ફિલ્લમ ફિલ્લમ
પહેલી ફિલ્મથી સુપરસ્ટાર બનેલી ભાગ્યશ્રી હાલ માં આવી જીંદગી જીવી રહી છે

પહેલી ફિલ્મથી સુપરસ્ટાર બનેલી ભાગ્યશ્રી હાલ માં આવી જીંદગી જીવી રહી છે

બોલિવૂડ જગતમાં જો કોઇ એક્ટ્રેસ કે એક્ટરની પ્રથમ ફિલ્મ જ ઈતિહાસ સર્જક બની રહે એના જેવી સિધ્ધી બીજી કઇ હોઇ શકે? પણ અમુક અભિનેત્રીઓ એવી પણ છે જેણે પ્રથમ ફિલ્મ આપીને દર્શકોના દિલમાં ખાસ સ્થાન મેળવી લીધું. એ પછી તેને માટે બોલિવૂડનો માર્ગ આસાન જેવો ભાસતો હતો પણ ત્યારે જ અચાનક એણે પછી ફિલ્મો કરી જ નહી! કરી તો એકાદ-બે બાકી બોલિવૂડથી એકદમ દુરી જ બનાવી લીધી..! પ્રથમ ફિલ્મ જ સુપરહિટ આપીને દર્શકોને દિવાના બનાવી દેનાર, લોકોની અદ્ભુત પ્રશંસા મેળવનાર આ અભિનેત્રીઓ પછી ક્યાં ચાલી ગઇ એનો જાણે કોઇ અત્તોપત્તો જ ના રહ્યો. લોકો એને બીજી ફિલ્મોમાં જોવા માટે, એના અભિનયને માણવા માટે તરસી રહ્યાં પણ એ તો જાણે ગાયબ જ થઇ ગઇ.

ભાગ્યશ્રી, ગ્રેસી સિંહ જેવી અભિનેત્રીઓને આ યાદીમાં મુકી શકાય. જેમણે પોતાના બેજવાબ અભિનયથી લોકોના દિલ તો જીતી લીધાં પણ પછી માત્ર એક-બે ફિલ્મ કરીને જાણે ફિલ્મી દુનિયા જ છોડી દીધી!

આજે વાત કરવાની છે એક એવી અભિનેત્રીની જેણે એક સુપરહિટ (માત્ર સુપરહિટ નહી – ઇતિહાસસર્જક!) ફિલ્મમાં કામ કર્યાં બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી અંતર બનાવી લીધું. લોકો રાહ જોઇ રહ્યાં પણ પરીણામ શૂન્ય! વાત છે “મૈંને પ્યાર કિયા” ફિલ્મથી હજારો દર્શકોના દિલમાં સ્થાન મેળવનાર અદાકારા ભાગ્યશ્રીની, જે એક બેહદ ખુબસુરત અદાકારા છે. અહીં વાંચો તેના કરીયરના અત્યંત રસપ્રદ ઉતાર-ચડાવની વાત:

સલમાન ખાન સાથે કરિયરની શરૂઆત! –

ભાગ્યશ્રીએ પોતાની પહેલી ફિલ્મ દબંગ ખાન અર્થાત્ સલમાન ખાન સાથે કરેલી. એક સમય હતો જ્યારે ભાગ્યશ્રી માત્ર તેની સુંદરતા માટે જ નહી, એના ભભકાદાર અભિનય માટે પણ જાણીતી હતી. પણ પછી એણે લોકોને ચોક્કના રાખીને બોલિવૂડની ચકાચોંધ દુનિયાને અલવિદા કહી દીધું. ભાગ્યશ્રીની પ્રથમ ફિલ્મ “મૈંને પ્યાર કિયા” હતી. જેમાં સલમાન ખાન મુખ્ય રોલમાં હતો. ભાગ્યશ્રી એક માસૂમ શી લડકી ‘સુમન’નું પાત્ર ભજવતી નજરે ચડે છે.

૧૯૮૯માં રીલિઝ થયેલી આ ફિલ્મે દર્શકોના દિલ પર જાદૂ શો સાવરી લીધો. બંને રાતોરાત સ્ટાર બની ગયાં. ભાગ્યશ્રીને આ ફિલ્મ માટે ફિલ્મફેયર અને બેસ્ટ ફિમેલ ડેબ્યૂ જેવા એવોર્ડો મળ્યાં. એ પછી ભાગ્યશ્રીએ કેદમેં હૈ બુલબુલ, ત્યાગી, પાયલ, ઘર આયા મેરા પરદેશી – જેવી ફિલ્મો કરી પણ એ દર્શકો પર કોઇ ખાસ પ્રભાવ જન્માવી ના શકી.

આ ઉંમરમાં પણ લાગે છે ગ્લેમરસ –

પણ હવે જાણે ભાગ્યશ્રી બોલિવૂડથી એકદમ દુર થઈ ગઇ છે. નથી એના ચાહકોને ખબર કે એ આખરે ક્યાં છે! તો આજે અમે એ વિશે જ અહીં અજાણી માહિતી આપી રહ્યાં છે. જાણી લો કે, હાલ ભાગ્યશ્રી ૪૯ વર્ષની થઇ ચુકી છે. પણ આજે પણ એ બેહદ ખુબસુરત દેખાય રહી છે. પોતાની જોરદાર ફિટનેસથી મોટી-મોટી અભિનેત્રીઓને પણ ટક્કર આપતી નજરે ચડે છે.

હવે ભાગ્યશ્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. પોતાની ઘણી તસ્વીરો શેર કરતી રહે છે. બોલિવૂડથી અંતર રાખવા છતાં આજે તે એક રોયલ લાઈફ જીવી રહી છે. ૧૯૯૦માં ભાગ્યશ્રીએ બિઝનેસમેન હિમાલય દાસાની સાથે લગ્ન કર્યાં હતાં.

આજ ભાગ્યશ્રી બે સંતાનોની માં છે. એમના ૨૩ વર્ષના પુત્રનું નામ અભિમન્યુ છે અને ૨૧ વર્ષની પુત્રીનું નામ અવંતિકા છે. અહીં આપના માટે તેમની કેટલીક ખુબસુરત તસ્વીરો પેશ કરી છે. જોઇને જ નક્કી કરી લો કે, વીતેલા વખતની આ બેહદ ખુબસુરત અદાકારા હાલ પણ કેટલી જમાવટ દેખાય છે…!

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

તાજા લેખો

રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

પુત્ર-પ્રાપ્તિ માટે શું કરવું જોઈએ – ક્લિક કરીને વાંચો સ્યોર સ્ટેપ ઇન્ફોર્મેશન

પુત્ર-પ્રાપ્તિ માટે શું કરવું જોઈએ – ક્લિક કરીને વાંચો સ્યોર સ્ટેપ ઇન્ફોર્મેશન

આ મંદિરમાં સ્વયંભુ પ્રગટ થયેલી ભગવાનની મૂર્તિ – મંદિર વિષે ના જાણેલી અમુક વાતો ક્લિક કરી વાંચો

આ મંદિરમાં સ્વયંભુ પ્રગટ થયેલી ભગવાનની મૂર્તિ – મંદિર વિષે ના જાણેલી અમુક વાતો ક્લિક કરી વાંચો

કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

તમારી જન્મતારીખ કહેશે કે તમારા લવ મેરેજ થશે કે અરેન્જ મેરેજ?

તમારી જન્મતારીખ કહેશે કે તમારા લવ મેરેજ થશે કે અરેન્જ મેરેજ?

આ છે ભારતના 5 સૌથી મોટા શોપીંગ મોલ, જ્યાં સેલિબ્રિટીઝ ખરીદી કરવા માટે આવે છે

આ છે ભારતના 5 સૌથી મોટા શોપીંગ મોલ, જ્યાં સેલિબ્રિટીઝ ખરીદી કરવા માટે આવે છે

error: Content is protected !!