માસૂમિયતના વરખ, હું તું અને આપણે
પરિવારમાં એકતા જાળવી રાખવા માટે યાદ રાખવા જેવી મહત્વની ત્રણ વસ્તુઓ

પરિવારમાં એકતા જાળવી રાખવા માટે યાદ રાખવા જેવી મહત્વની ત્રણ વસ્તુઓ

જીંદગીની ભાગદોડ અને પૈસાની જરૂરિયાતે સંબંધોનાં મૂલ્યને બોજ બનાવી દીધો છે. નોકરી, સોસાયટી, પત્ની અને બાળકોની જરૂરિયાતોમાં માણસ એટલો બધો વ્યસ્ત થઈ ગયો છે કે ઘણા બધા લાગણી સંબંધો ભુલાઈ ગયા છે. આજે માણસ પાસે એટલો સમય જ નથી કે તે કોઈના વિશે વિચારી શકે. આની સીધી અસર આપણા નજીકના સંબંધો પર પડી રહી છે. જે આપણા પોતાના છે, આજે ભાઈ-ભાઈ વચ્ચે ઝઘડા થાય છે, દિકરો બાપના કહ્યામાં નથી, પવિત્ર સંબંધોનું નિકંદન નીકળી ગયું છે. પરિસ્થિતિ એવી છે કે એક જ ઘરમાં રહેનાર લોકોને એકબીજાનાં ખબર-અંતર પૂછવાનો પણ સમય નથી. મરી રહેલ લાગણીને રોકવા અને પરિવારને બચાવવા માટે આજે અમે તમને કેટલીક એવી બાબતો જણાવવા જઈ રહ્યા છીએ કે જેનાથી તમે પરિવાર સાથે વધુ બહેતરીન જીવન પસાર કરી શકશો.

જો પરિવારમાં તાલમેલની ખામી હોય તો ઘરના બધા સભ્યો લાંબા સમય સુધી એક સાથે ખુશ ન રહી શકે. પરિવારમાં એકતા જાળવી રાખવા માટે આ ત્રણ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

વડીલોએ પરિવારને કંટ્રોલ કરવું જોઈએ:


મોટા પરિવારોમાં અથવા જે ઘરમાં એક સાથે બે કરતા વધારે પેઢી રહે છે. એમની વચ્ચે વૈચારિક મતભેદ હોવા સ્વાભાવિક છે. અલગ-અલગ કાર્યક્ષેત્ર, વિવિધ મિત્ર મંડળ અને વ્યવહારમાં વિભિન્નતા સંબંધોમાં ધીરે-ધીરે વિપરીત અસર કરે છે. બાપદાદાની મિલકત, કમાણીની સરખામણી, જવાબદારીઓ અને નિયંત્રણની ખામી આ બધું ભેગું થવાથી સંબંધોમાં તિરાડ પડવા લાગે છે. એવામાં ઘરના વડીલોનો હસ્તક્ષેપ આવશ્યક બની જાય છે. ઘરના મોટા અને વડીલોનું કામ છે કે બંને પક્ષો વચ્ચે સમાધાનની સાથો-સાથ નિષ્પક્ષ રીતે સંતોષની ભાવના ઉભી કરવી. જે પરિવારમાં આવા સમજુ વડીલો ન હોય તે ઘરની સ્થિતી ઘણી તણાવ-યુક્ત અને નાજુક હોય છે.

દરેક નિર્ણયમાં પરિવારને પ્રાધાન્ય આપવું :


પરિવારને એક સૂત્રમાં બાંધીને રાખવા માટે એકબીજાનું સન્માન ખૂબ જ જરૂરી છે. મોટાભાગે સંયુક્ત કુટુંબમાં લોકો પોતાનાં અંગત સ્વાર્થ માટે પોતાના પરિવારજનો સાથે જ ખોટું કરવા લાગે છે. પરિણામ સ્વરૂપે એકબીજા વચ્ચે મતભેદ અને મન મોટાવની સ્થિતિ ઉભી થાય છે અને છેલ્લે કુટુંબનાં ભાગલાની વાત સામે આવે છે. એટલા માટે પરિવારની એકતા માટે જરૂરી છે કે પોતાનો અંગત સ્વાર્થ ત્યાગીને હંમેશા પોતાના પરિવારનાં કલ્યાણ વિશે વિચારવું જોઈએ. સંયુક્ત કુટુંબમાં ભાઈચારો, ત્યાગ અને સમજણ ખૂબ જ જરૂરી છે.

પરિવારની એકતા અને મહત્વને સમજો :


આજના સમયમાં દરેકની જીંદગીમાં ઘણા પ્રકારની સમસ્યાઓ અને ટેન્શન છે. બહારની દુનિયા સાથે તાલમેલ જાળવી રાખવા માટે ડગલે ને પગલે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવી પરિસ્થિતિમાં તમારા પરિવારનાં સાથ-સહકાર દ્વારા તમે ગમે તેવી સમસ્યાઓનો સામનો કરી શકો. વ્યક્તિએ આ વાતનું મહત્વ સમજવું જોઈએ અને દરેક પરિવારે હળીમળીને રહેવું જોઈએ. કારણ કે જીવનની દરેક ચડતી-પડતી સમયે એક તમારો પરિવાર જ છે કે જે તમારી પડખે ઉભો રહે છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ જીવન ઉપયોગી પોસ્ટ પસંદ આવી હોય તો કમેન્ટ અને શેર કરજો.

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

તાજા લેખો

રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

પુત્ર-પ્રાપ્તિ માટે શું કરવું જોઈએ – ક્લિક કરીને વાંચો સ્યોર સ્ટેપ ઇન્ફોર્મેશન

પુત્ર-પ્રાપ્તિ માટે શું કરવું જોઈએ – ક્લિક કરીને વાંચો સ્યોર સ્ટેપ ઇન્ફોર્મેશન

આ મંદિરમાં સ્વયંભુ પ્રગટ થયેલી ભગવાનની મૂર્તિ – મંદિર વિષે ના જાણેલી અમુક વાતો ક્લિક કરી વાંચો

આ મંદિરમાં સ્વયંભુ પ્રગટ થયેલી ભગવાનની મૂર્તિ – મંદિર વિષે ના જાણેલી અમુક વાતો ક્લિક કરી વાંચો

કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

તમારી જન્મતારીખ કહેશે કે તમારા લવ મેરેજ થશે કે અરેન્જ મેરેજ?

તમારી જન્મતારીખ કહેશે કે તમારા લવ મેરેજ થશે કે અરેન્જ મેરેજ?

આ છે ભારતના 5 સૌથી મોટા શોપીંગ મોલ, જ્યાં સેલિબ્રિટીઝ ખરીદી કરવા માટે આવે છે

આ છે ભારતના 5 સૌથી મોટા શોપીંગ મોલ, જ્યાં સેલિબ્રિટીઝ ખરીદી કરવા માટે આવે છે

error: Content is protected !!