સૂર્યવંશમ કેમ અવારનવાર આવ્યા જ કરે છે – વાંચી લો આ છે હકીકત

હા, દુનિયાદારીનો આ પણ એક રિશ્તો છે. રિશ્તે કા બેજોડ ઉદાહરણ! વાત જાણે એમ છે કે, જો તમે ટી.વી.પ્રેમી હશો અને સીનેમાઓના શોખીન હશો તો એક વાત ઉડીને આંખે વળગીને પાંપણે ચોંટી ગઈ હશે કે ટી.વી. પર બતાવાતી કોઇ પણ સિનેમા કરતાં ‘સૂર્યવંશમ’ ફિલ્મ સૌથી વધુ વાર દેખાડાતી હશે! લગભગ થોડા કલાકો માંડ કોરા જાય અને ગૌરી અને હિરાની સાંસારીક ગાથા ચાલતી જ હોય..!

તમને ખબર છે આખરે શા માટે સૂર્યવંશમ્ ટી.વી. પર વારંવાર આવે છે? જાણી લો કે, ફિલ્મ ૧૯ વર્ષ પહેલાં ૨૧ મે,૧૯૯૯ના રોજ રીલિઝ થઇ હતી અને તેણે ટી.વી. પર એટલી વાર બ્રોડકાસ્ટ થવાનો રેકોર્ડ બનાવ્યો છે કે, ના પૂછો વાત! ચાલો આજે જાણી લઈએ આખરે શા માટે સૂર્યવંશમ્ ટી.વી. પર આટઆટલી વાર આવે છે?

ટી.વી.પર વારેવારે શા માટે આવે છે સૂર્યવંશમ્ ? –

પહેલાં સેટ મેક્સ પર આઇપીએલ આવતી. આટલી સિઝન સુધી એકસાથે સેટ મેક્સ સાથે કોન્ટ્રાક્ટ કરનાર આઇપીએલનો હવે સેટ મેક્સ સાથેનો છેડો ફાટી ગયો છે. અક્સર ઐસા હોતા હૈ…! પણ સૂર્યવંશમ્ સેટ મેક્સ સાથે એવો દગો કરવાની નથી! સેટ મેક્સે સૂર્યવંશમ્ પ્રસારિત કરવાના રેકોર્ડ જ તોડી નાખ્યાં છે.

સૂર્યવંશમ્ ટી.વી. ચેનલ પર સૌથી વધુ વખત પ્રસારિત થનારી ફિલ્મ છે. મેગા સ્ટાર અમિતાભ બચ્ચનની આ ફિલ્મ ગ્રામીણ ઇલાકાઓમાં સૌથી વધુ વખત જોવાયેલી ફિલ્મ પણ છે. ફિલ્મ ટી.વી. પર એટલીવાર આવી છે કે, ફિલ્મના ઘણા ખરા પાત્રો જેમ કે – ગૌરી, હિરા ઠાકુર, રાધા અને મેજર રંજીત લોકોના દિલોદિમાગમાં વસી ગયાં છે. હવે તો ફિલ્મના ડાયલોગ પણ લોકોને મોઢે થઈ ચુક્યાં છે. સોશિયલ મીડિયા પર લોકો હવે તેની મજાક પણ ઉડાવે છે. ટી.વી. પર વારંવાર આવવાને લીધે લોકો એમના નામ સાથે હળવી કમેન્ટો ફોરવર્ડ કરી રહ્યાં છે.

આ છે કારણ –

કારણ જાણે એમ છે કે, સેટ મેક્સ ચેનલે સૂર્યવંશમ્ ફિલ્મના ૧૦૦ વર્ષના રાઇટ્સ ખરીદેલા છે. વારેવારે આ ફિલ્મ આવવાનું કારણ આ જ છે. સેટ મેક્સે ફિલ્મના રાઇટ્સ ઘણા વર્ષો માટે ખરીદી લીધાં હતાં. ફિલ્મ ૨૧ મે,૧૯૯૯ના રીલિઝ થઇ હતી અને આ વર્ષે જ સેટ મેક્સ પણ લોન્ચ થયું હતું. આ મોકા પર ચેનલના માલિકોએ યાદગાર બનાવવા માટે સૂર્યવંશમ્ ના ૧૦૦ વર્ષના રાઇટ્સ લીધાં હતાં.

તો ઉપરના કારણે સેટ મેક્સ પર સૂર્યવંશમ્ ઘડીભરે દેખાય છે. સૂર્યવંશમ્ એટલી માત્રામાં પ્રસારિત થઈ છે કે તેણે ઇન્ડિયન મૂવી ચેનલ પર સૌથી વધારે વાર પ્રસારિત થવાનો રેકોર્ડ બનાવનારી મૂવીની સિધ્ધી હાંસલ કરી છે. કોઇ બીજી ફિલ્મ આટલી વાર પ્રસારિત થઇ નથી.

ભલે શહેરના લોકો આ ફિલ્મનો મજાક ઉડાવે પણ ગ્રામીણ ઇલાકાઓમાં આ ફિલ્મ ઘણી પસંદ કરવામાં આવે છે. એક નાનકડી જાણકારી પણ જાણી લો – આ ફિલ્મની લીડ એક્ટ્રેસ સૌંદર્યા રઘુનું ૧૭ એપ્રિલ, ૨૦૦૪ના રોજ બેંગ્લોર પાસે એક પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું હતું.

દોસ્તો, કેવી લાગી આ જાણકારી? આશા છે કે, પસંદ પડી હશે. તો જરૂરથી આપના મિત્રો સાથે પણ શેર કરજો અને વહેંચજો વાંચેલી વાત! ધન્યવાદ!

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!