શું તમે જાણો છો આ બોલીવુડ સ્ટાર્સનાં અસલી નામ? જાણવા માટે વાંચો આ આર્ટિકલ

આજકાલની વાત છોડી દઈએ તો 70 થી 90નાં દશકમાં આવનાર દરેક ફિલ્મી હીરો-હિરોઈનોએ પોપ્યુલર થવા માટે પોતાનાં નામ બદલી નાખ્યા હતા. કેટલાક લોકો તો પોતાની ગ્રહ-દશા બદલવા માટે પોતાના નામ બદલી નાખતા હતા જેથી પોતાની ફિલ્મ ચાલે અને સફળતા મળે. અશોક કુમાર, કિશોર કુમાર, દિલીપ કુમાર, નરગીસ એ બધા જ બદલાયેલા નામ છે. હજુ આ પ્રથા શરૂ જ છે. વર્ષ 2017માં જોઈએ તો કેટલાક સ્ટારે પોતાની છબી કે નક્ષત્ર બદલવા માટે પોતાનું નામ અથવા સ્પેલીંગ બદલી નાખ્યા છે. રાજકુમાર રાવ પહેલા રાજકુમાર યાદવ હતા. સમજી શકાય એવું છે કે નવા નામથી તેઓ ક્યાં પ્રકારની છબી ઈચ્છતા હતા. આયુષ્યમાન ખુરાનાએ પોતાના નામમાં ડબલ N અને ડબલ R લગાવ્યા છે. એક્શન ડાયરેકટર વિરૂ દેવગણ પોતાની અટકનો સ્પેલિંગ Devgan લખતા હતા, પણ એમના દિકરાએ નામ પણ બદલ્યું અને સાથે અટકનો સ્પેલિંગ Devgn કરી નાખ્યો.

આ બોલીવુડ સુપર સ્ટાર અપવાદ છે, જેમણે પોતાનું નામ નથી બદલ્યું:


શાહરૂખ ખાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીનાં એક જ એવા અભિનેતા છે કે જેમણે ક્યારેય પોતાનું નામ નથી બદલ્યું. જો તેઓએ પોતાનું અસલી નામ બદલ્યું હોત તો એમની ફિલ્મ જોવા માટે કોઈ ન જાત. જોકે, ફિલ્મોમાં આવ્યા પહેલા એમનું નામ લગભગ બદલવાની તૈયારીમાં હતું. કહેવાય છે કે દિલ્હીમાં જ્યારે તેઓ ગૌરી છિબ્બર સાથે લગ્ન કરવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા, તે દરમિયાન એમના થનાર સાસરિયા પક્ષે કહ્યું હતું કે પોતાનું નામ બદલી નાખો. પણ શાહરૂખ ખાને નામ બદલ્યું નહીં, કહેવાય છે કે એમનું નામ બદલીને ‘જિતેન્દ્ર કુમાર ટુલી’ રાખવાની વિચારણા થઈ હતી. હવે તમે જ વિચારો કે શું તમે ‘જિતેન્દ્ર કુમાર ટુલી’ ની ફિલ્મ જોવા માટે જાવ?

હવે તમને જણાવીએ કે એવા કોણ-કોણ બોલીવુડ સ્ટાર છે કે જેમણે પ્રસિદ્ધિ મેળવવા માટે પોતાના નામ બદલી નાખ્યા.

સલમાન ખાન :


આ લિસ્ટમાં પહેલું નામ આવે છે બોલીવુડનાં સુપર સ્ટાર સલમાન ખાન અથવા બધાના લાડલા એવા સલ્લુ ભાઈનું. જી હાં, 1965માં જન્મેલા સલમાન ખાનનું અસલી નામ ‘અબ્દુલ રાશીદ સલીમ ખાન’ છે. સલમાને પોતાનું બોલીવુડ ડેબ્યુ વર્ષ 1988માં ફિલ્મ ‘બીવી હો તો એસી’ દ્વારા કર્યું હતું.

ઈરફાન ખાન :


એકદમ અલગ ફિલ્મો કરવા માટે જાણીતા ઈરફાન ખાનનું અસલી નામ ‘સાહબજાદે ઈરફાન અલી ખાન’ છે. ફિલ્મોમાં આવતા પહેલા એમણે પોતાનું નામ બદલીને ઈરફાન ખાન રાખી લીધું હતું. કેટલાક સમય માટે તો તેઓ પોતાના નામ સાથે ખાન પણ નહોતા લખતા. ઈરફાનનાં ફિલ્મ કરિયરની શરૂઆત ‘ધ વારીયર’ નામના ફિલ્મથી થઈ હતી.

શ્રી દેવી:


આ લિસ્ટમાં હવે પછીનું નામ છે હજારો-કરોડો દિલો પર રાજ કરનાર બોલીવુડની ખૂબસૂરત અદાકારા શ્રી દેવીનું. શ્રી દેવીનું અસલી નામ ‘શ્રી અમ્મા યેન્ગર અય્યપન’ હતું. શ્રી દેવીની અદાકારીનો જાદુ આજે પણ લોકોના દિલો-દિમાગ પર ચડેલો છે.

સની દેઓલ :


અઢી કિલોનો હાથ તો તમને યાદ જ હશે. તમારા આ ફેવરિટ એક્શન સુપર સ્ટારનું અસલી નામ ‘અજય સિંહ દેઓલ’ છે. સનીએ ફિલ્મ ‘બેતાબ’ દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું, આ ફિલ્મમાં એની સાથે અમૃતા સિંહ હતી.

અમિતાભ બચ્ચન :


વર્ષ 1942માં જ્યારે અમિતાભ બચ્ચનનો જન્મ થયો ત્યારે કહેવાય છે કે માતા તેજી અથવા પિતાજીએ એનું નામ ઈન્કલાબ રાખ્યું હતું. ત્યારબાદ બદલીને એનું નામ અમિતાભ કર્યું. એમના પિતાજીની અટક શ્રીવાસ્તવ હતી જેને બદલીને બચ્ચન કરવામાં આવી. ત્યારબાદની દરેક પેઢીની અટક બચ્ચન જાળવી રાખી છે, જેમ કે અભિષેક બચ્ચન, શ્વેતા બચ્ચન અને હવે આરાધ્યા બચ્ચન.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો કમેન્ટ અને શેર કરજો.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!