આ કારણોસર માધુરીને લીધે સંજુબાબા ના પસીના છૂટી ગયેલા – ફિલ્મ રસિકોને વાંચવું ગમશે

રાજકુમાર હિરાની દિગ્દર્શિત અને રણબીર કપૂર અભિનીત સંજય દત્તના જીવન પર આધારીત ફિલ્મ ‘સંજૂ’એ બોક્સ ઓફિસ પર ૩૦૦ કરોડનો ક્લેકશન નંબર પાર કરી લીધો છે. ફિલ્મ એક વખતના રીઢા-નામચીન અને બોલિવૂડ ફિલ્મોના અભિનેતા એવા સંજય દત્ત પર આધારીત છે, જે પોતાના કરતૂતો માટે જેલના પણ આંટા મારી આવ્યો છે. શરાબ, સિગારેટ, આતંકવાદીઓ સાથે સાંઠગાઠ અને પવન ફરે એમ ફરતી ગર્લફ્રેન્ડો…! આવું તો ઘણુંયે સંજય દત્તની જીંદગીમાંથી આજની પેઢીને ‘શિખવા’ મળે એમ છે.

બાય ધ વે, સંજય દત્તની લાઇફ માટે આટલી રોચકતા દેખાડનાર ભારતીય જનતાનું ટોપિક સિલેક્શન પણ લાજવાબ છે એમાં બેમત નહી. કારણ સાફ છે, આપણે ફિલ્મમાં રણબીર સંજય દત્તના કિરદારને કેવી રીતે નિભાવી જાણે છે એની ક્રિએટીવિટી જોવાની છે. શહેરની મધ્યે કોઇ અબળા પર બળાત્કાર ગુજારી રહેલા નરાધમની પણ કૌશલ્યતાના વખાણ આપણે કરીશું એ પણ આવનારા દિવસોમાં કદાચ બને! અહીં સંજય દત્તની લાઇફનો એક રોચક કિસ્સો અમે લઇને આવ્યાં છીએ. કિસ્સો થોડો મજેદાર છે. માધુરી દિક્ષિતે જ્યારે સંજય દત્તને પરસેવો લાવી દિધેલો એ બનાવની તમને હંસાવી શકતી અને હેરાન કરી દેતી વાત…! વાંચો ત્યારે આખરે શું બન્યું હતું

હાલ તો સંજય દત્ત પોતાની આવનારી ફિલ્મ ‘સાહેબ, બીવી ઔર ગેંગસ્ટર – ૩’ના પ્રમોશનમાં વ્યસત છે. હરેક શો, ઇવેન્ટમાં જોરશોરથી પોતાની ફિલ્મનું પ્રમોશન કરી રહેલ છે. વળી, ‘સંજૂ’ ફિલ્મ દ્વારા તેમના ફેન ફોલોઇંગની સંખ્યામાં પણ ઘણો વધારો થયો છે. આ ફિલ્મમાં સંજય દત્ત ‘બેડ બોય’ની ભૂમિકા નિભાવી રહેલ જોવા મળશે.

આ બધાની વચ્ચે જ્યારે સંજય દત્તને તેના ભૂતકાળને લઇને એક ફિલ્મ સબંધી પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે સંજય દત્તે એક કિસ્સો કહેલો. અને ઘણો મજેદાર કિસ્સો છે. સંજય દત્ત એ સમયે ‘થાણેદાર’ ફિલ્મનું શૂટીંગ ચાલી રહ્યું હતું. એ વખતે ફિલ્મના ‘તમ્મા-તમ્મા’ સોંગમાં સંજય દત્ત સામે એક મોટી મુસીબત આવી પડી. પહેલાં રીલેક્સ રહેનાર સંજય દત્તને જ્યારે મ્યુઝીકલ ડાયરેક્ટર બપ્પી લહેરીએ કહ્યું કે, આ ગીતમાં તેમને માધુરી દીક્ષિત સાથે સ્ટેજ શેર કરવાનું છે અર્થાત્ પર્ફોમન્સ આપવાનું છે ત્યારે સંજય દત્તની પરેશાનીનો કોઇ પાર ના રહ્યો. માધુરી જેવી બેમિસાલ ડાન્સર સામે ડાન્સ કરવો એ રમત વાત થોડી જ હતી…!

લગભગ ૧૬ દિવસના રિહર્સલ પછી ગીતનો ફાઇનલ શોટ આપવાનો થયો એ વખતે પણ સંજય દત્તને પરેશાની થઇ રહી હતી. “માધુરી ઢેલ હોય તો પોતે કાગડો છે…!” – સંજય દત્તે આવું કહ્યું હતું! એક સમય હતો જ્યારે સંજય અને માધુરી દીક્ષિત વચ્ચે અંતર ઘટી રહ્યું હતું. માધુરી સંજયને તો સંજય માધુરીને પસંદ કરતાં. પણ ૧૯૯૩માં સંજય પર આરોપો લાગ્યાં એ પછી માધુરીએ સ્વાભાવિક રીતે જ દુરી બનાવી લીધી. સાજન, ખલનાયક, જય દેવા, ખતરો કે ખિલાડી, ઇલાકા, કાનૂન અપના-અપના અને જમીન જેવી કેટલીક હટકર ફિલ્મો આ જોડીએ આપી હતી.

૨૯ જુલાઇ, ૧૯૫૯ના રોજ મુંબઇમાં જન્મેલ સંજય દત્તનું હવે ઘણું જીવન ખુલ્લી કિતાબ જેવું થઇ ચુક્યું છે. જો કે, ફિલ્મમાં હજી ઘણી વિગત બતાવવામાં નથી આવી એ પણ સત્ય છે. સુનીલ દત્ત અને નરગીસ જેવા દિગ્ગજ બોલિવૂડ કલાકાર દંપતિના પુત્ર એવા સંજયે કરીયરમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. જો કે, આ ઉંમરે તો એ પોતાના પરીવાર સાથે શાંતિથી જીવી રહ્યો છે. સંજયે પોતાના ફિલ્મ કરિયર દરમિયાન રોકી, નામ, હસીના માન જાયેંગી, મુનાભાઇ MBBS, લગે રહો મુન્નાભાઇ, પીકે, વાસ્તવ, સડક અને દાગ જેવી ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે.

One thought on “આ કારણોસર માધુરીને લીધે સંજુબાબા ના પસીના છૂટી ગયેલા – ફિલ્મ રસિકોને વાંચવું ગમશે

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!