અદભુત, જાત ભાતની વાત
સંસદમાં જોવા મળી અભુતપૂર્વ ઘટના! ક્લિક કરી વાંચો રાહુલ ગાંધી મોદીજીને ગળે કેમ મળ્યા?

સંસદમાં જોવા મળી અભુતપૂર્વ ઘટના! ક્લિક કરી વાંચો રાહુલ ગાંધી મોદીજીને ગળે કેમ મળ્યા?

૨૦ જુલાઇ, ૨૦૧૮ અને શુક્રવારનો દિવસ હંમેશ માટે યાદ રહેવાનો છે. આવું એટલા માટે કે, આજે એક અભુતપૂર્વ અને અકલ્પનીય નજારો જોવા મળેલો. એવો નજારો જેની કરોડોની ભારતીય જનતાએ કદી કલ્પના પણ નહી કરી હોય. નજારો કોઇ નૈસર્ગિકતાનો નહોતો કે નહોતો દેખાયો ભારતના આકાશમાં હેલીનો ધૂમકેતુ. પણ આજની રાજકારણ પ્રેમી જનતા માટે તો એ નજારો હેલીના ધૂમકેતુથી જરાય ઉતરતો નહોતો. અને એ નજારો જોવા મળેલો ભારતની સંસદમાં.

વાત જાણે એમ છે કે, કોંગ્રેસ સમેત અન્ય પક્ષોએ એનડીએની સરકાર પર અવિશ્વાસનો પ્રસ્તાવ દાખલ કર્યો. અવિશ્વાસનો પ્રસ્તાવ એટલે વર્તમાન સરકાર પાસે પૂર્ણ બહુમત નથી એવો દાવો. લોકસભાપતી સુમિત્રા મહાજને મોદી સરકાર સામેના આ અવિશ્વાસ પ્રસ્તાવને મંજૂરી આપી અને શુક્રવારના રોજ તેના પર એક દિવસીય ચર્ચા લોકસભામાં ચાલી. અત્રે નોંધનીય છે કે, આ પ્રસ્તાવ માત્ર લોકસભામાં રજૂ થઇ શકે છે, રાજ્યસભામાં નહી.

વર્તમાન સ્થિતીમાં ભાજપ દ્વારા સંગઠીત ગઠબંધન એનડીએની સાંસદ સંખ્યા સ્થિતી જોતાં સ્પષ્ટ હતું કે, વિપક્ષોની સામે આરામથી તે પૂર્ણ બહુમત ગૃહમાં સાબિત કરી શકશે. અને થયું પણ એમ જ. અગાઉ બાજપેયી સરકારમાં પણ શ્રીમતી સોનિયા ગાંધી અવિશ્વાસનો પ્રસ્તાવ લાવેલા પણ ભાજપે બહુમત સાબિત કરી દિધેલો.

ચર્ચા આ બાબતની નથી. ચર્ચા છે આજે અવિશ્વાસ પ્રસ્તાવ પર થયેલા ગૃહના હંગામાની. સ્વાભાવિક રીતે દેશવાસીઓ જાણે જ છે કે, ગૃહમાં કોઇ એક મુદ્દા પર શાંતિથી ચર્ચા કરવી એ લોઢાના ચણા ચાવવા બરાબર છે. એટલે આજે પણ એવો જ હંગામો થયો. વિપક્ષોએ ભાજપ સરકાર પર આરોપો લગાવ્યાં. બંને પક્ષે હંગામો થયો.

રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં ભાજપની નિષ્ફળતાઓ પર સવાલ ઉઠાવ્યાં. મહિલા આરક્ષણ જેવા મુદ્દાઓને આવરી લઇને સરકાર પર પ્રહારો કર્યા. સંરક્ષણ મુદ્દે પણ નિર્મલા સીતારામન પર અનેક આક્ષેપો કર્યાં.

પણ આ બધાંમાં સૌથી અજૂગતી ઘટના તો ત્યારે બની જ્યારે રાહુલ ગાંધી બોલ્યાં કે,

“ભાજપે મને હિંદુઝમનો સાચો મતલબ સમજાવ્યો છે. એ માટે ભાજપ, આરએસએસનો હું હ્રદયપૂર્વક આભારી છું. તમે મને ‘પપ્પૂ’ કહીને વખોડશો, મારી હાંસી ઉડાવશો તો પણ હું બધાં જ પ્રત્યે સમભાવ રાખીશ. આ જ છે સાચા હિન્દુ હોવાનો મતલબ! ના મને ભાજપ સાથે કોઇ વેર છે કે ના મને મોદીજી સાથે કોઇ નફરત છે.”

આટલું કહીને પોતાના ખેમામાંથી બહાર નીકળીને રાહુલ ગાંધી પ્રધાનમંત્રીની સીટ પાસે ગયાં અને તેને ગળે મળ્યાં…! ઘડીભર તો પ્રધાનમંત્રી પણ ચોંકી ઉઠ્યાં! ત્યારબાદ તેમણે રાહુલ ગાંધીને બોલાવીને હાથ મિલાવ્યાં અને શુભેચ્છાઓ પાઠવી. આ ઘટના જોઇને ઘણાં લોકોએ તાજુબ્બી અનુભવી.

જો કે, આ ઘટનાને લઇને પછી તો નિત્યક્રમ મુજબ ચર્ચાઓનો જુવાળ ફાટી નીકળ્યો. પણ હક્કીકત એ છે કે, આજે અમુક સાચા અને અમુક ખોટા એવા દાયકાઓથી સાંભળતાં આવેલા વાયદાઓથી કંટાળેલા દેશવાસીઓએ કંઇક નવું જોયું…! આની પાછળનો રાહુલ ગાંધીનો કોઈ ઉદ્દેશ્ય હોય પણ શકે, લોકોના દિલ જીતવાનો.

અલબત્ત, જે હોય તે પણ હજીસુધી આપણે આવા નજારાઓ જોઇને જ દિવસો કાઢવાના છે એ તો સાફ લાગે છે!

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

તાજા લેખો

આ નર્સની વાત સંભાળીને ચોંકી પણ જશો અને અમેરિકા ની હોસ્પિટલ્સ સામે ઉકળી પણ જશો

આ નર્સની વાત સંભાળીને ચોંકી પણ જશો અને અમેરિકા ની હોસ્પિટલ્સ સામે ઉકળી પણ જશો

Happy to know amid Corona tensions – vaccines are becoming in the country

Happy to know amid Corona tensions – vaccines are becoming in the country

૮ એપ્રિલે હનુમાન જયંતી – દીવો પ્રગટાવી આ રીતે સુંદરકાંડ નો પાઠ અને અન્ય વિધિ કરવાથી ભવસાગર થશે પાર

૮ એપ્રિલે હનુમાન જયંતી – દીવો પ્રગટાવી આ રીતે સુંદરકાંડ નો પાઠ અને અન્ય વિધિ કરવાથી ભવસાગર થશે પાર

હાલમાં રામાયણ જોતા લોકો પર આ એક્ટ્રેસે કર્યો પ્રહાર – રાતીચોળ થઈને કહ્યા આવા આકરા વેણ

હાલમાં રામાયણ જોતા લોકો પર આ એક્ટ્રેસે કર્યો પ્રહાર – રાતીચોળ થઈને કહ્યા આવા આકરા વેણ

ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર કોરોના નો કહેર – કોરોના ને કારણે  આ એક્ટ્રેસે તોડ્યો હોસ્પિટલ માં જ દમ

ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર કોરોના નો કહેર – કોરોના ને કારણે આ એક્ટ્રેસે તોડ્યો હોસ્પિટલ માં જ દમ

ધમણ-૧ – આપણું પોતીકુ વેન્ટીલેટર તૈયાર – રાજકોટ જ્યોતિ CNC એ મેળવી અદ્ભુત સફળતા

ધમણ-૧ – આપણું પોતીકુ વેન્ટીલેટર તૈયાર – રાજકોટ જ્યોતિ CNC એ મેળવી અદ્ભુત સફળતા

રામાનંદ સાગરના પુત્રવધુને મોદીને ફોન કરીને રામાયણ પ્રસારિત કરવા વાત કરી અને પછી આ રીતે પ્રસારણ નક્કી થયું

રામાનંદ સાગરના પુત્રવધુને મોદીને ફોન કરીને રામાયણ પ્રસારિત કરવા વાત કરી અને પછી આ રીતે પ્રસારણ નક્કી થયું

error: Content is protected !!