માસૂમિયતના વરખ, હું તું અને આપણે
રિલેશનશિપમાં હાથ પકડવાની જુદી-જુદી રીત ઘણું બધું કહી જાય છે, જાણો તમારા રિલેશન વિશે

રિલેશનશિપમાં હાથ પકડવાની જુદી-જુદી રીત ઘણું બધું કહી જાય છે, જાણો તમારા રિલેશન વિશે

કોઈપણ સંબંધમાં સમર્પણ ખૂબ જ જરૂરી છે અને જ્યારે વાત પ્રેમ અને જીવનભરનાં સાથની હોય ત્યારે આ વધુ મહત્વપૂર્ણ બની જાય છે કારણ કે, દરેક સંબંધ આપણને જન્મથી જ મળે છે પણ આ સંબંધને આપણે જ સંપૂર્ણ બનાવવાનો હોય છે. પ્રેમ કે લગ્ન સંબંધ એ આપણે પસંદ કરેલો સંબંધ છે એટલે એને પુરી ઈમાનદારીથી નિભાવવો જોઈએ. સાથે જ આ સંબંધને વધુ ગાઢ બનાવવા માટે પાર્ટનર પ્રત્યે સ્નેહ પ્રદર્શન ખૂબ જ જરૂરી છે. સ્નેહની અનુભૂતિ અને લાગણી દર્શાવવા માટે એકબીજાનો હાથ પકડવાની ક્રિયા સામાન્ય છે.

મોટાભાગે કપલ્સ એકબીજાના હાથ પકડીને પોતાના પ્યારના ઈઝહાર કરે છે. જોકે તમને જણાવી દઈએ કે હાથ પકડવાની ક્રિયા પ્યારનાં ઈઝહારની સાથો સાથ તમારા સંબંધ વિશે ઘણું બધું જણાવે છે. હકીકતમાં આનાથી તમારા સંબંધની ઉષ્મા અને તમારા વચ્ચેની કેમેસ્ટ્રી વિશે ખ્યાલ આવે છે. તો ચાલો જાણીએ, હાથ પકડવાની અલગ-અલગ રીત અને સંબંધો વિશે….

હકીકતમાં, હાથ પકડવાથી સંબંધની શરૂઆત થાય છે. એટલે રિલેશનશિપમાં એકબીજાનો હાથ પકડવો એ પ્રેમની મજબૂતી દર્શાવવાનું કામ કરે છે. પણ દરેક જણનો હાથ પકડવાનો અંદાઝ (તરીકો) અલગ-અલગ હોય છે. એવામાં હાથ પકડવાની રીતથી સંબંધો વિશે ઘણું બધું જાણી શકાય છે. અમે તમને હાથ પકડવાની પાંચ રીત વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના વડે તમે સંબંધોની મજબૂતી, મહત્વ અને સચ્ચાઈ સરળતાથી પારખી શકશો.

(1) ઈન્ટરલોક ફિંગર :


આંગળીઓને ભેગી કરીને હાથ પકડવો એ સુરક્ષાનો સંકેત છે. જેનાથી ખ્યાલ આવે કે તમારો સંબંધ ઘણો મજબૂત છે. જે લોકો પોતાના સાથીનો હાથ આંગળીને ઈન્ટરલોક કરીને પકડે છે, એવા લોકો પોતાના રિલેશન પ્રત્યે ઘણા સમર્પિત હોય છે અને તેઓ પોતાના પાર્ટનરને દરેક પરિસ્થિતિમાં સાથ આપે છે. એનાથી ઉલ્ટું, જે લોકો પાર્ટનરનાં હાથ ઢીલા પકડે એનો અર્થ એ થાય કે તેઓ રિલેશનશિપને લઈને ગંભીર નથી.

(2) એક આંગળી પકડવી :


ઘણા લોકો પોતાના લગ્નમાં આ રીતે હાથ પકડે છે. ખરેખર, આ રીતે એક આંગળી દ્વારા હાથ પકડવાનો મતલબ છે કે તમે તમારા પાર્ટનરની પ્રાઈવસીનો પૂરેપૂરો ખ્યાલ રાખો છો અને એને રિસ્પેક્ટ કરો છો. આવા સંબંધમાં બન્ને પાત્રો સ્વતંત્રતા અને ખુશીનો અનુભવ કરે છે.

(3) લિંક્ડ આર્મ્સ :


મોટાભાગના પરણેલા યુગલ હાથમાં હાથ નાખીને ચાલતા હોય છે જેને લિંક્ડ આર્મ્સ કહેવાય છે. જોકે તમને જણાવી દઈએ કે આ રીતે હાથ પકડવો એટલે વાસ્તવમાં રિલેશનશિપમાં અસુરક્ષાની ભાવના પ્રદર્શિત કરે છે. એવામાં જો કોઈ કપલ આ રીતે હાથ પકડીને ચાલતું હોય તો સમજવું કે એમના વચ્ચે કંઈક ગડબડ ચાલે છે. અસુરક્ષાની ભાવનાને લીધે એકબીજાનાં હાથ પકડી રાખે છે. આ હાથ પકડવાનો ખોટો દેખાડો હોઈ શકે.

(4) હાથ ખેંચવો :


કેટલાક લોકો જબરદસ્તી પોતાના સાથીનો હાથ ખેંચીને પકડવાની કોશિશ કરે છે, આવા લોકો હંમેશા પોતાના સાથી પર કંટ્રોલ કરવા માંગે છે. એનો મતલબ થાય કે તમારા સંબંધની ઉર્જા પુરી થઈ છે અને હકીકતમાં તમારો સંબંધ તૂટવાની અણી ઉપર છે.

(5) હાથ ન પકડવો :


તો વળી, કેટલાક લોકોને જાહેરમાં પોતાનાં રિલેશનશિપ અને પ્રેમનો એકરાર કરવું ઠીક ન લાગતું હોય. જોકે ખરેખર તો પ્રેમનો એકરાર દિલ ખોલીને કરવો જોઈએ જેનાથી બન્ને વચ્ચે એક કનેક્શન બને છે. એવામાં હાથ ન પકડવો એ યોગ્ય નથી. જો તમે અમુક પ્રસંગે પાર્ટનરનો હાથ ન પકડો તો એનો મતલબ એવો પણ થાય કે તમે સંબંધો પ્રત્યે સજાગ નથી.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો કમેન્ટ અને શેર કરજો.

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

તાજા લેખો

error: Content is protected !!