હું તું અને આપણે
રિસાઈ ગયેલી ગર્લફ્રેન્ડ ને આ રીતે મનાવો – ગેરેંટી

રિસાઈ ગયેલી ગર્લફ્રેન્ડ ને આ રીતે મનાવો – ગેરેંટી

કોઈપણ સંબંધ માટે સૌથી વધુ જરૂરી વસ્તું એ છે કે બંને વચ્ચે ભરોસો હોવો જોઈએ. જ્યારે કોઈપણ સંબંધમાં ભરોસો તૂટે ત્યારે ધીરે-ધીરે ઝગડાની શરૂઆત થાય છે અને થોડા જ દિવસોમાં સંબંધનો અંત આવી જાય છે. આજના આધુનિક યુગમાં ભાગ્યે જ કોઈક છોકરો એવો હશે કે જેની ગર્લફ્રેન્ડ નહિ હોય. દરેકનાં જીવનમાં પ્રેમની જરૂરિયાત રહે છે. જ્યારે કોઈ છોકરાને છોકરી સાથે પ્રેમ થાય છે એ ક્ષણ સૌથી ખુબસુરત અને યાદગાર હોય છે.

પણ ઘણી વખત એવું થાય કે સંબંધની શરૂઆતમાં જ કેટલીક ગેરસમજણને કારણે તકરાર શરૂ થઈ જાય છે. આવી સ્થિતિ કોઈપણ સંબંધ માટે ખતરનાક હોય છે. છોકરીઓનો સ્વભાવ થોડો વધુ પડતો જ લાગણીશીલ હોય છે અને એટલે જ તેણી કોઈપણ વાતને લઈને તરત જ નારાજ પણ થઈ જાય છે. હવે આ સ્થિતિમાં બોયફ્રેન્ડની ફરજ છે કે તે પોતાની ગર્લફ્રેન્ડને મનાવે. પણ ઘણા છોકરાવને એ ખબર નથી હોતી કે, રીસાઈ ગયેલ છોકરીને કઈ રીતે મનાવવી.

જો તમને પણ ખ્યાલ ન હોય કે, રીસાઈ ગયેલ ગર્લફ્રેન્ડને કેવી રીતે મનાવવી? તો ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે આવી જ સમસ્યાનું નિરાકરણ લઈને આવ્યા છીએ. આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ આપીશું કે જેના દ્વારા તમે એકદમ સરળતાથી તમારી રીસાઈ ગયેલ ગર્લફ્રેન્ડને મનાવી શકશો.

રીસાઈ ગયેલ ગર્લફ્રેન્ડને મનાવવા માટે અપનાવો આ સરળ ટિપ્સ:

● જો તમારી ગર્લફ્રેન્ડ વધુ ગુસ્સામાં હોય તો એવા સમયે તમારે કંઈપણ બોલવાનું ટાળવું જોઈએ. ગર્લફ્રેન્ડને મનાવવા માટે સૌથી જરૂરી છે ધીરજ. કહેવાય છે ને કે, ધીરજનાં ફળ મીઠા હોય છે.

● ગર્લફ્રેન્ડ કોઈપણ બાબતે રીસાઈ ગઈ હોય, પણ છોકરાએ એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ખોટો વિવાદ કે દલીલો ન કરવી જોઈએ. નહીતર ગર્લફ્રેન્ડ વધુ ગુસ્સે થઈ જશે.

● સૌથી પહેલા એ જાણો કે, તમારી ગર્લફ્રેન્ડ શા માટે રીસાઈ ગઈ છે? જો તેણી ન કહે તો બીજી રીતે જાણવાનો પ્રયત્ન કરો, કારણ કે જ્યાં સુધી કારણ ખબર ન હોય ત્યાં સુધી એનો ગુસ્સો શાંત કરવો મુશ્કેલ છે.

● પોતાની ગર્લફ્રેન્ડનો ગુસ્સો શાંત કરવા માટે એને પ્રેમ-દુલાર કરવો પડે. છોકરીને એ વાતનો ભરોસો આપો કે હરહંમેશ તમે એની સાથે જ રહેશો.

● તમારી રીસાઈ ગયેલ ગર્લફ્રેન્ડની દરેક વાતને શાંતિથી સાંભળો અને એને એવું ફિલ કરાવો કે તમે એની કદર કરો છો.

● ગર્લફ્રેન્ડને મનાવવા માટે એને સ્પેશિયલ ફિલ કરાવો. એને જણાવો કે તમારા જીવનમાં એનું કેટલું મહત્વ છે. આ સિવાય એને કંઇક ગિફ્ટ પણ આપો.

● રીસાઈ ગયેલ ગર્લફ્રેન્ડને મનાવવાનો સૌથી આસાન ઉપાય એ છે કે, જો તમારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તમારે તાત્કાલિક માફી માંગી લેવી જોઈએ. ઘણી વાર સમજફેર થઈ હોય અથવા તમારી ભૂલ ન હોય તો પણ માફી માંગીને નવી શરૂઆત કરી લેવી જોઈએ.

● ગર્લફ્રેન્ડને એ જણાવો કે એ તમારી જીંદગી માટે કેટલી જરૂરી છે. એના વગર તમારી જીંદગી અધૂરી છે. આ સાંભળીને એને આનંદ થશે તેમજ બધો ગુસ્સો ઓગળી જશે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ પ્રેમ-સભર પોસ્ટ પસંદ આવી હોય તો કમેન્ટ અને શેર કરજો.

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

તાજા લેખો

રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

પુત્ર-પ્રાપ્તિ માટે શું કરવું જોઈએ – ક્લિક કરીને વાંચો સ્યોર સ્ટેપ ઇન્ફોર્મેશન

પુત્ર-પ્રાપ્તિ માટે શું કરવું જોઈએ – ક્લિક કરીને વાંચો સ્યોર સ્ટેપ ઇન્ફોર્મેશન

આ મંદિરમાં સ્વયંભુ પ્રગટ થયેલી ભગવાનની મૂર્તિ – મંદિર વિષે ના જાણેલી અમુક વાતો ક્લિક કરી વાંચો

આ મંદિરમાં સ્વયંભુ પ્રગટ થયેલી ભગવાનની મૂર્તિ – મંદિર વિષે ના જાણેલી અમુક વાતો ક્લિક કરી વાંચો

કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

તમારી જન્મતારીખ કહેશે કે તમારા લવ મેરેજ થશે કે અરેન્જ મેરેજ?

તમારી જન્મતારીખ કહેશે કે તમારા લવ મેરેજ થશે કે અરેન્જ મેરેજ?

આ છે ભારતના 5 સૌથી મોટા શોપીંગ મોલ, જ્યાં સેલિબ્રિટીઝ ખરીદી કરવા માટે આવે છે

આ છે ભારતના 5 સૌથી મોટા શોપીંગ મોલ, જ્યાં સેલિબ્રિટીઝ ખરીદી કરવા માટે આવે છે

error: Content is protected !!