માઁ મોગલના ચમત્કાર અપરંપાર છે !! વાંચવા અહી ક્લિક કરો

ભાવનગરના ‘તળાજા’ તાલુકામાં પ્રકૃતિના ખોળે નાનકડું એવું ભગુડા ગામ વસેલું છે. લીલાછમ ખેતરો અને અમી નજરોથી છલકાતા ભગુડા ગામમાં “આઈ મોગલ” બેઠી છે. આ ગામમાં ‘આઈ મોગલ’ હાજરાહજૂર છે. લગભગ તમામ જ્ઞાતિના લોકો ‘માઁ મોગલ’ ના દરબારમાં આવે છે, માનતા માંગે છે અને માઁ એમની દરેક મનોકામના પૂરી કરે છે. આ જગ્યા સાથે ઘણી પાવનકારી ઘટનાઓ અને કથાઓ જોડાયેલી છે. આજે અમે તમને માઁ મોગલનાં કેટલાક ચમત્કાર વિશે જણાવીશું.

ચમત્કાર નં- 1


60-60 વર્ષની ઉંમરે પણ માઁ મોગલે પોતાની દિકરીઓનાં વાંઝિયાપણાનાં મહેણા ભાંગ્યા છે. માતાજીએ વાંઝિયાને દિકરા અને આંધળાને આંખો આપી છે. કહેવાય છે કે માઁ મોગલે ભક્તોનાં મોટા-મોટા રોગ દૂર કર્યા છે. કેન્સર અને એઈડ્સ જેવી બીમારીમાંથી પણ પોતાના ભક્તોને મુક્ત કર્યા છે. જય માઁ મોગલ.

ચમત્કાર નં- 2


કહેવાય છે કે ભગુડા ગામની બહેનો જ્યારે વાડી-ખેતરમાં કામ કરવા જતી હોય અને પોતાનાં ઘરે નાનકડા બાળકોને કોઈ સાચવનારૂ ન હોય ત્યારે તેઓ બાળકોને માઁ મોગલનાં મંદિરમાં ઘોડિયુ રાખીને સુવડાવી દેતી. જ્યાં સુધી બાળકની માતા ખેતરેથી ન આવે ત્યાં સુધી બાળકનાં હાલરડાં બંધ નથી થતા. બાળક એકદમ શાંતિથી સુવે છે.

ચમત્કાર નં- 3


તમને જાણીને નવાઈ લાગશે કે ભગુડા ગામમાં કોઈપણ વ્યક્તિ પોતાના ઘરને તાળું નથી મારતા એમ છતાં આજ દિન સુધી ત્યાં ચોરી નથી થઈ. અહીંયા દરેક ઘરના દરવાજા ખુલ્લા જ હોય છે. માતાજીએ કહ્યું હતું કે, કોઈ તમારો સામાન ચોરી કરશે તો હું એની આંખોની બોટિયું બારી નો કાઢી નાખું તો હું મોગલ નો કેવાવ…. આ તમને મારું વચન છે.

ચમત્કાર નં- 4


ભગુડામાં આવેલ મોગલ માતાનું મંદિર 24 કલાક ખુલ્લુ રાખવામાં આવે છે અને અહીંયા યાત્રાળુઓ માટે 24 કલાક અન્નક્ષેત્ર અને ચા-પાણીની વ્યવસ્થા ચાલુ રહે છે. આશ્ચર્યની વાત તો એ છે કે મંદિરમાં કોઈપણ પ્રકારનો ફંડ-ફાળો ઉઘરાવવામાં આવતો નથી.

બોલો, જય માઁ મોગલ.

“જ્ઞાન સાથે ગમ્મત” પરની આ ધાર્મિક પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!