આરોગ્ય વેદ
વાછૂટ માં આવતી ગંદી વાસ આ રીતે ઓછી કરી શકાય – ક્લિક કરી જાણો અદ્ભુત ટીપ્સ

વાછૂટ માં આવતી ગંદી વાસ આ રીતે ઓછી કરી શકાય – ક્લિક કરી જાણો અદ્ભુત ટીપ્સ

આમ તો વાછૂટ થવું એ શરીરની કુદરતી પ્રક્રિયા છે પણ વાછૂટ વખતે ગંદી વાસ આવવી એ જે-તે વ્યક્તિ પર નિર્ભર કરે છે. જાહેર સ્થળે, બસમાં, ભીડવાળી જગ્યામાં કે ઓફિસમાં જો કોઈ વાતાવરણ બગાડે તો તો લોકોનાં નાકના વાળ બળી જાય. લોકો ત્રાહિમામ પોકારી ઉઠે. તેથી જ આજે અમે તમારા માટે કેટલીક એવી ટિપ્સ લાવ્યા છીએ કે જેનાથી તમને કે તમારા દ્વારા બીજાને કોઈ તકલીફ ન પડે.

ચાલો જાણીએ કંઈક નવું…ફક્ત જ્ઞાન સાથે ગમ્મત પર.

ખાવા-પીવામાં ધ્યાન રાખો :


જો વાછૂટ વખતે ગંદી વાસ આવતી હોય તો મોટાભાગના વડીલો એક સલાહ આપતા હોય છે કે ખાવા-પીવામાં ધ્યાન રાખો અને આ સલાહ એકદમ સાચી છે. આવી પરિસ્થિતિમાં આપણે આચો-ડૂચો ખાવાનું બંધ કરી દેવું જોઈએ. આ પરિસ્થિતિમાં કેટલાક લોકો એવું પણ કહેતા હોય છે કે આ ભાઈનો ‘કોઠો બગડી ગયો છે’ અથવા બીજા કોઈક રમૂજમાં કહેતા હોય છે કે ‘આ ભાઈનું મશીન બગડી ગયું છે’. એટલે ધ્યાન રાખવું !

જાજરૂ જવાનો એક સમય નક્કી કરી લો :


જો આપણા શરીરમાં થતી કુદરતી પ્રક્રિયાને આપણે રોકવાનો પ્રયત્ન કર્યે તો એના પરિણામો ઉલ્ટા આવે. તેથી પેશાબ અને સંડાસને કોઈ દિવસ રોકવાનો પ્રયત્ન કરવો નહીં. જાજરૂ જવા માટે એક સમય નક્કી કરી લો. જો પેટનો બગાડો નિયમિત રીતે બહાર નીકળશે તો વાછૂટ વખતે કોઈ તકલીફ નહિ રહે.

પાચનશક્તિ વધારો :


કબજિયાત અને અપચો આ બે ગેસની ઉત્પત્તિના મુખ્ય કારણ છે. ખાધેલું બરાબર પચે નહીં. આંતરડામાં એકઠું થઈને પડી રહે તો ધીમે ધીમે એમાં કોહવાટ પેદા થાય છે. કબજિયાતના કારણે મળાશયમાં એકઠો થયેલો મળ બહાર નીકળી શકતો નથી. આવી પરિસ્થિતિમાં પણ વાછૂટ વખતે ગંદી વાસ આવતી હોય છે તેથી રોજિંદા આહારમાં લસણ, હિંગ, અજમો, આદું, ફુદીનો, લીંબુ, તલ તેલ, સિંધવ, સંચળ, સૂંઠ અને ગોળ જેવા વાત શામક દ્રવ્યોનું સેવન કરવું જોઈએ. જેથી પાચનશક્તિમાં વધારો થશે.

જમ્યા પછી થોડું હાલચાલ કરો :


જો વાછૂટ માં ગંદી વાસ આવતી હોય તો જમ્યા બાદ તરત સૂઈ જવાનું બંધ કરો. જમ્યા પછી થોડું ચાલો, મુખવાસ ખાવ, ચૂર્ણ લો કે સોડા પી લો. આમ કરવાથી ચોક્કસ ફાયદો થશે.

આ પણ ધ્યાન રાખો :
● ઉજાગરા કરવા નહિ.
● વાયુ વર્ધક પદાર્થો ખાવાનું ઓછું કરી દો.
● ચિંતાને કારણે પણ પેટની તકલીફ થતી હોય છે.
● વિરુદ્ધ આહારનું સેવન ટાળો.
● વારંવાર ભારે ખોરાક ન ખાવો જોઈએ.

મિત્રો, “જ્ઞાન સાથે ગમ્મત” પરની આ ઉપયોગી પોસ્ટ પસંદ આવી હોય તો પોસ્ટને શેર કરજો.

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

તાજા લેખો

રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

ગર્ભ ન રહેતો હોય તો ખાવ આ ચમત્કારી ફળ – નિઃસંતાન દંપતિને સંતાન આપતું ચમત્કારી ફળ

ગર્ભ ન રહેતો હોય તો ખાવ આ ચમત્કારી ફળ – નિઃસંતાન દંપતિને સંતાન આપતું ચમત્કારી ફળ

આ છે બોલીવુડની 8 નણંદ-ભોજાઈની જોડી. સગ્ગી બહેનોની જેમ સાથે રહે છે – તમે કેટલીને ઓળખો?

આ છે બોલીવુડની 8 નણંદ-ભોજાઈની જોડી. સગ્ગી બહેનોની જેમ સાથે રહે છે – તમે કેટલીને ઓળખો?

જયારે આટલી મોટી કાર કંપનીના માલિક હેન્રી ફોર્ડને એક ગાડાખેડુએ આપ્યો આ જવાબ

જયારે આટલી મોટી કાર કંપનીના માલિક હેન્રી ફોર્ડને એક ગાડાખેડુએ આપ્યો આ જવાબ

માતાની આ 5 વાત લગભગ દિકરીઓને પસંદ નથી હોતી – ક્લિક કરી વાંચો કઈ છે વાતો

માતાની આ 5 વાત લગભગ દિકરીઓને પસંદ નથી હોતી – ક્લિક કરી વાંચો કઈ છે વાતો

error: Content is protected !!