સોનાલી બેન્દ્રેનો 12 વર્ષનો ‘મેચ્યોર પુત્ર’ કેન્સરની વાત જાણી કરે છે શ્રવણ જેવી સેવા

આપણા બધાની ફેવરીટ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેએ હમ સાથ સાથ હૈ, દિલજલે, ભાઈ, આગ, ડુપ્લીકેટ, સરફરોશ, કલ હો ના હો વગેરે જેવી સફળ ફિલ્મોમાં શ્રેષ્ઠ અભિનય કર્યો છે. પણ હાલમાં પ્રાપ્ત વિગતો અનુસાર સોનાલીનાં ફેન્સ માટે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે.

હકીકતમાં સોનાલી બેન્દ્રે એ તેના ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર એકાઉન્ટમાં થોડા દિવસ પહેલા સત્તાવાર જાહેર કર્યું હતું કે તે કેન્સર સામે લડી રહી છે. હવે તેણે ટ્વિટર પર એક પોસ્ટમાં તેના પુત્ર ‘રણવીર’ સાથે એક ફોટો શેર કર્યો છે. આ સાથે તેણે એક ભાવનાત્મક પોસ્ટ મૂકી છે. આ પોસ્ટમાં તેમણે જણાવ્યું છે કે તેમનો પરિવાર અને ખાસ કરીને એમનો પુત્ર તેમને આ સ્થિતિમાં કઈ રીતે હિંમત આપી રહ્યો છે.

સોનાલીએ કહ્યું કે ‘મને જ્યારે ખબર પડી કે મને કેન્સર છે ત્યારે અમને સૌથી વધારે ચિંતા એ વાતની હતી કે અમારા પુત્ર રણવીરને કેવી રીતે જણાવીએ? પછી મેં અને ગોલ્ડી (ગોલ્ડી બહલ – સોનાલીનો પતિ) બંનેએ નક્કી કર્યું કે રણવીરને સત્ય જણાવી દેવું જોઈએ.’

સોનાલીએ જણાવ્યું છે કે પોતાને કેન્સર હોવાની વાત જ્યારે રણવીરને કરવામાં આવી ત્યારે મારા પુત્રનું એકદમ અલગ જ રૂપ જોવા મળ્યું. તેણે મારી હિંમત, વિશ્વાસ અને સકારાત્મકતાને નવી ઉર્જા આપી છે. કેટલીક વખત તો તેણે મારા માતાપિતાની જેમ મારી કાળજી લીધી છે અને મને સમય-સમય પર દવા અને ખોરાક વિશે યાદ અપાવે છે.

તમને જણાવી દઈએ કે સોનાલીને હાઈગ્રેડ કેન્સરનું નિદાન થયું છે અને હાલમાં એમનો 12 વર્ષનો પુત્ર રણવીર કેન્સર સામે જંગ લડવામાં માતાની પડખે ઉભો છે. તે સોનાલીની તાકાત બની ગયો છે. સલામ છે આવા બહાદુર પુત્રને.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ પોસ્ટ પસંદ આવી હોય તો કમેન્ટ અને શેર કરજો.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!