આઝાદી પછી આ 10 વસ્તુઓનાં ભાવ આસમાને પહોંચી ગયા – તમે વાંચીને નક્કી કરો

હમણાં જ 15મી ઓગષ્ટનાં દિવસે આઝાદીની 71મી વર્ષગાંઠ દેશભરમાં ધૂમધામથી ઊજવવામાં આવી. આ પ્રસંગે દેશને આઝાદી અપાવનાર વીર જવાનોને યાદ કરવામાં આવે છે. સ્વતંત્રતા દિવસનાં આ મહાપર્વમાં નાના-મોટા સૌ કોઈ એકદમ ઉત્સાહ પૂર્વક ભાગ લે છે. આઝાદીના જશ્ન વચ્ચે આજે અમે તમારા માટે કેટલાક ખાસ આંકડા લઇને આવીએ છીએ, જેને વાંચીને તમે ચોંકી થઇ જશો. અમે વાત કરી રહ્યા છીએ, જીવન-જરૂયાતની વસ્તુઓના સતત વધી રહેલા ભાવોની. 71 વર્ષ બાદ સામાન્ય જનજીવનમાં વપરાતી રોજિંદી વસ્તુઓના ભાવ હરણફાળ નહિ પણ રોકેટની સ્પીડે વધી ગયા છે. પૈસાના ભાવે મળતી આ વસ્તુઓના ભાવ એટલા વધ્યા કે, ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. 71 વર્ષના સમયગાળામાં નીચે લખેલ 10 વસ્તુઓનાં ભાવ કેટલા વધ્યા તે જાણી લો…..

ચાલો જાણીએ, આઝાદીથી લઈને આજ સુધી મોંઘવારીનો દર કેટલો વધ્યો…..

(1) દૂધ


દૂધનું સેવન આપણી તંદુરસ્તી માટે ઘણું મહત્વનું છે. દૂધમાં કેલ્શિયમનું પ્રમાણ વધુ હોય છે તેથી દૂધ પીવાથી હાડકાં મજબૂત થાય છે. આજકાલ ગરીબો માટે તો દૂધ દુર્લભ બની ગયું છે. દૂધનાં ભાવ આસમાને પહોંચ્યા છે. પહેલા લોકો કહેતા કે ભારતમાં દૂધની નદીઓ વહેતી. વાત તો સાચી છે કારણ કે, વર્ષ 1947માં દૂધની કિંમત માત્ર 12 પૈસા પ્રતિ લિટર હતી જે આજે વધીને 52 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે.

(2) ખાંડ


જેમ જેમ ખાંડની કિંમત વધતી જાય છે તેમ તેમ એની મીઠાશ ઘટી રહી છે. જે લોકો દિવસમાં ચાર વખત ચા પીતા તેઓ હવે બે વખત પીવે છે. ખાંડનાં ભાવ વધવાથી મીઠાઈનાં ભાવ પણ વધી ગયા છે. વર્ષ 1947માં ખાંડની કિંમત 40 પૈસા પ્રતિ કિલો હતી જે આજના સમયે 40 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. આજે તો કોઈ શુભ પ્રસંગે એવું બોલતા પણ ડર લાગે છે કે, ”તમારા મોં માં ઘી-સાકર” કારણ કે ઘી અને સાકર બન્ને મોંઘા થઈ ગયા છે.

(3) ચોખા


આમ તો બધા જ લોકો દરરોજ ચોખા (ભાત) ખાતા હોય છે પણ શું તમે જાણો છો વર્ષ 1947માં ચોખાના ભાવ કેટલા હતા? આજે જે ચોખાના ભાવ રૂ.50 થી રૂ.60 છે એ જ ચોખાના ભાવ વર્ષ 1947માં માત્ર 12 પૈસા પ્રતિ કિલો હતા.

(4) બટેટા


બટેટાને શાકભાજીનો ‘રાજા’ ગણવામાં આવે છે. લંચ હોય કે ડિનર, બટેટા તો બધા શાક સાથે પ્રેમથી ભળી જાય. દરેક ઘરમાં લગભગ દરરોજ બટેટાનો ઉપયોગ થતો હશે. તમને જાણીને નવાઈ લાગશે કે વર્ષ 1947માં બટેટાની કિંમત 25 પૈસા પ્રતિ કિલો હતી જે આજે વધીને રૂપિયા 25 પ્રતિ કિલો થઈ ગઈ છે. મતલબ, છેલ્લા 71 વર્ષમાં બટેટાની કિંમતમાં 100% ભાવ વધારો થયો.

(5) સાયકલ


દરેક ભારતીય પરિવારમાં એક સાયકલ તો હોય જ પણ આજકાલ તો સાયકલનાં ભાવ રોકેટ ગતિએ વધ્યા છે. વર્ષ 1947માં જે સાયકલની કિંમત માત્ર રૂપિયા 20 હતી આજે એ જ સાયકલ રૂપિયા 6500 માં મળે છે.

(6) ઘી


બધા ભારતીય કિચનમાં ઘી તો હોય જ. ઘણા લોકો ઘી રોટલી કે ખીચડીમાં નાખીને ખાય છે તો કેટલાક લોકો દાળ કે શાકમાં ઉપયોગ કરે છે. વર્ષ 1947માં ઘી ની કિંમત 75 પૈસા પ્રતિ કિલો હતી જે હવે વધીને 600 થી 800 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. હવે તો પ્રશ્ન એવો છે કે, ઘી ખાવું કે સૂંઘવુ?

(7) સોનુ


હાલના સમયમાં સામાન્ય માણસ માટે સોનાની ખરીદી કરવાનું કામ ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે. વર્ષ 1947માં 10 ગ્રામ સોનાનો ભાવ 88.62 રૂપિયા હતો પરંતુ હવે સોનાનો ભાવ રૂ.31000/- પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. દિકરા/દિકરીનાં લગ્ન કરવા હોય તો એકાદ ખેતર ગીરવે મૂકવું પડે એવી પરિસ્થિતિ ઉભી થઈ છે.

(8) વિમાનયાત્રાનું ભાડું

વર્ષ 1947માં દિલ્હીથી મુંબઈ જવા માટે ફ્લાઈટ ટીકીટ માત્ર રૂ.140/- હતી પરંતુ હવે એ જ ફ્લાઈટ ટીકીટનાં ભાવ વધીને રૂપિયા 7000/- થઈ ગયા છે.

(9) રેલવે ટીકીટ


છેલ્લા કેટલાક વર્ષોમાં રેલવે ભાડું પણ ઘણું વધી ગયું છે. વર્ષ 1947 માં દિલ્હીથી મુંબઈ સુધીની ફર્સ્ટ ક્લાસની ટીકીટ રૂ.123/- હતી પરંતુ હાલના સમયે એ જ ટીકીટ રૂપિયા 4760/- રૂપિયા થઈ ગઈ છે. પ્લેટફોર્મ ટીકીટ પણ રૂપિયા 10 થી 20 જેટલી થઈ ગઈ છે.

(10) પેટ્રોલ


દિનપ્રતિદિન પેટ્રોલની કિંમત આકાશને આંબી રહી છે. આઝાદી વખતે એટલે કે વર્ષ 1947માં પેટ્રોલની કિંમત 27 પૈસા પ્રતિ લિટર હતી પરંતુ આજના સમયે પેટ્રોલની કિંમત રૂપિયા 70/- પ્રતિ લિટર થઈ ગઈ છે. લાગે છે ફરીવાર બળદગાડા, ઘોડા કે સાયકલનાં જમાના આવશે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ માહિતી-સભર પોસ્ટ પસંદ આવી હોય તો કમેન્ટ અને શેર કરજો.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!