કેવી રીતે જુડવા બાળકો ગર્ભમાં ધારણ કરી શકો? – જાણો અમુક સરળ અને કુદરતી ઉપાય

એવા પણ ઘણાં કપલ હોય છે જે જુડવા બાળકો ઇચ્છતાં હોય છે. જો કે, એ જરૂરી નથી અને મોટે ભાગે શક્ય પણ નથી કે ઇચ્છો ત્યારે ગર્ભમાં જુડવા બાળકો રહે! પણ હાં, એવી કેટલીક પ્રાકૃતિક અને આયુર્વેદિક પધ્ધતિઓ છે જરૂર; જેનાથી જુડવા ગર્ભધારણની સંભાવનાઓ વધી જાય છે.

જુડવા બાળકોની ઇચ્છા રાખનાર માટે એ જાણવું જરૂરી બની જાય છે કે, આમાં ઘણાં ખતરા પણ છે. આને માટે થઇને ઘણાં જોખમ પણ ઉઠાવવા પડી શકે છે. જુડવા બાળકની માતાએ તો જરૂરથી ડોક્ટરની સલાહ લેવી જ જોઇએ.

એક પ્રમાણિત ગણાતા સંશોધનમાં એવું તારણ બહાર આવ્યું છે કે, ભારતમાં દરવર્ષે થતાં કુલ ગર્ભધારણમાંથી જુડવા બાળકોના ગર્ભધારણનો અર્થાત્ ટ્વિનીંગનો રેટ માંડ ૩% જેટલો જ છે. એશિયાની માતાઓ જુડવા ગર્ભધારણ માટે એટલી સક્ષમ નથી જેટલી આફ્રીકન માતાઓ છે. સંશોધન એ પણ તારણ બહાર આવ્યું છે કે, ત્રણ કે ચાર પ્રસુતિ બાદ ગર્ભમાં ટ્વિનીઁગ અર્થાત્ જુડવા બાળકો રહેવાની સંભાવના વધે છે.

એવું માનવામાં આવે છે કે, વધારે ઉંમરની એટલે કે ૩૫ વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓ માટે જુડવા ગર્ભધારણની પ્રતિશતતા વધી જાય છે. અલબત્ત, આ તારણ માત્ર અસમાન દેખાવના ટ્વિન માટે જ છે.

એવી પણ કેટલીક દવાઓ માર્કેટમાં છે જે પ્રજનન ક્ષમતા પર ઇફેક્ટ કરી એને અસેસ્ટ કરે છે. આનાથી ગર્ભાશયમાં જુડવા બાળક રહેવાની સંભાવનામાં વધારો થાય છે. તારણ મુજબ, જો તમારા પરીવારમાં અસમાન જુડવા સામાન્ય બાબત છે તો તમને આનો અવસર જરૂરથી મળશે. જો કે, એકસમાન જુડવા તો કોઇ પણ ફેમિલીમાં થઇ શકે છે.

એક માહિતી એ પણ જાણી લો કે, અમેરીકન અને આફ્રીકન સ્ત્રીઓને તો જુડવા ગર્ભધારણ જાણે વિરાસતમાં મળ્યું છે! કેમ કે, ત્યાં ટ્વિનીઁગનો રેટ એશિયા કરતાં ઘણો ઉઁચો છે.

જુડવા બાળકોની સંભાવનાઓ વધારવા માટે અપનાવો –

(1) જે મહિલાઓ પોષિત નથી હોતી, કુપોષણથી પિડાતી હોય છે એને માટે જુડવા બાળકો રહેવાની સંભાવના ઓછી હોય છે. એમની ક્ષમતા કદાચ એટલી હોતી નથી. માટે વિટામીન અને પ્રોટીનયુક્ત ખોરાક લેવો જ જોઇએ. ગર્ભધારણના તબક્કા પહેલાં ફોલિક એસિડયુક્ત ખોરાક વધારવો જોઇએ.

(2) પોતાના સાથીને કસ્તૂરી ખાવા માટે પ્રોત્સાહિત કરી શકો. કસ્તૂરી શુક્રાણુના ઉત્પાદનને ઝડપી બનાવે છે. આથી પ્રજનન ક્ષમતા વધે છે.

(3) જુડવા ગર્ભધારણ ઇચ્છતી મહિલાઓ માટે બટેટાં અને રતાળુનો ખોરાક સદા ઇચ્છનીય છે. બટેટાં અને રતાળુનું સેવન કરતી મહિલાઓ માટે જુડવા ગર્ભધારણ અર્થાત્ ટ્વિનીંગનો રેટ બીજી મહિલાઓ કરતાં ૫% જેટલો વધારે રહે છે. શાકભાજીમાં હાજર પોષકતત્ત્વ એકથી વધારે ગર્ભ ધારણ કરવાની ક્ષમતા વધારે છે.

(4) જે મહિલા પોતાના પહેલાંની પ્રસુતિના નાના બાળકોને સ્તનપાન કરાવવાનું ચાલુ રાખે છે એમાં પણ ટ્વિનીઁગ અર્થાત્ જુડવા ગર્ભધારણની સંભાવનાઓ વધી જાય છે.

(5) ગર્ભધારણ પહેલાં પિલ્સની ગોળીઓ લેવાનું બંધ કરો. આનાથી શરીરના હોર્મોન ફરીવાર રિ-રેગ્યુલેટ થશે.

નોંધ – આ માહિતી અમુક પ્રમાણિત સ્ત્રોતમાંથી આપેલી છે. જરૂરી નથી કે હરેક સમયે, હરેક બોડી પર એકસમાન અસર કરે. આથી બહેતર છે કે, કંઈ પણ કરતાં પહેલાં ડોક્ટરની સલાહ અવશ્ય લો. વિશેષરૂપથી આહાર કે વજન વધઘટ બાબતે પણ તજ્જ્ઞની સલાહ જરૂરી છે. કારણ કે, તમે ડોક્ટર હશો કે નહી એની અમને ખબર નથી પણ અમે ડોક્ટરની નથી એની અમને ખાતરી છે!

તો, આર્ટીકલ સારો લાગ્યો હોય અને જાણકારી ભરેલો લાગ્યો હોય તો જરૂરથી આગળ શેર કરજો. ધન્યવાદ!

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!