હિંદુ ધર્મ અનુસાર શંખ વગાડવાથી થતા આ અગણિત ફાયદાઓ ક્યારેય નહિ વાંચ્યા હોય

હિન્દુ ધર્મ માત્ર અનેક વિશિષ્ટતાઓથી ભરપૂર છે. માત્ર આધ્યાત્મિકતાની વાત નથી, વૈજ્ઞાનિક સચોટતાની વાત પણ આ ધર્મ સારી રીતે શીખવી જાય છે. નદીઓના કિનારે, હિમાલયની કંદરાઓમાં કે અભય અંધકારની ગૂફાઓમાં રહીને આપણા વંદનીય મહર્ષિઓએ આ ધર્મને ઉજાડ્યો છે, જગતશ્રેષ્ઠ બનાવ્યો છે. અફસોસ! આજે આપણે એને માત્ર પરંપરાઓ પુરતો જ આદર આપીને કહી દઇએ છીએ કે- હમે હિન્દુ હોને કા ગર્વ હૈ!

હિન્દુ ધર્મમાં એવી ઘણી પરંપરાઓ છે જેના મૂળિયાં ગાઢ વૈજ્ઞાનિકતા સાથે જોડાયેલા છે. પૂજા-આરતી સમયે શંખ વગાડવાની પ્રથા તો યુગો જુની છે. પણ આજે એનું જરા વિશ્લેષ્ણ કરીને અમે લાવ્યાં છીએ એક આશ્વર્યકારક વાત જે લગભગ તમે નહી જાણતા હો. તમે જાણો છો કે, શંખ વગાડવાથી માત્ર પરંપરા નથી નિભાવાતી પણ શરીરને અકલ્પ એવા શારીરિક લાભો પણ થાય છે? હાં, આ સત્ય છે કે શંક વગાઠવાથી શરીરને અદ્ભુત લાભો પ્રાપ્ત થાય છે…! ચાલો જાણી લો આજે આ અજાણી વાતની માહિતી કે શા-શા લાભો થાય છે શંખ ફૂંકવાથી :

(1)શારીરિક ક્ષમતામાં વધારો –

શંખ ફૂંકવાથી ફેફસાં એક જાતની કસરત મેળવે છે. આ વ્યાયામથી ફેફસાંની અંદરની દુષિત હવા બહાર ધકેલાય જાય છે અને બહારની શુધ્ધ હવા ફેફસાંમાં દાખલ થાય છે. નિયમિત આમ કરતાં રહેવાથી ફેફસાં તંદુરસ્ત બને છે અને શારીરિક ક્ષમતામાં, ઊર્જાશક્તિમાં વધારો થાય છે.

(2)હાર્ટ એટેકનું જોખમ ટળે –

શંખ વગાડવાથી ધમની-શિરાઓમાં બ્લોકેજ રહેતાં નથી. રૂધિરાભીષણ તંત્ર સરળતાથી કામ કરે છે. હાર્ટ એટેકનું જોખમ એકદમ ઘટી જાય છે.

(3) ત્વચા માટે લાભદાયક –

ચહેરા પરના સ્નાયુઓની શંખ વગાડવાથી એક્સરસાઇઝ થાય છે. વળી, રાત્રે શંખમાં ભરીને મુકેલ પાણી સવારના પહોરમાં એ પાણીથી ત્વચાની મસાજ કરવાથી સફેદ દાગ, એલર્જી, ચામડીની કરચલીઓ જેવી પરેશાનીઓથી મુક્તિ મળે છે.

(4) આંખો માટે છે ફાયદાકારક –

શંખના પાણીથી આંખો સાફ કરવાથી ડ્રાઇ આઇ સિન્ડ્રોમ, સૂજન, આંખોમાં ઇન્ફેક્શન ઇત્યાદિ બિમારીઓ ટળે છે. તદ્દોપરાંત, રાતભર શંખમાં રાખેલ પાણી અને સાધારણ પાણી બરાબર માત્રામાં મિશ્ર કરી એના વડે આંખો ધોવાથી આંખોની રોશની વધશે.

(5) તણાવથી મુક્તિ –

શંખ વગાડવા સમયે ધ્યાન માત્ર એ ક્રિયા પ્રત્યે કેન્દ્રીત રહેતું હોઇ બીજા કોઇ વિચાર આવતા નથી. આથી, તણાવભરેલી મનોસ્થિતીમાંથી મુક્તિ મળે છે.

(6) તોતડાપણું થાય છે ગાયબ –

શંખ બજાવવાનો એ પણ એક ફાયદો છે કે, જો કોઇ વ્યક્તિ બોલવામાં દિકકત અનુભવતી હોય યા તો થોથવાતી હોય તો એમાં આ ક્રિયા ઘણો લાભ આપે છે.

(7) ગર્ભધારી મહિલા માટે છે લાભકારી –

શંખમાં રાખેલા પાણીથી શાલિગ્રામને સ્નાન કરાવવું અને પછી એ પાણી જો ગર્ભવતી મહિલા પીવે તો ચોક્કસ પણે એવું માનવામાં આવે છે કે, જન્મનાર શિશુ પૂર્ણ સ્વસ્થ જન્મશે. બોલવામાં તકલીફ કે વજનની ખામી જેવી તકલીફ પણ નહી રહે.

(8) સંતાનસુખની પ્રાપ્તિ –

એવી માન્યતા છે કે, દક્ષિણાવર્તી શંખ (શંખોના અલગ પ્રકારો છે, દક્ષિણાવર્તી શંખ એમાનો એક છે.)માં ભરેલા દૂધથી શાલિગ્રામનો અભિષેક કર્યા બાદ એ પાણી નિ:સંતાન મહિલા પીએ તો એને ત્વરીત સંતાનસુખ પ્રાપ્ત થાય છે.

મિત્રો, અજાણી જાણકારી આશા છે કે તમને રસપ્રદની સાથે ઉપયોગી પણ લાગી જ હશે. આપના મિત્રો પણ આનાથી અજાણ કેમ રહી શકે ખરું ને? તો ચોક્કસ પણે આ આર્ટીકલ એમને પણ શેર કરજો. ધન્યવાદ!

Leave a Reply

error: Content is protected !!