ક્લિક કરીને જાણી લો ‘જાદુ’ ની પાછળ અસલી ચહેરો કોનો હતો અને કોને ભજવેલુ આ પાત્ર..

બોલિવૂડમાં બાળકોને લક્ષમાં રાખીને પણ ઘણી ફિલ્મો બનાવાયેલી છે. ૨૦૦૩માં આવેલી ફિલ્મ ‘કોઇ મિલ ગયા’ ઇતિહાસ સર્જક ફિલ્મ હતી એમ કહેવું અયોગ્ય નહી ગણાય. રાકેશ રોશન દ્વારા નિર્દેશિત અને હ્રિતિક રોશન દ્વારા અભિનીત આ ફિલ્મ બાળકોને ખુબ પસંદ આવેલી. આજે પણ ટી.વી. પર આ ફિલ્મ આવતાં બાળકોને ટોળું વળીને બેસી જતાં જોયા છે. જે ફિલ્મની સિધ્ધી દર્શાવે છે.

ફિલ્મમાં નાના બાળકોની સાથે એક મોટો બાળક પણ હતો – રોહિત મહેરા! જે ઉંમરથી તો બાળક નહોતો, પણ એની માનસિકતા એટલી પરિપક્વ પણ નહોતી કે તેને મોટી ઉંમરનો ગણી શકાય…!જી હાં, હ્રિતિક રોશન આ જ રોલમાં લોકોનું મન મોહી લે છે.

પણ ફિલ્મનું યાદગાર પાત્ર ક્યું હતું? સવાલ આસાન છે અને જવાબ કદાચ બધાંને હોઠે આવશે – જાદુ..! હાં, એ અન્ય ગ્રહ પરથી આવેલ પ્રાણી હતું જાદુ. જેના વડે ફિલ્મમાં પ્રાણ રેડાયો હતો. બોલિવૂડ ફિલ્મમાં એડવાન્ચ ટેક્નોલોજીના એ વખતે હજુ પગરવ થતાં હતાં એટલે આ ફિલ્મએ લોકોને કંઇક અલગ દેખાડીને ભરપૂર સફળતા મેળવી હતી.

પણ શું તમે જાણો છો કે આ જાદુની પાછળ અસલી ચહેરો કોનો હતો? ખરેખર કોણે ભજવ્યું હતું જાદુનું પાત્ર? છે ને રોચક સવાલ! તો ચાલો જાણીએ ‘કોઇ મિલ ગયા’ના જાદુ પાછળની રોચક કહાની. કોણ છે આની પાછળનો અસલી ચહેરો?

જાદુ તો “ગુજરાતી” હતું! –

તો જાણી લો મિત્રો કે, જાદુનું પાત્ર ભજવનાર અભિનેતા હતાં – ઇન્દ્રવદન જયશંકર પુરોહિત. જેઓ મુળે ચાણોદ(ગુજરાત)ના વતની હતાં. રમેશ મહેતા સાથે એમણે ઘણી ગુજરાતી ફિલ્મોમાં કામ પણ કરેલું..! અને બોલિવૂડમાં પણ લગભગ દોઢસો જેટલી ફિલ્મોમાં તેમણે અલગ-અલગ કિરદાર નિભાવેલો. બોલિવૂડમાં ઇન્દ્રવદન પુરોહિત ‘છોટૂકાકા’ તરીકે જાણીતા હતાં. દુ:ખની વાત એ છે કે, થોડા વર્ષો પહેલાં ૨૮ સપ્ટેમ્બર, ૨૦૧૪ના રોજ હ્રદયરોગથી તેઓ અવસાન પામ્યાં છે.

નાના પડદાં પર પણ વિખેરેલો અભિનયનો જાદુ –

ઇન્દ્રવદન પુરોહિતે ગુજરાતી ફિલ્મો ઉપરાંત, હિન્દી ટી.વી. સિરીયલોમાં પણ કામ કરેલું. સબ ટી.વી. પર આવતી “બાલવીર” સિરીયલમાં તેમણે ‘ડૂબા-ડૂબા’નો રોલ ભજવેલો.

ઓસ્ટ્રેલિયાથી આવેલ જાદુ –

હ્રિતિક રોશને ફિલ્મ વિશે એક ઇન્ટરવ્યૂમાં જણાવેલ કે, જાદુનો કોસ્યૂમ ખાસ ઓસ્ટ્રેલિયામાં ડિઝાઇન કરેલો છે. જેમ્સ કોલનર નામક એક આર્ટીસ્ટ ડિઝાઇનરે જાદુનો કોસ્યૂમ બનાવેલો.

કોસ્યૂમ એટલો અટપટી ડિઝાઇનનો હતો કે તેમને બનાવતાં એક વર્ષ જેટલો સમય લાગેલો. દેખાવમાં સામાન્ય ભલે લાગતો હોય પણ આ કોસ્યૂમ ઘણાં સ્પેશિયલ ફિચર ધરાવતો હતો. એમની આંખો માણસ અને જાનવરની આંખો પરથી પ્રભાવિત થઇને બનાવવામાં આવેલી. ઇન્દ્રવદન પુરોહિતે ત્યારબાદ જાદુનો એનિમેટ્રોનિક ધારણ કરીને અભિનય આપેલો.

હાથી ડરી ગયાં હતાં! –

ફિલ્મ વિશે ડાયરેક્ટર રાકેશ રોશને એક મજાનો કિસ્સો જણાવ્યો હતો :

ફિલ્મના એક સીનમાં જાદુ હાથીઓના ટોળાંને જોઇને ડરી જાય છે એવું બતાવવામાં આવે છે. પણ જ્યારે આ સીનનું શૂટીંગ થયું ત્યારે હક્કીકત કંઈક અલગ બની હતી. શૂટીંગ વખતે જાદુ જેવો અનોખો જીવ જોઇને હાથીઓ જ ડરી ગયેલાં! ફિલ્મના આ સીનના શૂટીંગ વખતે ઘણી પરેશાની ઉભી થયેલી.

કેવો લાગ્યો આર્ટીકલ? હતી ને મજાની જાણકારી? બસ, આવા જ આર્ટીકલ વાંચવા અને થોડા સમયમાં મજાની જાણકારી મેળવવા અમારા પેજની નિયમીત મુલાકાત લેતાં રહો અને હાં, વાંચીને વહેંચજો આ પોસ્ટ. ધન્યવાદ!

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!