આવી પત્ની ખૂબ જ ખતરનાક હોય છે, જે પતિ અને પરિવારની જીંદગી બરબાદ કરી નાખે છે

એવું કહેવાય છે કે ઘરની મહિલાઓ કોઈપણ ઘરને સ્વર્ગ કે નર્ક બનાવી શકે છે. વ્યક્તિના જીવનને સુખદ બનાવવામાં મહિલાઓનો સિંહફાળો હોય છે. કેટલાક નસીબદાર માણસોની પત્ની એવી પણ હોય છે કે જેના ગૃહપ્રવેશથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. દરેક માણસનું સપનું હોય છે કે એના લગ્ન એક એવી સ્ત્રી સાથે થાય કે જે એનું અને એના પરિવારનું ધ્યાન રાખે. તમે પણ આ કહેવત તો સાંભળી જ હશે કે, દરેક વ્યક્તિની સફળતા અને સુખદ જીંદગી પાછળ એક સમજદાર સ્ત્રીનો હાથ હોય છે.

પણ, જો તમારા લગ્ન પછી તમારી જીંદગીમાં મુસીબતો વધી ગઈ હોય અથવા તમને એવું લાગતું હોય કે નિષ્ફળતા મળી રહી છે તો એવું પણ બની શકે કે આનું કારણ તમારો પાર્ટનર પણ હોઈ શકે. જો તમને એવું લાગતું હોય કે દરેક પત્ની પોતાના પતિ અને સાસરિયા માટે ભાગ્યશાળી હોય છે તો તમે બિલકુલ ખોટું વિચારી રહ્યા છો. કેટલીક મહિલાઓની આદત અને કાર્યને કારણે તમારા નસીબ પણ ઘસાઈ શકે છે. તો ચાલો જાણીએ એવી ખતરનાક પત્નીઓ વિશે કે જે પતિનાં નસીબની પથારી ફેરવી નાખે છે.

જો કોઈ વ્યક્તિની પત્નીને ખૂબ જ મોડે સુધી સુવાની આદત હોય તો તે ઘર-પરિવાર માટે અશુભ ગણાય છે. સવારે મોડું ઉઠવાથી ઘરમાં કજિયા-કંકાસ થવાની શક્યતા વધી જાય છે અને લક્ષ્મીજી રીસાઈ જાય છે. એટલે આવી મહિલાઓ માટે જરૂરી છે કે તેઓ સાવધાન થઈ જાય અને વહેલા ઉઠીને ઈશ્વરની પૂજા કરે. જો તમારી પત્ની આળસુ હોય તો પણ તમને નુક્શાન થઈ શકે છે.

જો કોઈ વ્યક્તિની પત્નીને પોતાના દાંત સાફ કરવા માટે વધુ પડતું જૂનું બ્રશ વાપરવાની આદત હોય, તો આ બાબત ફક્ત એના પતિ માટે જ નહીં પણ પુરા પરિવાર માટે અપશુકનિયાળ ગણાય છે. જો આવું હોય તો તમારે પત્નીને સમજાવવી જોઈએ અથવા નવું બ્રશ લાવી આપો.

જે વ્યક્તિની પત્ની વધુ પડતી સ્ટાઈલિશ હોય અથવા વારંવાર બ્યુટી-પાર્લર જતી હોય તો એનાથી પણ પતિને નુક્શાન થઈ શકે છે.

જે વ્યક્તિની પત્ની રાત્રે સૂતી વખતે માથાનું સિંદૂર ધોઈ નાખતી હોય એ વ્યક્તિનાં જીવનમાં દુર્ઘટના અને નિષ્ફળતાની સંભાવના વધી જાય છે.

એવી પત્ની કે જે મંગળવાર, ગુરૂવાર અને શનિવારનાં દિવસે પણ માંસ (નોનવેજ) ખાતી હોય તો તેણી પોતાના પતિની બરબાદીનું કારણ બની શકે છે.

એવી પત્ની કે જે મોટાભાગે કાળા રંગનાં કપડાં પહેરતી હોય એ પણ પોતાના પતિ અને સાસરિયા પક્ષ માટે દુર્ભાગ્યનું કારણ બની શકે. જેના કારણે આર્થિક નુક્શાન વેઠવું પડે.

એવી પત્ની કે જે પોતાના પતિને જણાવ્યા વગર એના પાકીટમાંથી, બેન્કમાંથી કે એ.ટી.એમ કાર્ડમાંથી પૈસા કાઢી લેતી હોય તો ઘરમાં સંકટ ઉભું થવાની સંભાવના રહે છે. જેનાથી તમારા ઘરની બરકત ચાલી જશે. એટલે આવી બાબતથી બચવું જોઈએ.

દરેક મહિલાએ ગુરૂવારનાં દિવસે માથુ ધોવાનું ટાળવું જોઈએ. જો તમારી પત્ની ગુરૂવારે માથું ધોતી હોય તો તેણીને ના પાડી દો. આ તમારી નિષ્ફળતાનું કારણ બની શકે છે. ગુરૂવારે વાળ ધોવા એ પોતાના પતિ માટે અપશુકનિયાળ ગણાય છે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ ની આખી ટીમ કોઇપણ રીતે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન નથી આપતી. આ આર્ટિકલ ફક્ત હિન્દી આર્ટિકલનું ભાષાંતર છે.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!