હું તું અને આપણે
દરરોજ મેકઅપ કરતી મહિલાઓ થઈ જાવ સાવધાન, આ પાંચ મોટા નુકશાન થાય છે

દરરોજ મેકઅપ કરતી મહિલાઓ થઈ જાવ સાવધાન, આ પાંચ મોટા નુકશાન થાય છે

દરેક છોકરી સુંદર દેખાવા માંગે છે. પોતાની સુંદરતા જાળવી રાખવા માટે તેણી દરરોજ અલગ-અલગ બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. જોકે બધી છોકરીઓ આવું નથી કરતી. કેટલીક છોકરીઓને મેકઅપનો ઘણો શોખ હોય છે, કેટલીકને ઓછો અને અમુકને બિલકુલ શોખ નથી હોતો. બધાની અલગ-અલગ પસંદ હોય છે. પોતાની સુંદરતાને વધુ ખીલવવા માટે છોકરીઓ મેકઅપનો ઉપયોગ કરે છે. પરંતુ જો દરરોજ મેકઅપ લગાડવામાં આવે તો એનાથી ત્વચાને નુકશાન પણ થઈ શકે છે. દરરોજ મેકઅપનો ઉપયોગ કરવાથી તમારી કુદરતી ચમક ઓછી થઈ જાય છે. તો ચાલો જાણીએ વધુ પડતા મેકઅપથી થતા નુક્શાન વિશે.

દરરોજ મેકઅપ કરવાથી થતું નુકશાન:

આપણી ત્વચામાં નાના-નાના છિદ્રો હોય છે જે મેકઅપનાં ઉપયોગને લીધે બંધ થઈ જાય છે. આ છિદ્રો બંધ થઈ જવાથી પરસેવો નીકળતો નથી. જેના કારણે ત્વચાનો પ્રકાર બદલાઈ જાય છે. એટલે દરરોજ મેકઅપ કરવાથી બચવું જોઈએ.

દરરોજ મેકઅપનો ઉપયોગ કરવાથી ચહેરા પરના છિદ્રો બંધ થઈ જાય છે અને તેનાથી ઈન્ફેકશન થવાનું જોખમ રહે છે. તમે જોયું જ હશે કે જે છોકરીઓ દરરોજ મેકઅપ કરે છે એમને મોટાભાગે ખીલની સમસ્યાઓ રહે છે.

ચોકરીઓને આઈ-મેકઅપ કરવાનું ખૂબ જ પસંદ હોય છે. પણ જો આઈ-મેકઅપ દરરોજ કરવામાં આવે તો એનાથી આંખો ડ્રાય થઈ જાય છે. આંખ ડ્રાય થઈ જવાથી આંખોમાં ખંજવાળ, ભારેપણું અને બળતરા જેવી તકલીફો થઈ શકે. એટલે આઈ-મેકઅપનો ઉપયોગ ઓછો કરવામાં જ ભલાઈ છે.

દરરોજ મેકઅપ લગાડવાથી સ્કીન એલર્જી પણ થઈ શકે છે. મોટાભાગની મહિલાઓને ચહેરો લાલ થઈ જવાની ફરિયાદ રહે છે. આ સિવાય મેકઅપને કારણે મહિલાઓમાં કરચલીની સમસ્યા ખૂબ જલ્દી જોવા મળે છે. ડ્રાય સ્કિન મેકઅપથી સ્કિન એજિંગની સમસ્યા નડતી હોવાથી સ્કિન ડ્રાયનેસ પણ થઈ શકે છે. આ સિવાય મેકઅપને કારણે સ્કિનનો કુદરતી રંગ પણ ગાયબ થઈ શકે છે. એટલે દરરોજ મેકઅપ કરવાનું ટાળવું જોઈએ.

ઘણી છોકરીઓને દરરોજ કાજલ લગાડવાની આદત હોય છે. કાજલ લગાડ્યા વગર તેઓને ચેન નથી પડતું. પણ દરરોજ કાજલ લગાડવાથી પાંપણને ઘણું નુકશાન થાય છે અને પાંપણનાં વાળ ખરવા માંડે છે. તો વળી, લિપ્સ્ટિક પણ એવી જ વસ્તુ છે જે તમારા હોઠની સુંદરતામાં વધારો કરવાની સાથોસાથ કેન્સરને પણ આમંત્રણ આપે છે. લિપ્સ્ટિક અને ગ્લોસમાં લેડ હોવાને લીધે મહિલાઓમાં સ્કિન કેન્સરની સમસ્યા ઊભી થઈ શકે છે.

વહાલી બહેનો, ફક્ત જરૂર પડે ત્યારે જ મેકઅપ કરો. જરૂર ન હોય ત્યારે નેચરલ લુકને પ્રાથમિકતા આપો, જેથી ત્વચાને નુક્શાન ન થાય.

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

તાજા લેખો

ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ એક કંસારાની દુકાન બહાર ફૂટપાથ પર વાસણો ભરેલો કોથળો જોયો ત્યારે…

ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ એક કંસારાની દુકાન બહાર ફૂટપાથ પર વાસણો ભરેલો કોથળો જોયો ત્યારે…

ઓટીજી (ઓવન) અને માઈક્રોવેવ બંને વચ્ચે આ ફરક છે – ઘણાને ખબર જ નથી એ ચોંકી જશે

ઓટીજી (ઓવન) અને માઈક્રોવેવ બંને વચ્ચે આ ફરક છે – ઘણાને ખબર જ નથી એ ચોંકી જશે

સ્પૅનમાં સાઈકલ રેસ દરમિયાન એક પ્રતિસ્પર્ધીની સાઈકલમાં પંક્ચર થઈ ગયું ત્યારે…

સ્પૅનમાં સાઈકલ રેસ દરમિયાન એક પ્રતિસ્પર્ધીની સાઈકલમાં પંક્ચર થઈ ગયું ત્યારે…

જયારે કોર્ટની બહાર ચા વેચનારાની દીકરી એ જ કોર્ટમાં જજ બની અને પછી…..

જયારે કોર્ટની બહાર ચા વેચનારાની દીકરી એ જ કોર્ટમાં જજ બની અને પછી…..

પાકિસ્તાન સેમી-ફાઈનલ માં આવી શકે છે – આ રહ્યો રસ્તો જે પાકિસ્તાની પ્લેયર્સને ખબર છે

પાકિસ્તાન સેમી-ફાઈનલ માં આવી શકે છે – આ રહ્યો રસ્તો જે પાકિસ્તાની પ્લેયર્સને ખબર છે

87 વર્ષીય આ પટલાણીએ જીતી લીધા કરોડો ભારતીયોના દિલ – વિડીયો કલીપ જોવા જેવી છે

87 વર્ષીય આ પટલાણીએ જીતી લીધા કરોડો ભારતીયોના દિલ – વિડીયો કલીપ જોવા જેવી છે

ભારતમાં પ્રથમ ક્રિકેટ ઇસ 1721માં અહિયાં રમાયું હતું – આ રાજ્યનો ક્રિકેટ સાથે ખુબ જુનો સંબંધ છે

ભારતમાં પ્રથમ ક્રિકેટ ઇસ 1721માં અહિયાં રમાયું હતું – આ રાજ્યનો ક્રિકેટ સાથે ખુબ જુનો સંબંધ છે

error: Content is protected !!