આપણાં તહેવારો
ગૌરી વ્રત કરવાની રીત અને અદ્ભુત વ્રતકથા વાંચો એક ક્લિક પર

ગૌરી વ્રત કરવાની રીત અને અદ્ભુત વ્રતકથા વાંચો એક ક્લિક પર

ગૌરી વ્રત કરવાની રીત:

ગુજારાત પોતાની ધાર્મિક પરંપરાઓ માટે આજે પણ લોકપ્રિય છે. આ ધાર્મિક રીત-રિવાજોમાં ગૌરીવ્રત પ્રમુખ છે. આ વ્રત અષાઢમાસની એકાદશીથી શરૂ થઇને પૂર્ણિમા સુધીના પાંચ દિવસ દરમિયાન થાય છે. આ વ્રત કરવાથી અવિવાહીત યુવતીઓને યોગ્ય વર મળવાની આશા સેવાય છે. આ વ્રતમાં માતા પાર્વતી અને સૂર્યદેવની પૂજા-આરાધના કરવામાં આવે છે.

ગૌરીવ્રત માટેની પૌરાણિક માન્યતા એ છે કે જેમ પાર્વતીએ પોતાના પતિ ભગવાન શિવને પામવા માટે કઠોર તપ કર્યું હતું, એ જ પ્રમાણે જો કુમારીકાઓ પણ માતા પાર્વતીનું ધ્યાન ધરી તપ કરે તો એમને ઇચ્છિત વરની પ્રાપ્તિ થાય છે. આ જ આસ્થા સાથે શ્રેષ્ઠ વર પામવાના કોડ મનમાં લઇ કન્યાઓ ગૌરીવ્રત રાખે છે.

આ પાંચ દિવસના વ્રત દરમિયાન કન્યાઓ ઉપવાસ રાખે છે અને મીઠા વગરનો આહાર, ફળ કે દૂધ ગ્રહણ કરે છે. ગુજરાતમાં ધાર્મિક સંસ્કૃતિની પૂજા સાથે શ્રેષ્ઠ વર માટે આસ્થા રાખી પૂજ-આરાધના કરવામાં આવે છે. ગૌરીવ્રતના અંતિમ દિવસે હિંદુ વ્રતો હરતાલિકા કે કડવાચોથની માફક વ્રતનું પાલન કરી અંતિમ દિવસની પૂજા-વિધિ કરવામાં આવે છે.

ગૌરી વ્રત કથા:

કોઇ સમયે કૌડિન્ય નામના નગરમાં વામન નામનો એક યોગ્ય બ્રાહ્મણ રહેતો હતો.

તેની સર્વગુણ સંપન્ન પત્નીનું નામ સત્યા હતું. તેના ઘરમાં કોઇ પણ પ્રકારની ખોટ ન હતા, આમ છતાં સંતાન ન હોવાને કારણે આ બ્રાહ્મણ દંપતી ખૂબ દુઃખી રહેતું.

એક દિવસ નારદજી આ બ્રાહ્મણ દંપતીના ઘરે પધાર્યાં. બ્રાહ્મણ અને તેની પત્નીએ નારદજીની આવકાર આપ્યો, તેમની સેવા કરી અને પોતાની સમસ્યાનું સમાધાન પૂછ્યું. ત્યારે નારદજીએ કહ્યું, તમારા નગરની બહાર જે વન છે, તેના દક્ષિણ ભાગમાં બીલી વૃક્ષની નીચે ભગવાન શંકર માતા પાર્વતીની સાથે લિંગરૂપે બિરાજમન છે. તેમની પૂજા કરવાથી તમારી મનોકામના ચોક્કસપણે પૂર્ણ થશે.

ત્યારે બ્રાહ્મણ દંપતીએ એ શિવલિંગ શોધીને તેની સંપૂર્ણ વિધિપૂર્વક પૂજા કરી. તેઓ રોજ શિવલિંગમાં બિરાજમાન શિવ-પાર્વતીની શુદ્ધ મને પૂજા કરતા અને પોતાની મનોકામના પૂર્ણ કરવાની પ્રાર્થના કરતા. આમ ને આમ પાંચ વર્ષ વીતી ગયાં.

એક દિવસ બ્રાહ્મણ શિવલિંગની પૂજા કરવા માટે ફુલ તોડતો હતો ત્યારે એક સાપે તેને પગમાં ડંખ માર્યો. સાપનું ઝેર શરીરમાં ફેલાતા એ બ્રાહ્મણ વનમાં જ બેભાન થઇ ગયો. આ બાજુ ઘણીવાર થઇ હોવા છતાં બ્રાહ્મણ ઘરે પાછો ન આવ્યો આથી તેની પત્ને ચિંતા થઇ અને તે પોતાના પતિને શોધવા નીકળી. પતિને વનમાં બેભાન પડેલો જોઇ તે ખૂબ વિલાપ કરવા લાગી અને તેણે મનમાં માતા પાર્વતીનું સ્મરણ કર્યું.

બ્રાહ્મણીનો કરુણ વિલાપ સાંભળી વનદેવતા અને પાર્વતીજી ત્યાં પ્રગટ થયાં. તેમણે બ્રાહ્મણના મુખમાં અમૃત નાંખ્યુ અને બ્રાહ્મણ બેઠો થયો. ત્યાર બાદ બ્રાહ્મણ દંપતીએ ખૂબ ભાવપૂર્વક માતા પાર્વતીની પૂજા કરી. માતા પાર્વતીએ પ્રસન્ન થઇ તેમને એક વરદાન માંગવા કહ્યું, ત્યારે બંન્નેએ સંતાનપ્રાપ્તિ માટે માંગણી કરી. માતા પાર્વતીએ તેમને જયા પાર્વતી વ્રત ગૌરીવ્રત કરવા કહ્યું. બ્રાહ્મણ દંપતીએ વિધિપૂર્વક આ વ્રત કર્યું, જેના ફળસ્પરૂપ તેમને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો.

આમ આ વ્રત માત્ર યોગ્ય વરની પ્રાપ્તિ માટે જ નહીં, પરંતુ સુખી દાંપત્ય જીવન માટે પણ કરવામાં આવે છે.

સોર્સ: Gujarati Vrat Kathao વ્રત કથાઓ મોબાઈલ કે ટેબ્લેટ માં વાંચવા એક અદ્ભુત એપ્લીકેશન (એન્ડ્રોઈડ અને આઈ-ફોન) ઉપલબ્ધ છે. આ એપ્લીકેશન ફ્રી માં ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

તાજા લેખો

રોડ એકસીડન્ટના મૃત્યુ પામેલ ચિરાગ ના જન્મદિવસ ની અનેરી ઉજવણી – જોઈ ને રડી પડશો…..

રોડ એકસીડન્ટના મૃત્યુ પામેલ ચિરાગ ના જન્મદિવસ ની અનેરી ઉજવણી – જોઈ ને રડી પડશો…..

રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

ગર્ભ ન રહેતો હોય તો ખાવ આ ચમત્કારી ફળ – નિઃસંતાન દંપતિને સંતાન આપતું ચમત્કારી ફળ

ગર્ભ ન રહેતો હોય તો ખાવ આ ચમત્કારી ફળ – નિઃસંતાન દંપતિને સંતાન આપતું ચમત્કારી ફળ

જયારે આટલી મોટી કાર કંપનીના માલિક હેન્રી ફોર્ડને એક ગાડાખેડુએ આપ્યો આ જવાબ

જયારે આટલી મોટી કાર કંપનીના માલિક હેન્રી ફોર્ડને એક ગાડાખેડુએ આપ્યો આ જવાબ

માતાની આ 5 વાત લગભગ દિકરીઓને પસંદ નથી હોતી – ક્લિક કરી વાંચો કઈ છે વાતો

માતાની આ 5 વાત લગભગ દિકરીઓને પસંદ નથી હોતી – ક્લિક કરી વાંચો કઈ છે વાતો

error: Content is protected !!