હું તું અને આપણે
આ અમુક સવાલો તમારા લાઈફ પાર્ટનરે છુપાવેલી ઘણી વાતો બહાર લાવી દેશે

આ અમુક સવાલો તમારા લાઈફ પાર્ટનરે છુપાવેલી ઘણી વાતો બહાર લાવી દેશે

લાંબા સમયથી ડેટ કરી રહેલા પાર્ટનર્સને એક-બીજા વિશે લગભગ બધી જ ખબર હોય છે. એમને એક-બીજા ઉપર પૂરો ભરોસો હોય છે. આટલા વર્ષ ડેટ કર્યા પછી પણ કેટલાક સવાલ એવા હોય છે કે તેઓ પોતાના પાર્ટનરને ક્યારેય નથી પૂછતાં અથવા એમ કહો કે આ બાબતે એમનું ધ્યાન નથી રહેતું. આ સવાલ એટલા મહત્વના તો નથી પણ હાં, આ સવાલ દ્વારા તમે પોતાના પાર્ટનરની લોયલ્ટી (વફાદારી) નો અંદાજ જરૂર લગાવી શકો. આ સવાલોનાં માધ્યમથી તમે એ જાણી શકો છો કે તમારો પાર્ટનર તમારા વિશે શું વિચારે છે અને એના જીવનમાં તમારૂ મહત્વ કેટલું છે? તો ચાલો જાણીએ આ સવાલ વિશે.

પહેલી મુલાકાત કેવી હતી?


તમે તમારા પાર્ટનરને ચોક્કસથી પૂછો કે જ્યારે તમારી પહેલી મુલાકાત થઈ ત્યારે એમણે તમારા વિશે શું વિચાર્યું હતું? તમને જોઈને એને કેવું લાગ્યું હતું અને એ સમયે એમના મગજમાં શું ચાલતું હતું? એ પણ પૂછો કે તમને મળ્યા પછી એમને કેવો અનુભવ થયો હતો? પોતાના પાર્ટનરનાં મોઢે પહેલી મુલાકાતનો કિસ્સો સાંભળવાની મજા જ કંઇક અલગ હોય છે. એમની વાતો સાંભળીને તમે બંને રોમેન્ટિક થઈ જશો અને ફરી એ જુના દિવસો યાદ આવી જશે. ભલે કદાચ પહેલી મુલાકાત સામાન્ય રહી હશે પણ પાર્ટનરની કહેવાની રીત એકદમ ખાસ હશે. તમે બંને જૂની યાદોમાં ડૂબી જશો એ પાક્કું.

ભવિષ્યની કઈ વાત જાણવા માંગો છો ?


એકવાર તમારા સાથીને જરૂર પૂછો કે જો તક મળે તો એ ભવિષ્યની કઈ વાત જાણવા માંગે છે? જેના દ્વારા તમે તેનાં વિચારો જાણી શકશો અને સાથે તમને એના ભવિષ્યનાં પ્લાનિંગ વિશે પણ ખ્યાલ આવી જશે. એવું પણ બની શકે કે કદાચ તેઓ પોતાના બાળકો, કારકિર્દી અથવા અન્ય કંઈક જાણવા માગતા હોય. જેનાથી તમે તેમની પ્રાથમિકતા વિશે જાણી શકશો અને તમારા બંને વચ્ચે મજબૂત સમજણ ઉભી થશે.

એમની સિદ્ધિઓ વિશે પૂછો ?


કેટલાક લોકો પોતાનાં જીવનની સિદ્ધિઓ (ઉપલબ્ધીઓ) વિશે જાહેરમાં વાત નથી કરતા. પણ જો તમે એને આ વિશે સવાલ કરો તો એમને ઘણું ગમશે. બની શકે કે એમણે તમારી સાથે ઘણી વાતો શેર ન કરી હોય. આ સવાલ દ્વારા તેઓ પોતાના જીવનની ઘણી વાતો કરશે જેમ કે, સ્કૂલમાં પહેલો નંબર, કોઈની મદદ કરી હોય, કોલેજની સ્પર્ધામાં વિજેતા, પહેલી નોકરી, પહેલો પગાર, બેસ્ટ એમ્પ્લોય વગેરે.. આ સવાલથી તેઓ પોતાની જૂની યાદોમાં સરી પડશે અને તમને એના વિશે ઘણું બધું જાણવા મળશે. આ વાતચીતથી તમારા સંબંધો વધુ ગાઢ બનશે.

તમારા માટે એને ક્યારે ગૌરવ થયું?


તમારો પાર્ટનર તમને એક દિવસમાં ભલે ઘણી વખત આઈ લવ યુ કહે અથવા તમારા વખાણ કરે, પણ શું તમે જાણો છો કે તમારામાં એવી કઈ વસ્તું છે કે જેના પર તે ગર્વ અનુભવે છે? અથવા એમને તમારા પર ક્યારે ગર્વ મહેસુસ થયું હતું? જો તમે આ સવાલ કોઈ દિવસ ન પૂછ્યો હોય તો જરૂર પૂછો. જવાબ સાંભળીને તમને આનંદ થશે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો કમેન્ટ અને શેર કરજો.

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

તાજા લેખો

રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

પુત્ર-પ્રાપ્તિ માટે શું કરવું જોઈએ – ક્લિક કરીને વાંચો સ્યોર સ્ટેપ ઇન્ફોર્મેશન

પુત્ર-પ્રાપ્તિ માટે શું કરવું જોઈએ – ક્લિક કરીને વાંચો સ્યોર સ્ટેપ ઇન્ફોર્મેશન

આ મંદિરમાં સ્વયંભુ પ્રગટ થયેલી ભગવાનની મૂર્તિ – મંદિર વિષે ના જાણેલી અમુક વાતો ક્લિક કરી વાંચો

આ મંદિરમાં સ્વયંભુ પ્રગટ થયેલી ભગવાનની મૂર્તિ – મંદિર વિષે ના જાણેલી અમુક વાતો ક્લિક કરી વાંચો

કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

તમારી જન્મતારીખ કહેશે કે તમારા લવ મેરેજ થશે કે અરેન્જ મેરેજ?

તમારી જન્મતારીખ કહેશે કે તમારા લવ મેરેજ થશે કે અરેન્જ મેરેજ?

આ છે ભારતના 5 સૌથી મોટા શોપીંગ મોલ, જ્યાં સેલિબ્રિટીઝ ખરીદી કરવા માટે આવે છે

આ છે ભારતના 5 સૌથી મોટા શોપીંગ મોલ, જ્યાં સેલિબ્રિટીઝ ખરીદી કરવા માટે આવે છે

error: Content is protected !!