખેલું

આ ક્યુટ છોકરીના મોટા ફેન બની ગયા લદ્દાખનાં બીજેપી સાંસદ – વિડીયો શેર કરીને કહ્યું આ છોકરી…

આ ક્યુટ છોકરીના મોટા ફેન બની ગયા લદ્દાખનાં બીજેપી સાંસદ – વિડીયો શેર કરીને કહ્યું આ છોકરી…

અભિષેકને લીધે પોતાના બાળકોને ક્યારેય બોલીવુડમાં નથી લાવવા માંગતી શ્વેતા – કહ્યું જે રીતે લોકો અભીનો…

અભિષેકને લીધે પોતાના બાળકોને ક્યારેય બોલીવુડમાં નથી લાવવા માંગતી શ્વેતા – કહ્યું જે રીતે લોકો અભીનો…

કેરિયર બચાવવા ટકલા બની ગયેલા આ ૧૦ લોકપ્રિય બોલીવુડ સ્ટાર્સને કરાવવી પડેલી સર્જરી – આ હજુ છે બધાનો ફેવરીટ

કેરિયર બચાવવા ટકલા બની ગયેલા આ ૧૦ લોકપ્રિય બોલીવુડ સ્ટાર્સને કરાવવી પડેલી સર્જરી – આ હજુ છે બધાનો ફેવરીટ

મોરારીબાપુ અને સ્વામીનારાયણ  વિવાદમાં કાજલ ઓઝાએ જયારે કહ્યું – જે સાધુ પોતાની ઇન્દ્રિયો ઉપર કાબુ….

મોરારીબાપુ અને સ્વામીનારાયણ વિવાદમાં કાજલ ઓઝાએ જયારે કહ્યું – જે સાધુ પોતાની ઇન્દ્રિયો ઉપર કાબુ….

મોરારીબાપુ ને એકતરફી આપેલ વચન નો ભંગ કરીને જય વસાવડા એ કંઇક આવું કહ્યું ….

મોરારીબાપુ ને એકતરફી આપેલ વચન નો ભંગ કરીને જય વસાવડા એ કંઇક આવું કહ્યું ….

error: Content is protected !!