ગુજરાતની જે કંપની ૧૦૨૦ કરોડ રૂપિયામાં વેંચાઈ – જુવો ત્યાં આઈસ્ક્રીમ આ રીતે બને છે

છેલ્લા છ કરતાં વધુ દશકથી ગુજરાતના આઇસ્ક્રીમ માર્કેટ પર જેનું વર્ચસ્વ છે તેવી હેવમોર આઇસ્ક્રીમનો 100 ટકા હિસ્સો વેચાઇ ગયો છે. સાઉથ કોરિયાની લોટ્ટે કન્ફેશનરીએ હેવમોર આઇસ્ક્રીમ બ્રાન્ડને રૂ.1020 કરોડમાં ખરીદી લીધી છે. કંપનીના દેશભરમાં 200 એક્સક્લુઝિવ આઉટલેટ્સ છે. જ્યારે ગુજરાત, મહારાષ્ટ્રા, એમપી, પંજાબ, ગોવા, દિલ્હી અને તેંલગાણા સહિત દેશમાં 30 હજારથી વધુ રિટેલ આઉટલેટ છે. હેવમોર 160 કરતાં વધુ આઇસ્ક્રીમ ફ્લેવરમાં મળે છે. કંપનીના આઇસ્ક્રીમ પ્લાન્ટની ક્ષમતા દૈનિક 2 લાખ લીટરનું ઉત્પાદન કરવાની છે.

આ રીતે થઇ હેવમોરની શરૂઆત હેવમોરના ફાઈન્ડર સતીશ ચોના કરાંચીમાં બ્રિટીશ ઓવરસીઝ એરલાઈન્સ કોપ્રોરેશનમાં ગ્રાઉન્ડ એન્જિનિયર તરીકે કામ કરતા હતા. ખાલી સમયે તેઓ તેમના કાકાને ત્યાં જતા, જ્યાં સતીશ ચોના અને તેમના કાકા હાથથી ચાલતા મશીનો દ્વારા વિવિધ પ્રકારના આઈસ્ક્રીમ બનાવતા.

કરાંચીમાં ચાલતી નાનકડી આઈસ્ક્રીમની દુકાન હેવમોરના નામથી જાણીતી બની હતી, પરંતુ ભારતના ભાગલા પડ્યા, અને તેમણે કરાંચી છોડવું પડ્યું. સતીશ ચોના પરિવાર સાથે દહેરાદૂનમાં આવીને વસ્યા. જ્યાં તેમણે હેવમોરના નામથી જ આઈસ્ક્રીમની એક રેંકડી શરૂ કરી. પરંતુ દહેરાદૂન ખૂબ જ ઠંડો પ્રદેશ હોવાથી તેમનો આઈસક્રીમનો ફંડા ઠંડો જ સાબિત થયો.

ધંધા માટે પત્નીના દાગીના પણ વેચ્યા

થોડાક સમયબાદ તેઓ ઈન્દોર આવીને વસ્યા, જ્યાં તેમણે ફરીથી આઈસ્ક્રીમ સાથે કિસ્મત અજમાવવાનું વિચાર્યું. ધંધા માટે પોતાની પત્નીના દાગીના વેચી દીધા, પણ મશીનનોની લે-વેચમાં થયેલી નુકશાનીથી મુશ્કેલીઓ વધી ગઈ. થોડા સમય બાદ તેઓ ફરીથી સ્થળાંતર કર્યું અને અમદાવાદ આવીને વસ્યા.

હાર માન્યા વગર ફરીથી અમદાવાદના રેલવે સ્ટેશન પાસે તેમણે આઈસ્ક્રીમ વેચવાનું શરૂ કર્યું. અહીં પણ જાણે કિસ્મત સાથ ન આપતી હોય તેમ યુનિયને વિરોધ કર્યો. સફળતા માટે ગમે તેટલી હાર મળે તોય ફરીથી મક્કમતાથી આગાળ વધવુ એજ એક ઉપાય છે…અને સતીશ ચોનાએ પણ કંઈક આવા જ વિચારો સાથે પ્રયત્નો ચાલુ રાખ્યા.

કિસ્મતના તાળાની ચાવી મળી ગઈ. એક બીજા રેફ્યુજી જેઓ મોટુમલ તનુમલ (શરબતવાલા) નામે શરબતની લારી ચલાવતા, તેઓએ યુનિયનવાળાને સમજાવ્યા. સતીશ ચોનાએ આઈસ્ક્રીમની લારી ફરી શરૂ કરી. ઈ.સ. 1944માં સતીશ ચોનાએ આઈસ્ક્રીમની લારી ફરી શરૂ કરી. ઈ.સ. 1944માં સતીશ ચોનાએ શરૂ કરેલી આઈસ્ક્રીમની સફરનો આજે અંત આવ્યો છે. અમદાવાદમાં નરોડામાં કંપનીનો આઇસ્ક્રીમનો પ્લાન્ટ છે.

કરણ અદાણીના લગ્નમાં પિરસાયો હતો હેવમોર

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન અને અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે તેમની ભારતની મુલાકાત દરમ્યાન હેવમોરનો આઇસ્ક્રીમ માણ્યો હતો જ્યારે ગૌતમ અદાણીના પુત્ર કરણ અદાણીના લગ્નના રિસેપ્શનમાં હેવમોર આઇસ્ક્રીમ પીરસવામાં આવ્યો હતો.

અમુક અજાણ્યા ચોંકાવી દેનાર ફેક્ટસ

  • કંપનીના આઇસ્ક્રીમ પ્લાન્ટની ક્ષમતા દૈનિક 2 લાખ લીટરનું ઉત્પાદન કરવાની છે.
  • હેવમોર 160 કરતાં વધુ આઇસ્ક્રીમ ફ્લેવરમાં મળે છે.
  • ગુજરાત, મહારાષ્ટ્રા, એમપી, પંજાબ, ગોવા, દિલ્હી અને તેંલગાણા સહિત દેશમાં 30 હજારથી વધુ રિટેલ આઉટલેટ છે.
  • કંપનીના દેશભરમાં 200 એક્સક્લુઝિવ આઉટલેટ્સ છે.
  • અમદાવાદના નરોડામાં કંપનીનો આઇસ્ક્રીમ પ્લાન્ટ છે.
  • છેલ્લા છ દશક કરતાં વધુ સમયથી હેવમોર આઇસ્ક્રીમ ગુજરાતમાં મોખરાનું સ્થાન ધરાવે છે.
  • 1944માં પાકિસ્તાનનાં કરાચીમાં એક નાનકડી દુકાનમાંથી હેવમોરની શરૂઆત થઇ હતી.

સોર્સ: દિવ્યભાસ્કર

Leave a Reply

error: Content is protected !!