ઈતિહાસની વાતો, જાત ભાતની વાત
સોન ભંડાર ગુફા : જ્યાં છુપાયેલ છે મગધસમ્રાટ બિંબિસારનો અગણિત ખજાનો

સોન ભંડાર ગુફા : જ્યાં છુપાયેલ છે મગધસમ્રાટ બિંબિસારનો અગણિત ખજાનો

કહેવાય છે કે,આજે દુનિયા ભરમાં જેટલી રકમ લોકો પાસે હયાત છે એનાથી તો અનેક ગણી વધુ રકમ પૃથ્વીના પેટાળમાં છુપાયેલા ખજાનાના ભંડારોની છે ! કદાચ આ વાત સત્ય છે.કારણ કે,એવા ઘણા ખજાના છે જે લોકો માટે સદાય રોમાંચકારી અને રહસ્યમય રહ્યાં છે અને ખરેખર એ અત્યંત મુલ્યવાન છે.પછી ચાહે તે તુતાનખામેનનો ખજાનો હોય,દરિયાઇ ચાંચિયાનો હોય કે હૈદરાબાદના નિઝામનો હોય ! આવા ખજાનાઓ હંમેશ માટે રહસ્ય અને રોમાંચનો વિષય રહ્યાં છે.તેના પર અગણિત સાહસકથાઓ લખાઇ ચુકી છે અને કાંઇક ચલચિત્ર પણ બની ચુક્યા છે.પણ અમુક રહસ્ય હંમેશા રહસ્ય જ તો રહ્યાં છે !

અહિં વાત કરીએ ભારતમાં છુપાયેલા એક એવા પ્રાચીન ખજાનાના ભંડોળની જેની કિંમત વિશે કહેવાય છે કે,એ ખજાનો જો મળી જાય તો ભારત વિશ્વભરમાં મહાસત્તા પર આવી શકે અને એટલું જ નહિ ગ્લોબલ ઇકોનોમીમાં પણ ધડાકાભેર વધારો થાય ! વાત છે,બિહારના એક નાનકડા નગર રાજગીરમાં આવેલી “સોન ભંડાર” નામક ગુફાની કે જ્યાં મગધસમ્રાટ બિંબિસારનો અમૂલ્ય ખજાનો બે હજારથી વધુ વર્ષ પુરાણો છુપાયેલો પડ્યો છે ! આ વાત દંતકથારૂપ નથી એના પુરાવા પણ સાંપડ્યા છે.બિહારના નાલંદા જીલ્લામાં રાજગીર આવેલ છે.જેની વૈભરગીરી પહાડીની તળેટીમાં આ સોન ભંડાર નામક ગુફા આવેલ છે.

કહેવાય છે કે,આ સ્થળે રાજગીરમાં જ ભગવાન બુધ્ધે મગધસમ્રાટ બિંબિસારને ધર્મોપદેશ આપ્યો હતો.બિંબિસાર ભગવાન બુધ્ધના સમયનો મગધ સામ્રાજ્યનો રાજા હતો.મગધ અર્થાત્ બિહાર પણ ખરેખર મગધ સામ્રાજ્ય એ વખતે અડધાં ઉપરાંત ભારત સુધી ફેલાયેલ હતું.બિંબિસાર બુધ્ધના ઉપદેશથી અહિંસા અને શાંતિના રસ્તે વળેલ રાજવી હતો.જે ઉદાર અને ભલો હતો.તેમના પુત્ર અજાતશત્રુએ રાજા બન્યાં પછી બિંબિસારને જેલમાં નાખેલો અને જેલમાં જ તેમનો કરૂણાંત આવેલો ! ખેર,આ વાત તો થઇ બિંબિસાર અને તેમના કજાડા પુત્ર અજાતશત્રુની.સોન ભંડાર ગુફામાં ભગવાન બુધ્ધના શિલ્પ પણ આવેલ છે.આ ગુફાની આજુબાજુ આજે પણ બૌધ્ધ ચિહ્નો જોઇ શકાય છે.એ વખતમાં બૌધ્ધ ધર્મ ભારતમાં પ્રસરી રહ્યો હતો.

ગુફામાંથી ખજાનો મેળવવાનો સિક્રેટ કોડ

એ વખતે રાજા-રાજાઓ વચ્ચે સ્પર્ધા વધી ગયેલી.વેરઝેરની ભાવનાઓ પ્રબળ બનેલી.એકબીજા પર થતાં આક્રમણો વધ્યા હતાં.માટે એ બીકે રાજાઓ પોતાના ખજાનાને કોઇ અગમ સ્થળોએ છુપાવવામાં લાગ્યા હતાં.કહેવાય છે કે,બિંબિસારે પણ પોતાનો ખજાનો આ સોન ભંડાર ગુફામાં છુપાવેલો છે,અને તેની કિંમત કદાપિ આંકી શકાય તેમ નથી.અનેક પ્રયત્નો છતાં એ ખજાનો કોઇને હાથ લાગ્યો નથી.

અન્ય એક વાત પ્રમાણે માન્યતા છે કે,આ ખજાનો બિંબિસારનો નહિ બલ્કે મગધસમ્રાટ અને પૃથ્વીપતિ બનવાની મહત્વાકાંક્ષા સેવનાર જરાસંઘનો છે ! અલબત્ત,જે હોય તે પણ ખજાનો છે એવું લાગી તો અવશ્ય રહ્યું છે ! કારણ વગર કોઇ હેતુએ આવી કરાડોની કોતરણી ધરાવતી ગુફા બનાવવાનો કોઇ અર્થ પણ નથી ! પણ એક વાત ખરી કે,હજી કોઇ એ ખજાનો પામી શકવામાં,એનો તાગ મેળવી શકવામાં સફળ થયું નથી.

સોન-ભંડાર નામક આ ગુફાની અંદર બે ઓરડા હોવાનું કહેવાય છે.અંદર જતાં એક ઓરડો વિશાળ આકારનો આવે છે.જેમાં બિંબિસારના સૈનિકો રહેતાં હોવાની માન્યતા છે.તેઓ અહિં ચોકી અર્થે રહેતાં હોવા જોઇએ.અને એની અંદરના દ્વારવિહિન અને અગમ ઓરડામાં બિંબિસારનો અઢળક,અમૂલ્ય ખજાનો રહેલો છે એમ કહેવાય છે ! ગુફાની કોતરણી પણ બેહદ અટપટી છે.જેના પરથી એટલું તો કહી શકાય કે,આમાં કાંઇક છે તો જરૂર !

ગુફાની અંદર એક શિલા પર લખેલ લિપિ છે.જે શંખલિપી છે અને તેમને ઉકેલી શકનાર હજુ સુધી કોઇ જન્મયો નથી ! શંખલિપી બેહદ અટપટી ભાષામાં લખાયેલ છે.કહેવાય છે કે,તેનો ઉકેલ મેળવી લેવાય તો અવશ્ય ખજાનાનો પત્તો લાગી જાય ! પણ હજુ સુધી એ શક્ય બન્યું નથી.

આખરે શું છે એ પહાડોની તળેટીમાં આવેલ નાનકડી ગુફામાં કે જેના વિશે હજી ચુપી છવાયેલી છે ! અને છે તો કાંઇ તાગ કેમ નથી મળતો ? અને કદાચ સંકેતો મળે તો એનો ઉકેલ ગોતનાર કોણ ? અને ખરેખર એ બિંબિસારનો ખજાનો છે કે જરાસંઘનો ? અને છે તો કેટલો ? પચ્ચીચેક સદીઓ પૂર્વેનો આટલો ભંડાર ભારતમાં તો કદી મળ્યો નથી માટે એ ખજાનાથી મૌર્યયુગ પૂર્વેના ભારતની સામાજીક,આર્થિક અને રાજનૈતિક પરિસ્થિતીનો પણ ઘણો ખ્યાલ મળી શકે : પણ હાથ લાગે તો ને ?!

સવાલો અનેક છે પણ જવાબ એક જ છે : મૌન ! કારણ અમુક સવાલો જ એવા છે જેના વિશે દુનિયા આખી મૌન છે,અધુરામાં પુરુ કુદરત પણ ચુપ્પી સેવે છે ! જો કે,એ રહસ્યોની ચાવી હોય તો કાખમાં જ ! પણ એ કાખમાં જુએ કોણ ? અને જુએ તો કેવી રીતે ? આનો જવાબ ના મળે ત્યાં સુધી ગામમાં ફરવાનું છે,ગોતવાનું છે અને છેવટે કાખમાં જ જોવાનું ને જડવાનું છે; “અલ્કેમિસ્ટ”ના પેલાં નાયકની જેમ !

સંકલન – Kaushal Barad

ફેસબુક જગતના સૌથી લોકપ્રિય પેઈજ ‘જ્ઞાન સાથે ગમ્મત’ પર તમે આ અદ્ભુત પોસ્ટ નિહાળી રહ્યા છો. બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

તાજા લેખો

પ્રકૃતિપ્રેમીઓ અને પર્યટકોના આકર્ષણ સમા ગુજરાતના પોલો જંગલોમાં આ ટીમ ગઈ અને પછી…..

પ્રકૃતિપ્રેમીઓ અને પર્યટકોના આકર્ષણ સમા ગુજરાતના પોલો જંગલોમાં આ ટીમ ગઈ અને પછી…..

કાજલ ઓઝા વૈદ્યે, અશ્વિન સામે બદનક્ષીનો દાવો માંડ્યો – અશ્વિને ફેસબુક પર આવું લખેલું

કાજલ ઓઝા વૈદ્યે, અશ્વિન સામે બદનક્ષીનો દાવો માંડ્યો – અશ્વિને ફેસબુક પર આવું લખેલું

આ ક્યુટ છોકરીના મોટા ફેન બની ગયા લદ્દાખનાં બીજેપી સાંસદ – વિડીયો શેર કરીને કહ્યું આ છોકરી…

આ ક્યુટ છોકરીના મોટા ફેન બની ગયા લદ્દાખનાં બીજેપી સાંસદ – વિડીયો શેર કરીને કહ્યું આ છોકરી…

અભિષેકને લીધે પોતાના બાળકોને ક્યારેય બોલીવુડમાં નથી લાવવા માંગતી શ્વેતા – કહ્યું જે રીતે લોકો અભીનો…

અભિષેકને લીધે પોતાના બાળકોને ક્યારેય બોલીવુડમાં નથી લાવવા માંગતી શ્વેતા – કહ્યું જે રીતે લોકો અભીનો…

કેરિયર બચાવવા ટકલા બની ગયેલા આ ૧૦ લોકપ્રિય બોલીવુડ સ્ટાર્સને કરાવવી પડેલી સર્જરી – આ હજુ છે બધાનો ફેવરીટ

કેરિયર બચાવવા ટકલા બની ગયેલા આ ૧૦ લોકપ્રિય બોલીવુડ સ્ટાર્સને કરાવવી પડેલી સર્જરી – આ હજુ છે બધાનો ફેવરીટ

મોરારીબાપુ અને સ્વામીનારાયણ  વિવાદમાં કાજલ ઓઝાએ જયારે કહ્યું – જે સાધુ પોતાની ઇન્દ્રિયો ઉપર કાબુ….

મોરારીબાપુ અને સ્વામીનારાયણ વિવાદમાં કાજલ ઓઝાએ જયારે કહ્યું – જે સાધુ પોતાની ઇન્દ્રિયો ઉપર કાબુ….

મોરારીબાપુ ને એકતરફી આપેલ વચન નો ભંગ કરીને જય વસાવડા એ કંઇક આવું કહ્યું ….

મોરારીબાપુ ને એકતરફી આપેલ વચન નો ભંગ કરીને જય વસાવડા એ કંઇક આવું કહ્યું ….

error: Content is protected !!