ઘરમાંથી કીડીઓ ભગાવવા માટે અપનાવવા જેવી ખુબ જ સરળ ટીપ્સ

સામાન્ય રીતે ઘરમાં કોઈ મીઠી વસ્તુઓ કે ખાવાની ચીજ-વસ્તુઓ ઉપર કીડીઓ ભેગી થતી હોય છે. જેનાંથી ઘરમાં રહેલ મધ, ખાંડ, રોટી કે અન્ય ખાદ્ય સામગ્રી ખરાબ થાય છે. મરી ગયેલાં જીવ-જંતુઓ પર કીડીઓ ભેગી થતી હોય છે. ક્યારેક કીડી ચટૃકો પણ ભરી જાય. તો ચાલો જાણીએ ઘરમાંથી કીડીઓને ભગાવવાની સરળ ટિપ્સ..

(1) હળદર : ઘરમાં રહેલ હાથવગી વસ્તું એટલે હળદર. ઘરમાં જ્યાં કીડીઓ નીકળી હોય ત્યાં થોડી હળદર છાંટી દો. હળદરથી કીડીઓ રફ્ફુ-ચક્કર થઈ જશે.

(2) કીડીઓને ભગાડવા માટે લવિંગ : ખાંડ અને ચોખાના ડબ્બામાં કીડીઓને ફરતા જોઈ હશે અને આથી લગભગ બધા ત્રસ્ત છે . આશરે 2-4 લવિંગને આ ડબ્બામાં નાખી દો. પછી જુઓ કીડિઓ કેવી ગાયબ થઈ જશે !

 

(3) કડવી કાકડી : ઘરમાં એક જ જગ્યાએ રોજ કીડી નીકળતી હોય તો કીડી નીકળવાની જગ્યા ઉપર એક બે સ્લાઈસ કડવી કાકડી નાં ટુકડા મૂકી દો. કડવી કાકડીની વાસથી કીડીઓ દુર ભાગે છે.

 

(4) ટેલ્કમ પાવડર : હેર ઓઇલ મૂકવાની જગ્યા, ડ્રેસિંગ ટેબલ કે પથારીમાં કીડીઓ ભેગી થઈ હોય તો ટેલ્કમ પાવડર છાંટી દો કીડીઓ દુર થઈ જશે.

(5) કીડીઓને ભગાવવામાં લીંબુની છાલ ખૂબ જ ઉપયોગી સાબીત થાય છે. લીંબુની છાલની સુગંધથી કીડીઓ દુર ભાગે છે.

 

(6) કાળા મરી વાપરો : ઘરમાં કીડીનો ત્રાસ બહુ વધી ગયો હોય તો મરીનો પાવડર બનાવીને ભભરાવી દો. થોડા જ સમયમાં કીડી ત્યાંથી ભાગી જશે.

 

(7) ફટકડી : રસોડામાં કે બાથરૂમમાં કીડીઓ નીકળતી હોય તો કીડીનાં દર પાસે ફટકડીનો ટુકડો મુકી દો. કીડી નીકળવાનું બંધ થઈ જશે.

 

(8) ઘરમાં જજે જગ્યાએ કીડીઓ હોય ત્યાં તમાલપત્ર રાખી દો. આ પ્રયોગ કરવાથી ત્યાં ફરીવાર કીડીઓ નહિં આવે.

 

(9) પાણીમાં મીઠુ અને લાલ મરચું મિક્ષ કરીને છાંટવાથી કીડીઓ ગાયબ થશે.

 

(10) ઘરમાં જ્યાં-જ્યાં કીડીનાં નાના-મોટા દર કે દીવાલમાં તિરાડ હોય ત્યાં બધે જ સિમેન્ટ લગાવી દેવી જોઈએ.

એ.. હાલો..હાલોને કીડીબાઈની જાનમાં….

મિત્રો, મહેરબાની કરીને કીડીને મારવી નહીં.. ઉપરોક્ત ટિપ્સ ફક્ત કીડીને ભગાવવા માટે જ છે.

સંકલન- ઈલ્યાસભાઈ

જો ‘જ્ઞાન સાથે ગમ્મત’ પર રજુ કરાયેલી આ ટીપ્સ પસંદ આવે તો જરૂર લાઈક અને શેર કરજો.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!