‘સંજુ’ ની સફળતા માટેના રીયલ હીરો રણબીરની ફી સાંભળીને ચોંકી ના જતા!

હમણાં સુધી ચાલેલી ‘સંજૂ’ની ચર્ચાઓ હવે શ્રાવણની પખવાડિક હેલી બાદ ધીમે-ધીમે રહી જતાં અને દિવસમાં એકાદ સરવડું નાખી જતાં વરસાદની જેમ ઓસરી રહી છે. સંજય દત્તની જીંદગીના ચઢાવ-ઉતાર પર બનેલી આ ફિલ્મમાં સંજય દત્તનો રોલ નિભાવનાર રણબીર કપૂર લીડ રોલમાં છે. ટીઝર લોન્ચ થતાં વેંત જ દર્શકોમાં ઉત્તેજના હતી. તે પછી ટ્રેલર રિલીઝ થયું, કરોડો વ્યુઅર્સ મળ્યાં અને બાદમાં આખેઆખું પિક્ચર રિલીઝ થયું અને લોકોએ ત્રણસો કરોડ ઠાલવીને વધાવી પણ લીધું. શરાબ પીને, ગુંડાગર્દી કરીને પછી એ લોકોને બતાવો તો એમાંથી પણ કમાણી કરી શકાય એ દંતકથા વાસ્તવકથા બની રહી છે. કારણ સંજય દત્ત ‘વાસ્તવ’માં હિરો છે!

રણબીર કપૂરે સંજય દત્તના રોલને બખૂબી નિભાવી જાણ્યો છે. લોકો એ પારખવામાં થાપ ખાય જાય છે કે, સંજય દત્ત કોણ અને રણબીર કોણ?! ફિલ્મમાં રણબીરના રોલને ચોતરફ બહોળી વાહવાહી મળી રહી છે. ફિલ્મમાં રણબીર ઉપરાંત, વિક્કી કોશલ, પરેશ રાવલ, અનુષ્કા શર્મા, સોનમ કપૂર, મનીષા કોઇરાલા, જિમ સર્મ અને કરિશ્મા તન્ના પણ છે.

રણબીરે લીધી છે આટલી રકમ –

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ સુપરહિટ જવા પાછળનું કારણ રણબીર સહિત બધા કલાકારોનો આલા દરજ્જાનો અભિનય પણ છે. રાજકુમાર હિરાણી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં બધા કલાકારોને હાઇ રેટ રકમ આપવામાં આવી છે. બધાં કિરદારો મહત્ત્વપૂર્ણ હોઇ પૈસાની ટંકશાળ પાડવામાં આવેલી. માટે ફિલ્મ આ વર્ષની હાયર બજેટ ફિલ્મ ગણવામાં આવેલી છે. તમે ચોક્કસપણે હેરાન થઇ જશો જ્યારે તમે જાણશો કે રણબીર કપૂરને ‘સંજૂ’ માટે કેટલી મોટી રકમ આપવામાં આવી હતી.

 

‘સંજૂ’ ફિલ્મમાં અનુષ્કા શર્માએ એક વકીલનો રોલ નિભાવ્યો છે. જેના માટે તેમને ૬ કરોડની રકમ આપવામાં આવી હતી. તો, કરિશ્મા તન્નાને ૧૦ મિનીટના રોલ માટે ૧ કરોડ રૂપિયા આપવામાં આવેલા. પણ રણબીરની ફીસ વિશે તમે અંદાજો પણ નહી લગાવી શકો. જાણી લો કે, ફિલ્મમાં રણબીરને સંજય દત્તનો કિરદાર નિભાવવા માટે ૧૫ કરોડ રૂપિયા આપવામાં આવેલા. સાંભળીને લાગ્યો ને ઝટકો! ફિલ્મ ૨૯ જુન,૨૦૧૮ના રિલીઝ થઇ હતી.

અહીં આપ જોઇ શકશો ફિલ્મમાં કોણે કોનો કિરદાર અદા કર્યો :

रणबीर कपूर- संजय दत्त

दिया मिर्जा- मान्यता दत्त (पत्नी)

करिश्मा तन्ना- माधुरी दीक्षित (गर्लफ्रेंड)

सोनम कपूर- टीना मुनीम (गर्लफ्रेंड)

जिम सर्भ- सलमान खान (दोस्त)

विक्की कौशल- कुमार गौरव (दोस्त)

परेश रावल- सुनील दत्त (पिता)

मनीषा कोइराला- नर्गिस दत्त (मां)

अनुष्का शर्मा- एक वकील

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!