ફિલ્લમ ફિલ્લમ
ફિલ્મોની આ સાસુ-વહુઓ આદર્શ પરિવાર ગણાય છે – ત્રીજી વહુરાણી વિષે વાંચીને ચોંકી જશો

ફિલ્મોની આ સાસુ-વહુઓ આદર્શ પરિવાર ગણાય છે – ત્રીજી વહુરાણી વિષે વાંચીને ચોંકી જશો

સાસુ-વહુની વાત આવે એટલે આજની પેઢીમાં એક મોનોપોલી ઘડાયેલી છે કે, આ સબંધ એટલે નાના-મોટા તણખાં ઝરવાનો સબંધ…! સાસુ-વહુનો સબંધ એટલે એમાં અનેક પ્રસંગે અવનવા ઝઘડા થતાં રહે! ખબર નહી કેમ પણ લગભગ આવી મનોસ્થિતી કેળવાયેલી જ હોય છે. હક્કીકત શું હોય એ તો ભગવાન જાણે પણ બધે આવું જ નથી હોતું. એક ઠેકાણે ભેગાં થયેલા બે વાસણો ક્યારેય તો ટકરાય જ એમ સાસુ-વહુના રિશ્તામાં પણ ક્યારેક ઝીણી બાબતો પર મનભેદ થવા સ્વાભાવિક છે પણ આથી જ તો આ સબંધ વધારે ગાઢ બને છે..!

જ્યારે જરૂર પડે ત્યારે સાસુ-વહુ ખડેપગે રહે છે. કદાચ ઝઘડાની મનોસ્થિતી લોકોના મનમાં નાખવા માટે કારણભૂત તો ટીવી સિરીયલોને જ લેખી શકાય…! અલબત્ત, જે હોય તે પણ આજે આપણે વાત કરવી છે આ સંદર્ભે બોલિવૂડની રોચક જાણકારી વિશે. બોલિવૂડની ઘણી ટોપર લેવલની અભિનેત્રીઓ આજે લગ્ન કરીને પોતાના સંસારજીવનમાં સેટઅપ થઇ ચુકી છે અને સાથેસાથે પોતાના કરીયરને પણ યોગ્ય માર્ગે આગળ ધપાવે છે. પોતાની સાસુ સાથે તેમમા સબંધો અત્યંત ઉત્તમ રીતે કેળવાયેલા છે. લોકો એમ પણ કહે છે કે, સાસુ-વહુનો સબંધ હોય તો આવો જ.

આવો જાણીએ બોલિવૂડની એ સાસુ-વહુની જોડીઓ વિશે જેની સફળતાના ચર્ચા હરેક ઠેકાણે છે :

(1)કાજોલ – વીના દેવગણ :

અભિનેત્રી કાજોલનો તેની સાસુવીના દેવગણ સાથેનો સબંધ બહુ જ સારો છે. બંને વચ્ચે હંમેશા મનમેળ સંધાયેલો રહે છે. અત્યાર સુધીમાં ક્યારેય બંને વચ્ચે મતભેદ કે મનભેદ જોવા નથી મળ્યો. કાજોલ કામ પર હોય છે ત્યારે વીના સંતાનોનું ખુબ સારી રીતે ધ્યાન રાખે છે. મતલબ કે, બંને એકબીજા માટે હંમેશા ખડેપગે રહે છે. આમ, બંને વચ્ચેનો સાસુ-વહુનો સબંધ ઘણો જ પ્રગાઢ છે.

(2)કરીના કપૂર – શર્મિલા ટાગોર :

સૈફ અલી ખાન સાથે શાદી કર્યાં બાદ કરીનાની લાઇફમાં ખાસ કશો ફેરફાર આવ્યો નથી. એને એટલી જ આઝાદી, કામ કરવાની છૂટ છે જેટલી પ્રથમ હતી. કરીના સૈફની બહેનો સાથે તો સારા સબંધો ધરાવે જ છે પણ સૈફની માં શર્મિલા ટાગોર સાથે અર્થાત્ પોતાની સાસુ સાથે પણ મિત્રભાવે વર્તે છે. આમ બંને વચ્ચે પાક્કો તાલમેલ હોવાનું કહેવાય છે. જાહેર સમારંભોમાં બંને મસ્તી કરતી પણ ઘણીવાર નજરે ચડે છે. એટલું જ નહી, શર્મિલાએ કદી કરીનાને કોઇ બાબતમાં મનાઇ નથી કરી. બોલિવૂડમાં આ જોડીને હિટ માનવામાં આવે છે.

(3) ઐશ્વર્યા – જયા બચ્ચન :

શરૂઆતમાં ઐશ્વર્યા રાય અને જયા બચ્ચન વચ્ચે સબંધો ઠીક નહોતા. બંને વચ્ચે કોઇ કારણોસર મતભેદ હોવાનું પણ સામે આવેલું. અને ઐશ્વર્યાને આથી બચ્ચન પરીવારમાં સેટ થવામાં થોડી કદાચ પરેશાની આવી હતી. પણ બાદમાં બંને વચ્ચે ઘણો જ સુમેળ સંધાયો છે. હવે બંને વચ્ચેનો સબંધ બોલિવૂડમાં પ્રેરક પણ બની ચુક્યો છે. આજે તો ઐશ્વર્યા પણ બચ્ચન પરીવારની ફેવરીટ વહુ બની ચુકી છે.

(4)રાની મુખર્જી – પામેલા ચોપરા :

બોલિવૂડની સફળ અભિનેત્રીઓમાંની એક રાની મુખર્જી હાલ ભલે થોડી બેકઅપમાં ધકેલાઇ ચુકી હોય પણ લગ્ન બાદ પણ એણે કરેલી ફિલ્મોથી લોકોએ એની ભરપૂર પ્રશંસા કરેલી છે. ક્યુટનેસના મામલામાં તે હાલ પણ એટલી જ સુંદર છે જેટલી પ્રથમ હતી. ઉલ્લેખનીય છે કે, રાનીએ બોલિવૂડના ડાયરેક્ટર આદિત્ય ચોપરા સાથે મેરેજ કરેલા છે. તેમને એક પુત્રી પણ છે. આજે રાની પોતાના પરીવારમાં ઘણી ખુશ છે. એનું એક કારણ સાસુ પામેલા સાથેના તેના ગાઢ સબંધો પણ છે. બંને એમ જ રહે છે જાણે બંને માતા-પુત્રી હોય.

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

તાજા લેખો

error: Content is protected !!