ટ્રેનનાં ડબ્બા ઉપર રહેલ અલગ-અલગ નિશાની અને આંકડાઓનું રહસ્ય વાંચવા જેવુ છે

ભારતીય ટ્રેનની મુસાફરીનો આનંદ તો બધાં એ માણ્યો જ હશે. બસ કે અન્ય વાહન કરતા ટ્રેનનું ભાડું સસ્તું અને આરામદાયક મુસાફરી. વળી, ટ્રેનમાં ટોયલેટ, બાથરૂમ અને મોબાઈલ ચાર્જ કરવાની સુવિધા પણ મળી રહે. મિત્રો સાથે ગપ્પાટા, ખાણી-પીણીની મજા અને જગ્યા હોય તો ગમે ત્યાં સુઈ જઇને આરામથી મુસાફરીનું માધ્યમ એટલે આપણી જોરદાર રેલ્વે સર્વિસ.

હવે, આપણે અહીંયા વાત કરીશું ભારતીય ટ્રેનનાં ડબ્બા પર રહેલ કેટલીક નિશાનીઓ (ચિહ્નો) વિશે.

તો ચાલો જાણીએ…ટ્રેનનાં અલગ-અલગ ડબ્બા પર રહેલ અમુક આંકડાઓ/નિશાનીઓનાં શું મતલબ છે..?

રેલગાડીનાં ડબ્બા પર રહેલ પીળા કલરનાં આડા પટ્ટા

સામાન્ય રીતે એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરોની સુવિધા માટે બે જનરલ ડબ્બા આગળ અને બે જનરલ(અન-રિઝર્વડ) ડબ્બા પાછળ હોય છે. પણ કેટલીક વાર એવો પ્રશ્ન થાય કે, એક્સપ્રેસ ટ્રેનમાં ક્યાં ડબ્બા રિઝર્વ છે અને ક્યાં ડબ્બા જનરલ છે? એ જાણવા માટે ટ્રેનનાં દરેક ડબ્બા પર ચિહ્નો કે અમુક અક્ષરો લખેલા હોય છે. જેમ કે, SL એટલે સ્લીપર કોચ. એવી જ રીતે આ પીળા રંગના આડા પટ્ટા એ દર્શાવે છે કે, આ અન-રિઝર્વડ કે જનરલ ડબ્બા છે. આવી નિશાની દ્રારા જે-તે ડબ્બો શોધવો સરળ રહે છે.

ટ્રેનનાં ડબ્બા પર રહેલ પાંચ આંકડા શું દર્શાવે છે?

મિત્રો, ટ્રેનની મુસાફરી સમયે તમે ધ્યાન દઇને જોયું હશે તો ખ્યાલ હશે કે, ટ્રેનનાં દરેક ડબ્બા પર પાંચ આંકડાનો એક કોડ હોય છે. આ પાંચ આંકડાનાં કોડમાં પહેલા બે આંકડા ડબ્બો ક્યાં વર્ષે બન્યો છે એ દર્શાવે છે અને પછીના ત્રણ આંકડા એ ડબ્બાની સિરીઝ દર્શાવે છે. દા.ત. 89225 તો આ કોડમાં 89 એટલે વર્ષ 1989માં ડબ્બાનું નિર્માણ થયું છે અને છેલ્લાં ત્રણ આંકડા 225 એ ડબ્બાની સિરીઝ દર્શાવે છે. આ કોડ દ્રારા રેલ્વે ડિપાર્ટમેન્ટને ઘણી બધી મદદ મળે છે. જેમ કે, ડબ્બાનું આયુષ્ય, હવે પછીની રીપેરીંગ તારીખ, રી-ફેબ્રીકેટની સંભવિત તારીખ વગેરે વગેરે..
જરૂરી ટિપ્સ : વર્ષ 2004 અને એ પછીનાં વર્ષમાં નિર્માણ પામેલ દરેક ડબ્બામાં મોબાઈલ ચાર્જ કરવાની સુવિધા છે. એટલે હવે જ્યારે કોઈ ટ્રેનમાં મુસાફરી કરો ત્યારે પહેલા આ પાંચ આંકડાનો કોડ જોઇ લેવો જેથી ખ્યાલ આવે કે, આ ડબ્બામાં મોબાઈલ ચાર્જ કરવાની સુવિધા છે કે નહીં?

ટ્રેનની પાછળ X લખવાનો મતલબ શું છે?

ટ્રેનની પાછળ રહેલી પીળા રંગની ચોકડી નો મતલબ એ છે કે, આ ટ્રેનનો તે આખરી ડબ્બો છે.
હવે તમને એમ પ્રશ્ન થશે કે આખરી ડબ્બો છે એ તો પાછળથી પણ દેખાય છે તો પછી નિશાનીનો અર્થ શું છે ?

જ્યારે પણ સ્ટેશનમાંથી ટ્રેન બહાર નીકળે છે ત્યારે તેને સ્ટેશન માસ્તર છેલ્લે સુધી જુએ છે. અને જો તેમાં નિશાનવાળો ડબ્બો ન હોય તો તે ઉપરની ઓથોરિટીને જાણ કરે છે. અને એ રેલ્વે ટ્રેક ઉપર બીજી કોઈ ટ્રેન ને જ્યાં સુધી પૂરી તપાસ ન થાય ત્યાં સુધી પ્રતિબંધિત કરાય છે. જેનાથી ઘણી મોટી દુર્ઘટનાઓ રોકી શકાય છે.

ટ્રેન પર રહેલ અન્ય સંજ્ઞાઓનો અર્થ

ટ્રેન પર તમે જોયું જ હશે કે, W/R, S/R, C/R જેવા અક્ષરો લખેલા હોય છે એ દર્શાવે છે કે, કઈ ટ્રેન ક્યાં રેલ્વે ઝોનની છે? જેમ કે,

W/R = Western Railway

S/R = Southern Railway

C/R = Central Railway..

રેલ્વેનાં કેટલાંક જાણવા જેવા ફુલ-ફોર્મ

● PNR = Passenger Name Record.

● CAN / MOD = Cancelled or Modified Passenger

● CNF = Confirmed

● RAC = Reservation Against Cancellation

● WL # =Waiting List Number

● RLWL = Remote Location Wait List

● GNWL = General Wait List

● PQWL = Pooled Quota Wait List

● R# # RAC Coach Number Berth Number

મિત્રો, આશા છે કે, રેલ્વેની આ રસપ્રદ જાણકારી તમને પસંદ પડી હશે…જો આ માહીતી તમને ગમી હોય તો તમારાં મિત્રો સાથે શેર કરો.

લેખન અને સંકલન – ઈલ્યાસભાઈ

તમારા ફેવરીટ ફેસબુક પેઈજ ‘જ્ઞાન સાથે ગમ્મત’ પર રજુ કરાયેલ આ માહિતી ખુબ જ ઉપયોગી છે, આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Leave a Reply

error: Content is protected !!