બીઝી લાઈફમાં આ રીતે બાળકોને સમય આપી શકાય – સમય બેલેન્સ કરવાની અદ્ભુત ટીપ્સ

દરેક જણ પોતાની વાતો નજીકનાં લોકો સાથે શેર કરવા માંગે છે. વાતચીત કરવી એ આપણાં બધાની જરૂરિયાત છે. હવે, જોકે આપણે બધા મોટા થઈ ચૂક્યા છીએ, તો ઘણી બધી જાણકારી હોય છે. હવે નાની-નાની વાતો પૂછવાની જરૂર નથી રહેતી. જોકે બીજી મોટી સમસ્યાઓ હોય છે આપણી પાસે, જે આપણને પરેશાન કરે છે. એવામાં આપણે પણ આપણા વડીલો કે કોઈ સમજદાર મિત્ર સાથે વાત કરીને સમસ્યાનો નિકાલ કર્યે છીએ.

આપણે હંમેશા એવું વિચાર્યે છીએ કે બાળકોનું જીવન કેટલું સરસ હોય છે, કારણ કે એમણે દુનિયા સાથે કંઈ લેવા-દેવા નથી હોતા. પણ તમે નથી જાણતા કે બાળકોનું મન એટલું બધું કોમળ હોય છે કે એમની દિનચર્યાની નાની-નાની સમસ્યા પણ એમને આપણાં કરતા પણ વધારે હેરાન-પરેશાન કરી મૂકે છે, જેમ કે સ્કૂલ કે ટ્યુશનમાં એમના શિક્ષક દ્વારા આપવામાં આવેલ ઠપકો, પોતાના કોઈક દોસ્ત સાથેનો ઝગડો, એના મિત્ર કે ભાઈ-બહેન સાથેના અબોલા (કિટ્ટા), એવી કોઈક વસ્તું કે એના બધા જ મિત્રો પાસે હોય પણ એની પાસે ન હોય, પોતાના બધા જ મિત્રો કરતા ભણવામાં પાછળ હોવું અથવા પોતાના ભાઈ-બહેનો સાથે જાણે-અજાણે સરખામણી કરવામાં આવતી હોય વગેરે વગેરે નાની-નાની અનેક વાતો છે, જે આપણાં બાળકોને ખૂબ જ વધારે પરેશાન કરી મૂકે છે.

શું તમે ક્યારેય તમારા બાળકની વાત ધ્યાનપૂર્વક સાંભળી છે? અથવા તમે એવું કહીને વાતને ટાળી દો છો કે, અત્યારે હું વ્યસ્ત છું પછી આવ? જો તમે પણ આવું કરતા હો તો હવેથી સુધરી જજો. ઘણી વખત ફક્ત તમે બાળકની વાત સાંભળી લો, તો પણ તેમનું મન એકદમ હલકું થઈ જાય છે. એનો આત્મવિશ્વાસ વધી જાય છે. એને લાગે કે મારૂ પરિવાર મારી સાથે છે.

ચાલો જાણીએ આપણે કઈ રીતે બાળકોને સમય આપી શકીએ….


1) બાળકો સાથે રમો, વાતો કરો અને થોડીવાર માટે તમે પણ બાળક બની જાવ.
2) અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વખત એમને ફરવા માટે બહાર લઈ જાવ.
3) એમની સાથે બેસીને એમની પસંદગીના કાર્ટૂન કે ટીવી સિરિયલ જુવો.
4) તમારા બાળકોનાં દોસ્તો સાથે પણ મુલાકાત કરો.
5) જો બાળકો એક ટાઇમનું ભોજન સ્કૂલમાં કરતા હોય, તો તમારે એમની સાથે ઘરે એક વખત તો ભોજન કરવું જ જોઈએ.


6) બાળકોને વાર્તા સંભળાવો.
7) બાળકો જ્યારે ગૃહકાર્ય (લેશન) કરતા હોય ત્યારે તેમની સાથે બેસો અને જરૂર પડે તો માર્ગદર્શન આપો.
9) તેમની સાથે બગીચામાં જાવ, વોકિંગ કરવા જાવ અને તે સમય દરમિયાન તેમની સાથે વાત કરો અને તેમની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કરો.
10) બાળકોને બેન્કમાં લઈ જાવ, બજારમાં ખરીદી કરવા માટે લઈ જાવ તેમજ ધાર્મિક તથા સામાજિક પ્રસંગોમાં પણ સાથે લઈ જાવ.

લગભગ બધા મિત્રો એવું જ વિચારતા હોય છે કે આજકાલ તો જીંદગી એવી રૂટિન થઈ ગઈ છે કે સમય જ નથી. સવારે ઘરેથી નીકળીએ ત્યારે બાળકો સુતા હોય અને સાંજે નોકરી-ધંધેથી પાછા આવીએ ત્યારે પણ બાળકો સુતા જ હોય છે. એવામાં બાળકોને ક્યાંથી સમય આપવો ? પણ મિત્રો એવું બિલકુલ નથી. સમયનો વાંકેય નથી અને સમયનો પ્રોબ્લેમ પણ નથી. પ્રોબ્લેમ છે આપણો. આપણે જ થોડા ટાઈમ મેનેજમેન્ટ વગરનાં આળસુ થઈ ગયા છીએ અથવા મોબાલિયા, બબાલિયા કે ડબાલિયા થઈ ગયા છીએ. તો મિત્રો, ચાલો થોડું વિચારીએ અને બાળકો અને પરિવારને સમય આપીએ…..

“જ્ઞાન સાથે ગમ્મત” પરની આ ઉપયોગી પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!