અદભુત, જાત ભાતની વાત
થેન્ક યુ, 108 – માનવજાત માટે વરદાનરૂપ સર્વિસ – 108 સેવા વિશે વાંચવા અને સેલ્યુટ કરવા જેવું

થેન્ક યુ, 108 – માનવજાત માટે વરદાનરૂપ સર્વિસ – 108 સેવા વિશે વાંચવા અને સેલ્યુટ કરવા જેવું

ગુજરાતની લાડકી એવી 108 એમ્બ્યુલન્સ સેવાને આગામી 29 ઓગષ્ટનાં રોજ 11 વર્ષ પુરા થશે. 108 ઈમરજન્સી સેવાએ છેલ્લા 11 વર્ષમાં લાખોની સંખ્યામાં લોકોની મદદ કરી છે અને જરૂરિયાતમંદ લોકોને તાત્કાલિક મેડિકલ, પોલીસ અને ફાયર સેવા આપીને લાખો લોકોનાં જીવ બચાવ્યા છે. જેમાં ખાસ કરીને વાત કરીએ તો 108 દ્વારા નીચે પ્રમાણેની સેવાઓ લોકોને આપવામાં આવી છે.

108 દ્વારા કરવામાં આવેલ અત્યાર સુધીની કામગીરી :
મેડીકલ સેવા : 83,29,968
પોલીસ સેવા : 1,05,341
ફાયર સેવા : 6763

સૌથી વધુ ઈમરજન્સી સેવા :
વાહન એક્સીડેન્ટ : 11,78,308
વાહન વગર એક્સીડેન્ટ : 4,67,003
મહિલા ડીલીવરીનાં કેસ: 28,42,730

માત્ર 50 જેટલી એમ્બ્યુલન્સથી શરૂ થયેલી સેવા આજે સંખ્યાબંધ એમ્બ્યુલન્સ સુધી પહોંચી છે. આ સિવાય પ્રસુતિ બાદ મહિલા અને બાળકને હસતા મોઢે ઘરે પરત કરવા માટે ‘ખીલખીલાટ’ યોજના પણ શરૂ થઈ છે.

તાત્કાલિક પ્રાથમિક સારવાર :

મિત્રો, જ્યારે પણ મેડિકલ ઈમરજન્સીની જરૂર જણાય ત્યારે સૌથી ઉત્તમ વાહન 108 ગણાય કારણ કે ઘરેથી હોસ્પિટલ પહોંચતા પહેલા બધી જ પ્રાથમિક સારવાર 108માં જ શરૂ થઈ જાય છે જેથી લોકોનો જીવ બચી જાય છે. 108 એમ્બ્યુલન્સમાં અદ્યતન મેડીકલ સાધનો, દવાઓ, વેન્ટીલેટર મશીન અને તેની સાથે ટેક્નોલોજીનો સમન્વય કર્યો છે. જેનો લાભ નાનામાં નાના માણસને મળી રહ્યો છે અને એ પણ બિલકુલ નિઃશુલ્ક.

તાત્કાલિક પોલીસ મદદ:

જ્યારે પણ માર-પીટ, લૂંટફાટ, ઝગડો કે એક્સીડેન્ટ જેવી ઘટના બને ત્યારે 108 ને ફોન કરી દેવાથી એમ્બ્યુલન્સની સાથો-સાથ પોલીસ પણ આવી જાય છે. આવા કેસમાં દવાખાનામાં સારવાર મેળવવા માટે પોલીસ નોંધણી કરાવવી જરૂરી બની જાય છે અને જો આ પરિસ્થિતિમાં પોલીસ ટાઇમસર ન પહોંચે તો ડોકટર દર્દીનો હાથ પકડતા ખચકાટ અનુભવતા હોય છે પણ 108 સેવાની મદદથી પોલીસ અને ફાયર સેવા પણ તાત્કાલિક મળી રહે છે.

108 મોબાઇલ એપ્લિકેશન:

‘108’ની સેવાઓ આજે નવા માઇલસ્ટોન પ્રસ્થાપિત કરી રહી છે. રાજ્યના નાગરિકોની આરોગ્ય કાળજી માટે તત્પર રાજ્ય સરકારે 108ની સેવાને વ્યાપક અને પરિણામલક્ષી બનાવવા માટે મોબાઈલ એપ્લિકેશન પણ શરૂ કરી છે. આ મોબાઈલ એપ્લિકેશન દ્વારા જો કોઇ ઘટના સ્થળેથી કોલ કરે તો કોલ કરનારનું ચોક્કસ સ્થળ ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટર ખાતે તુરંત જ ગુગલના નકશાના લેટ લોંગ સાથે મળી જશે, જેથી ટેલીફોન ઓપરેટર દ્વારા ઘટના સ્થળ વગેરેની માહિતી મેળવવાના સમયનો બચાવ થશે.

કોલ કરનાર વ્યક્તિ ઘટના સ્થળે આવી રહેલ 108 એમ્બ્યુલન્સનો પહોંચવાનો અંદાજીત સમય તેમજ કયાં પહોંચી છે તેની રીયલ ટાઇમ માહિતી મેળવી શકશે.108 મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી કોલ કરનાર વ્યક્તિ ઘટના સ્થળની નજીકમાં આવેલ સરકારી કે ખાનગી હોસ્પીટલ તેમજ બ્લડ બેંકની જાણકારી મેળવી શકશે.

એમ્બ્યુલન્સનું નામ 108 શા માટે ?

108 નાં આંકડાને દરેક ધર્મમાં પવિત્ર ગણવામાં આવે છે.
હિન્દુ ધર્મમાં 108 મંત્રોની માળાને મહત્વ આપવામાં આવે છે. 108 નો આંકડાને ૐ સમાન ગણવામા આવે છે અને ૐ માં ઈશ્વરનો વાસ છે.

મિત્રો, 108 વિશેની આ માહિતી વાંચવી ગમી હોય તો શેર કરજો.

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

તાજા લેખો

ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર કોરોના નો કહેર – કોરોના ને કારણે  આ એક્ટ્રેસે તોડ્યો હોસ્પિટલ માં જ દમ

ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર કોરોના નો કહેર – કોરોના ને કારણે આ એક્ટ્રેસે તોડ્યો હોસ્પિટલ માં જ દમ

ધમણ-૧ – આપણું પોતીકુ વેન્ટીલેટર તૈયાર – રાજકોટ જ્યોતિ CNC એ મેળવી અદ્ભુત સફળતા

ધમણ-૧ – આપણું પોતીકુ વેન્ટીલેટર તૈયાર – રાજકોટ જ્યોતિ CNC એ મેળવી અદ્ભુત સફળતા

રામાનંદ સાગરના પુત્રવધુને મોદીને ફોન કરીને રામાયણ પ્રસારિત કરવા વાત કરી અને પછી આ રીતે પ્રસારણ નક્કી થયું

રામાનંદ સાગરના પુત્રવધુને મોદીને ફોન કરીને રામાયણ પ્રસારિત કરવા વાત કરી અને પછી આ રીતે પ્રસારણ નક્કી થયું

આ પોલીસ ઇન્સ્પેકટરના ઘરે બાળકનો જન્મ – પિતાની ફરજને હોલ્ડ કરી માનવ ફરજ બજાવી રહ્યા છે

આ પોલીસ ઇન્સ્પેકટરના ઘરે બાળકનો જન્મ – પિતાની ફરજને હોલ્ડ કરી માનવ ફરજ બજાવી રહ્યા છે

યુવાનો જયારે કરિયાણાની કીટ આપવા ગયા ત્યારે ગરીબ ઘરની બહેને કહ્યું ‘આની બીજાને વધુ જરૂર છે’ અને અસ્વીકાર કર્યો

યુવાનો જયારે કરિયાણાની કીટ આપવા ગયા ત્યારે ગરીબ ઘરની બહેને કહ્યું ‘આની બીજાને વધુ જરૂર છે’ અને અસ્વીકાર કર્યો

અનાથ બાળકોની સંભાળ એ રીતે લે છે આ સેલીબ્રીટી કે જાણે પોતાના જ બાળકો હોય – સલામ આપીએ એટલી ઓછી પડે

અનાથ બાળકોની સંભાળ એ રીતે લે છે આ સેલીબ્રીટી કે જાણે પોતાના જ બાળકો હોય – સલામ આપીએ એટલી ઓછી પડે

ઘરમાં અનાજ અખૂટ ભરેલું તેમ છતાં સંસ્થાને ફોન કરી રોજ ભોજન મંગાવતા – આ રીતે સ્વયંસેવકને શંકા ગઈ અને

ઘરમાં અનાજ અખૂટ ભરેલું તેમ છતાં સંસ્થાને ફોન કરી રોજ ભોજન મંગાવતા – આ રીતે સ્વયંસેવકને શંકા ગઈ અને

error: Content is protected !!