માસૂમિયતના વરખ, રસોઈની રાણી
ગૌરી વ્રતમાં નાની દીકરીઓ ને ભૂખી ના રાખીએ – આ રહી ૫ બેસ્ટ ગૌરીવ્રત માટેની વાનગીઓ બનાવવાની રીત

ગૌરી વ્રતમાં નાની દીકરીઓ ને ભૂખી ના રાખીએ – આ રહી ૫ બેસ્ટ ગૌરીવ્રત માટેની વાનગીઓ બનાવવાની રીત

ફરાળી માલપુવા:

સામગ્રી:
– સાબુદાણા નો લોટ,
– મોરૈયાનો લોટ,
– શિંગોડાનો લોટ,
– રાજગરાનો લોટ ( દરેક લોટ ૪ ચમચી),
– શેકેલો દૂધનો મોળો માવો ૩ ચમચી,
– એલચી પાવડર ૨ ચમચી,
– કાજુ પાવડર ૨ ચમચી
રીત:

સાબુદાણા નો લોટ , મોરૈયા નો લોટ , શિંગોડા નો લોટ, રાજગરા નો લોટ મિક્ષ કરી દૂધ ઉમેરી જાડું ખીરું તૈયાર કરવું. પછી સ્ટફિંગ તૈયાર કરવા શેકેલો દૂધ નો મોળો માવો , એલચી પાવડર , કાજુ પાવડર મિક્ષ કરો .કડાઈ માં ૨ ચમચી ઘી નાખી ગ્રીસ કરવું, અને બનાવેલું તૈયાર ખીરું તેના પર પાથરવું . થોડીવાર પછી ઉથલાવવું, ઉથ્લાયા પછી તેને પર બુરું ખાંડ નાખી વચ્ચે સ્ટફિંગ તૈયાર કરેલું નાખી તેના પર બીજો પેહલે થી તૈયાર કરેલો માંલ્પુડો મૂકી દેવો. સહેજ પછી દબાવવું . હવે તેને ઉતારી બાદમ-પીસ્તા ની કતરણ નાખી સર્વ કરો .


પનીર ડ્રાય -ફ્રુટ રોલ:

સામગ્રી:
– ૫૦ ગ્રામ છીણેલું પનીર,
– બુરું ખાંડ ૩ ચમચી,
– એલચી પાવડર ૧ ચમચી,
– ૫૦ ગ્રામ સિંગ દાણાનો ભૂકો

રીત:
ઉપર નું બધું મિક્ષ કરી લેવું . થેપલી બનાવી તેમાં કાજુ-બાદમ-દ્રાક્ષ ની કતરણ નાખવી. નાના -નાના મુઠીયા જેવું વાળવું. પછી ફ્રીજ માં સેટ કરવા ૪ કલાક મુકવું પછી બહાર કાઢી એ રોલ ને કટ કરવા . ફ્રીજ માં દસ દિવસ રહે છે.


ફરાળી અપ્પમ:

સામગ્રી:
– શિંગોડા નો લોટ ૩ ચમચી,
– ૩ કલાક પલાળેલો ક્રશ કરેલો ૧૦૦ ગ્રામ મોરૈયો,
– આદુ-મરચા ની પેસ્ટ,
– છીણેલી દુધી,
– ખાવાનો સોડા.

રીત:
મોરૈયો લો, તેમાં શિંગોડા નો લોટ, શેકેલા અધકચરા સિંગ દાણા, જીરુ, તલ, નાખવા. કાજુના ટુકડા નાખવા , બાફેલા સૂરણ-બટાકા નાખવા, ગાજર ની છીણ ૧ ચમચી ,કાકડી ની છીણ ૧ ચમચી નાખવી , કોથમીર, અડું-મરચા ની પેસ્ટ નાખવી . મરચું પાવડર ૧ ચમચી, સિંધાલુણ ૧ ચમચી, ખાવાનો સોડા ચપટી નાખી મિક્ષ કરો . તેને ખાડા વાળી અપ્પમ ની કડાઈ માં ગ્રીસ કરી પાથરો. ૨ થી ૫ મિનીટ માં થઇ જશે.અપ્પમને દહીં ( દહીં માં ખાંડ , ફરાળી મીઠું, જીરું નાખી વઘાર કરવો)સાથે પીરસવું


શક્કરીયાનો શીરો:

સામગ્રી :
– ૫૦૦ ગ્રામ શક્કરીયા
– ૨ – ૩ કપ દૂધ
– ૨ ચમચી ઘી
– ખાંડ સ્વાદ અનુસાર

રીત :-
સૌથી પહેલા શક્કરીયાને છોલી બાફી લો. હવે તેને સારી રીતે છૂંદી નાખો, તેમાં ૨ થી ૩ કપ દૂધ અને સ્વાદ અનુસાર ખાંડ ઉમેરો અને પછી તે મિશ્રણને ૧ મિનિટ સુધી હેંડ મિક્સી વડે બરાબર મિક્સ કરી દો. જેથી શક્કરીયામાં આવતા રેસાને ચાળીને અલગ કાઢવા નહીં પડે. ત્યારબાદ એક વાસણમાં ઘી ગરમ કરો અને આ તૈયાર કરેલું મિશ્રણ તેમાં ઉમેરી થોડીવાર સુધી તેને ગેસ પર ધીમા તાપે ચડવા દો આ શીરાને સતત હલાવતા રહો અને થોડું ખદખદવા માંડે એટલે ગેસ પરથી ઉતારીને સર્વિંગ બાઉલમાં કાઢી ડ્રાયફ્રુટથી શણગારી દો.


લીલા નાળિયેરનો હલવો

સામગ્રી :-
– ૧ લીલુ નાળિયેર
– ૧૦૦ ગ્રામ ખાંડ
– ૨ ટેબલ સ્પૂન મિલ્ક પાવડર
– ૧ કપ દૂધ
– ૧ ટેબલ સ્પૂન ઘી
– ૧ ટેબલ સ્પૂન પિસ્તા બદામના ફ્લૅક્સ
– કેસર અને ઈલાયચી પાવડર સ્વાદ પ્રમાણે

રીત :-
લીલા નાળિયેરને છીણીને અથવા નાના ટુકડા કરીને મિક્સરમાં ક્રશ કરી લો. બે ચમચી દૂધમાં ૩ થી ૪ તાંતણા કેસર નાખીને પલાળી રાખો. ત્યારબાદ એક કડાઈમાં ઘી મુકીને તેમાં ક્રશ કરેલા નાળિયેરના છીણને ૨ થી ૩ મિનિટ સુધી સાંતળો. હવે એક પછી એક તેમાં દૂધ, મિલ્ક પાવડર, અને ખાંડ ઉમેરતા જાવ. આ મિશ્રણને સતત હલાવતા રહો. જ્યારે બધું જ મિશ્રણ એકસાથે ફરવા લાગે તેવું થાય ત્યાં સુધી ધીમા ગેસ પર હલાવતા રહો. ત્યાર પછી દૂધમાં પલાળેલું કેસર સહેજ ઘૂંટીને તેમાં ઉમેરો અને સારી રીતે મિક્સ કરી લો. ગેસ બંધ કરીને તેમાં ઈલાયચી પાવડર ભભરાવો.

શણગારવા માટે તેના પર પિસ્તા અને બદામની કતરણ પણ પાથરી શકાય છે.

સજાવટ માટે તેની ઉપર પિસ્તા અને બદામના ફ્લૅક્સ પાથરો. જો પસંદ હોય તો ચાંદીનો વરખ પણ લગાવી શકાય.

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

તાજા લેખો

રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

ગર્ભ ન રહેતો હોય તો ખાવ આ ચમત્કારી ફળ – નિઃસંતાન દંપતિને સંતાન આપતું ચમત્કારી ફળ

ગર્ભ ન રહેતો હોય તો ખાવ આ ચમત્કારી ફળ – નિઃસંતાન દંપતિને સંતાન આપતું ચમત્કારી ફળ

આ છે બોલીવુડની 8 નણંદ-ભોજાઈની જોડી. સગ્ગી બહેનોની જેમ સાથે રહે છે – તમે કેટલીને ઓળખો?

આ છે બોલીવુડની 8 નણંદ-ભોજાઈની જોડી. સગ્ગી બહેનોની જેમ સાથે રહે છે – તમે કેટલીને ઓળખો?

જયારે આટલી મોટી કાર કંપનીના માલિક હેન્રી ફોર્ડને એક ગાડાખેડુએ આપ્યો આ જવાબ

જયારે આટલી મોટી કાર કંપનીના માલિક હેન્રી ફોર્ડને એક ગાડાખેડુએ આપ્યો આ જવાબ

માતાની આ 5 વાત લગભગ દિકરીઓને પસંદ નથી હોતી – ક્લિક કરી વાંચો કઈ છે વાતો

માતાની આ 5 વાત લગભગ દિકરીઓને પસંદ નથી હોતી – ક્લિક કરી વાંચો કઈ છે વાતો

error: Content is protected !!