વોટ્સએપ સર્વિસ ફ્રી નથી, આ રીતે કરે છે કમાણી – વાંચીને આંખો ફાટી જશે

અત્યારે દુનિયાભરના અત્યંત પાવરફુલ સોશિયલ નેટવર્કમાં વોટ્સએપનો સમાવેશ થાય છે.લગભગ હરેક સ્માર્ટફોન યુઝરના મોબાઇલમાં વોટ્સએપ હોય જ છે.ઘણા કિસ્સામાં તો લોકો વોટ્સએપ માટે જ સ્માર્ટફોન વાપરે છે !અત્યારે વોટ્સએપ લોકો માટે જરૂરિયાત બની ગઇ છે,એના વિના હવે ચાલે એમ નથી.૧૫૦ કરોડથી વધારે લોકો આ એપનો ઉપયોગ કરે છે.તેની અત્યંત લોકપ્રિયતા જોતાં ફેસબુકે કરોડોની ડિલ કરીને વોટ્સએપને ખરીદી લીધું છે,એટલે હવે માર્ક ઝુકરબર્ગ પાસે જ આ બંને સોશિયલ બ્રહ્માસ્ત્રો છે !

અહો આશ્વર્યમ્ –

બધા જાણે છે તેમ વોટ્સએપ એકદમ મફતમાં મેસેજીંગ સુવિધા ચલાવે છે.વોઇસ કોલ અને વિડિયો કોલિંગની સર્વિસ પણ ફ્રીમાં આપે છે.ડેટા સિવાય કોઇ ચાર્જ લાગતો નથી.આમ,આ એપ કોઇ ચાર્જ વિના મફત સુવિધા પુરી પાડે છે.

અને બીજું કે,વોટ્સએપ કોઇ પણ પ્રકારની ફાલતું એડ વચ્ચે લાવતું નથી.જેમ બીજી એપો લાવે છે.યુઝરને ખરેખર અસહ્ય ત્રાસ આપતી આવી એડો આપતી એપોની સરખામણીમાં વોટ્સએપને આથી જ લોકો પસંદ કરે છે.

તો પછી કમાણી કેવી રીતે કરે છે –

વોટ્સએપ મેસેજીંગ કે વોઇસ-વિડિયો કોલનો કોઇ ચાર્જ નથી લેતું અને વચ્ચે કોઇ એડ પણ નથી આપતું તો પછી આખરે વોટ્સએપ કમાણી કેવી રીતે કરે છે ? ઝુકરબર્ગે આની પાછળ કરોડોનો ખર્ચ કર્યો તે કાંઇ સોશિયલ મીડિયામાં પરબ બાંધવા તો નહિ જ કર્યો હોય ? વોટ્સએપ ખરેખર કરોડોની કમાણી કરે છે : એકદમ ગુપ્ત રીતે જ તો !

વોટ્સએપ એના યુઝરની ગુપ્ત રીતે ચોકીદારી કરે છે,યુઝર પર ગુપ્ત રીતે નજર રાખે છે ! જ્યારથી તમે વોટ્સએપને પોતાનો મોબાઇલ નંબર આપો છો ત્યારથી જ વોટ્સએપ ગુપ્ત રીતે તમારી કાર્યવાહી પર નજર નાખવાનું શરૂ કરે છે.મતલબ એવો નથી કે,વોટ્સએપ તમારા પર્સનલ મેસેજ ચેટ જોઇ શકે.પર્સનલ ચેટમાં વોટ્સએપ દ્વારા એન્ડ ટુ એન્ડ સબસ્ક્રિપ્શન સુવિધા ચાલુ છે.જેના દ્વારા કોઇપણ તમારી પ્રાઇવેસી પર નજર રાખી શકે નહિ.મેસેજ માત્ર તમે અને સામેની વ્યક્તિ જ જોઇ શકે.અને એમાં વોટ્સએપ પણ કાંઇ ના કરી શકે ! એટલે એ બાબતે નિશ્વિત રહેજો હોં કે !

ખરેખર વોટ્સએપ નજર રાખે છે કે,તમે ક્યાં સમયે વધુ ઓનલાઇન રહો છો ? અને કેટલો સમય રહો છો ? આશ્વર્યની છતાં સાચી વાત છે કે,વોટ્સએપ તમારી ગુગલ જેવા સર્ચ એન્જીનો પર થતી ક્રિયાઓ પર પણ નજર નાખે છે ! હાં,આ વાત એકદમ સત્ય છે.તમે ગુગલ પર શું સર્ચ કરો છો અને શેમાં તમને વધુ રસ છે એનો ડેટાબેઝ વોટ્સએપ મેળવી લે છે.પછી એના પર પ્રોસેસ કરી તે વ્યવસ્થિત રીતે તમારો આ મેળવેલ ડેટા સંગ્રહિત કરે છે.

અને પછી આ ડેટા તે માર્કેટિંગ કંપનીઓને આપે છે.જે કંપનીઓ પછી એ ડેટાને આધારે તમને શેમાં પર રસ છે એ ઉપરથી તમને એડવર્ટાઇઝ બતાવે છે ! તમને દેખાડવામાં આવતી આવી Advertise આ પ્રકારે અસ્તિતવમાં આવે છે.અને વોટ્સએપ પાસેથી આવો ડેટાબેઝ મેળવવા માટે ઇન્ટરનેટ પર એક્ટિવ રહેતી કંપનીઓની લાઇનોની લાઇનો લાગે છે.જેના બદલામાં વોટ્સએપ આ કંપનીઓ પાસેથી તગડી ફી વસુલે છે.આ પ્રકારે વોટ્સએપ કમાણી કરે છે !!

ઇન્ટરનેટ યુગમાં હવે નિયમ થઇ ગયો છે કે,જેની પાસે વધારે યુઝર હશે-વધારે વિઝિટર હશે તે આ માર્કેટમાં ફાવી જશે.અને વોટ્સએપ એવી જ બેમિસાલ એપ તરીકે બહાર આવી છે.

આ સુવિધાઓ પણ લાવશે વોટ્સએપ –

અત્યારે ભારત સહિત વિશ્વમાં ડિઝિટલ ઇકોનોમીનો રેલો આવ્યો છે.હાલની ભારતીય ગવર્મેન્ટે પણ સારી રીતે ડિઝિટલ લેવડ-દેવડના ક્ષેત્રમાં પ્રસાર કર્યો છે.ઘણી બધી ડિજિટલ પેમેન્ટ એપ શરૂ થઇ છે.ગુગલે પણ “તેજ” એપ લોંચ કરીને આ ક્ષેત્રમાં ઝંપલાવ્યુ છે.તો હવે વોટ્સએપ પણ Digital Paymentના ફિલ્ડમાં કુદકો મારવા તૈયાર છે.જેના દ્વારા તેને સીધી આવક પણ થઇ શકે છે.

આ ઉપરાંત વેપાર માટેની સુવિધાનું પ્લેટફોર્મ પણ વોટ્સએપ દ્વારા શરૂ થશે.હાલમાં તેનું બિટા-ટેસ્ટિંગ ચાલી રહ્યું છે.આ કોમર્શિયલ પ્લેટફોર્મ વડે વોટ્સએપમાં ગ્રાહકો સીધાં જ વેપારીઓ સાથે કોન્ટેક્ટ કરી શકશે.હાલમાં તેના ટેસ્ટિંગમાં વોટ્સએપ આ સુવિધા ફ્રીમાં આપે છે પણ આગળ જતાં તે આ માટે ચાર્જ વસૂલ કરશે.

સંકલન – ઈલ્યાસભાઈ

Leave a Reply

error: Content is protected !!