પદ્માવતમાં પહેલા આ સુપરસ્ટાર ‘ખીલજી’ નો રોલ કરવાનો હતો – બબાલથી દુર રહેતા ઠોકર મારી

થોડા સમય પહેલાં આવેલી ફિલ્મ ‘પદ્માવત’ ઘણાં વિવાદોમાં સપડાયાં બાદ પણ સફળ રહી હતી. મુળે મલિક મુહમ્મદ જાયસીના મહાકાવ્ય ‘પદ્માવત’ પર આ મૂવી આધારીત હતું. ઉલ્લેખનીય છે કે, પદ્માવત સૂફી પરંપરાનું પ્રસિધ્ધ મહાકાવ્ય છે જે અવધિ બોલીમાં લખાયેલ છે. મુહમ્મદ જાયસીએ ૧૫૪૦માં તેની રચના કરી હોવાનું માનવામાં આવે છે. મહાકાવ્ય દોહા અને ચોપાઇઓમાં લખાયેલું છે.

ફિલ્મ મેવાડના મહારાણા રાવલ રતનસિંહ, સિલોનની રાજકુમારી મહારાણી દેવી પદ્માવતી અને આક્રમણખોર અલાઉદ્દીન ખીલજીની આસપાસ ગૂંથાયેલી છે. મહારાણી પદ્માવતીને રાજપૂત અને અન્ય સમાજના લોકો દેવીની જેમ પૂજે છે. અલબત્ત, આખા હિંદે ગર્વ લીધાં જેવી વાત છે. અગ્નિમાં જીવતાજીવ દેહ અર્પીને ભસ્મ કરવો એની મનોબળતા કેટલી મજબૂત હશે એની માત્ર કલ્પના જ કરી શકાય. કદાચ એ જ કારણ હશે મુગલાઇના પતનનું!

વાત ફિલ્મની કરીએ તો ફિલ્મમાં અલાઉદ્દીન તરીકે રણવીર સિંહ, પદ્માવતી તરીકે દિપીકા પાદુકોણ અને મહારાણા રતનસિંહ તરીકે શાહિદ કપૂરે બેનમૂન અભિનય કર્યો છે. ફિલ્મમાં આ ત્રણેના રોલમાં બીજું કોઇ હોત તો? કલ્પના જ કરવી મુશ્કેલ છે હેં ને? પણ હમણાં જ મીડિયાએ ફિલ્મના કાસ્ટિંગને લઇને એક મોટો ખુલાસો કર્યો છે.

વાત જાણે એમ છે કે, રાવલ રતનસિંહનો રોલ શાહિદ કપૂરની પહેલાં શાહરૂખ ખાનને ઓફર થયો હતો. પણ શાહરૂખ ખાને ના ભણી. તેમનું માનવું હતું કે, ફિલ્મ વધુ પડતી અલાઉદ્દીન અને મહારાણી પદ્માવતી ઇર્દ-ગિર્દ ઘૂમે છે. રાવલ રતનસિંહનો એમાં વધારે મહત્ત્વનો રોલ છે નહી. આથી શાહરૂખે આ રોલ માટે નનૈયો ભણેલો.

એ પછી ફિલ્મ મેકર્સે શાહરૂખને અલાઉદ્દીન ખીલજીનો રોલ ઓફર કરેલો. પણ શાહરૂખે એના માટે પણ ના પાડી દીધી. રોલ તો પ્રભાવી હતો પણ શાહરૂખને જાણે ખબર પડી ગઈ હતી કે, આ રોલને લઇને બબાલ થવાની જ છે! જો કે, એ વાત અલગ છે કે શાહરૂખની તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ્મ “રઇસ”માં તેણે ભજવેલા રોલ પર પણ ઘણો વિવાદ છેડાયો હતો.

ફિલ્મ આખરે તેના હાલના કાસ્ટિંગ પ્રમાણે રીલિઝ થઇ. અને એ માટે પણ સંજય લીલા ભણશાલીને ઘણાં પાપડ શેકવા પડેલા. એની ઇચ્છા તો હતી સલમાન ખાન અને ઐશ્વર્યા રાયને આ ફિલ્મમાં સ્થાન આપવાની. પણ ઐશ્વર્યા રાયે મહારાણી પદ્માવતીના રોલ માટે ઇન્કાર કર્યો કારણ તે સલમાન ખાન સાથે સ્ક્રીન શેર કરવા નહોતી ઇચ્છતી.

ફિલ્મ ૧ ડિસેમ્બર, ૨૦૧૭ના રીલિઝ થવાની હતી પણ વિવાદોને લઇને ડેટ આઘી ખસેડવામાં આવી. સેન્સર બોર્ડે પણ ફિલ્મને કોઇ સર્ટીફિકેટ આપવાની મનાઇ ફરમાવેલી. એક તર્ક કહે છે કે, વિવાદોને લઇને જ સેન્સર બોર્ડે ફિલ્મને માન્યતા નહોતી આપી. જ્યારે અમુક ખબર પ્રમાણે, ફિલ્મની એપ્લિકેશન અધૂરી હોવાને લીધે ફિલ્મને સર્ટીફિકેટ નહોતું આપવામાં આવેલ.

આખરે પદ્માવત રીલિઝ થઇ અને દર્શકોને પસંદ પણ આવી. જો કે, વિવાદોને લઇને ઘણાં મન દુભાયા હશે, નુકસાન થયું હશે અને કોઇ છૂપા રમખાણ પણ ફાટ્યાં હશે! એવું પણ હોય કે, ફિલ્મની ધોમ પબ્લિસીટી માટે પણ વિવાદો ઉભાં કરવામાં આવેલ હોય! અલબત્ત, જે હોય તે આખરે બોલિવૂડમાં ઇતિહાસનું સાચું મુલ્યાંકન કરી શકે એવી ફિલ્મો બનવાને હજી તો ઘણીવાર છે તેમ દેખાય રહ્યું છે…!

લેખ જાણકારી યુક્ત લાગ્યો હોય તો આપના મિત્રો સાથે પણ શેર જરૂરથી કરજો મિત્રો! અમુક ટોપિક એવાં હોય છે જેના વિશે વિવાદોના ઘુસડાં મગજમાં ઘાલ્યાં સિવાય તટસ્થ જ્ઞાન જરૂરી હોય છે. આપણે જાણકારી મેળવવાની છે, વિવાદો નહીં! ધન્યવાદ!

2 thoughts on “પદ્માવતમાં પહેલા આ સુપરસ્ટાર ‘ખીલજી’ નો રોલ કરવાનો હતો – બબાલથી દુર રહેતા ઠોકર મારી

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!