દુનિયાની આ જગ્યાઓ પર મહિલાઓ ની એન્ટ્રી પર પ્રતિબંધ છે – કારણ વાંચીને ચોંકી જશો

‘વિશ્વ મહિલા દિવસ’ આવે એટલે લોકો ભરીભરીને નારીશક્તિની પ્રશંસા કરે છે, એમની સિધ્ધીઓને સલામ કરે છે, સુભાષિતોના મારા ચલાવે છે અને બીજે દિ’થી ધંધે વળગે છે! એક દિવસ પુરતા તો મહિલાઓને સમાન અધિકાર અપાવવાની વાતો ચાલે છે અને કસોટીથી ખરી ઉતરેલી મહિલાઓના દાખલા આપવામાં આવે છે પણ પરીસ્થિતી બધે જ સમાન નથી હોતી.

તમને કદાચ ખ્યાલ પણ નહીં હોય કે, દુનિયામાં કેટલીક એવી પણ ફેમસ જગ્યાઓ આવેલી છે જ્યાં મહિલાઓના જવા પર પ્રતિબંધ છે! શા માટે? સમાનતાના હકોના વાયદા અહીં ક્યાં જાય છે? અને સૌથી અગત્યનો સવાલ – એવી કઇ જગ્યાઓ છે?

આ બધાં જ સવાલોના જવાબ એકદમ રસપ્રદ છે. અને એ માટે જ આજે આ ટોપિક પર ચર્ચા કરવાની છે. ચાલો જાણીએ :

દુનિયામાં આવેલી અમુક જગ્યાઓ જ્યાં મહિલાઓ માટે ‘નો એન્ટ્રી’ છે. જે-તે પ્લેસની વાત છે તે બહુ પ્રખ્યાત પણ છે. પણ શા માટે મહિલાઓ માટે પ્રતિબંધિત છે તેની પાછળ તેના પોતાના કેટલાક કારણો છે. હવે તે વ્યાજબી છે કે નહી એ તો તમે જ નક્કી કરજો. નીચે આપેલ છે જે-તે પ્રખ્યાત સ્થળોની યાદી.

આ જગ્યાઓ પર મહિલાઓ માટે નો એન્ટ્રી :

અધ્યાપન મંદિર (કેરળ) –

કેરળમાં આવેલ આ એક પ્રસિધ્ધ હિન્દુ મંદિર છે. મંદિરના કાયદા મુજબ અહીં ૬ વર્ષથી લઇને ૬૦ વર્ષ સુધીની મહિલાઓના આવવા પર પ્રતિબંધ છે. ૬૦ વર્ષથી વધારે ઉંમરની મહિલાઓ માટે કોઇ પ્રતિબંધ છે નહી.

માઉન્ટ ઓમિની (જાપાન) –

આ મોનેસ્ટ્રી લગભગ ૧૩૦૦ વર્ષથી જાપાનમાં સ્થિત છે. અહીં કેટલાંક ધાર્મિક કારણોને લીધે મહિલાઓને આવવા પર પ્રતિબંધ છે.

માઉન્ટ એથોસ (ગ્રીક) –

ગ્રીક સ્થિત આ મોનેસ્ટ્રીમાં મહિલાઓના આવવા પર પ્રતિબંધ છે. આની પાછળ કારણ એવું આપવામાં આવે છે કે, અહીં કાયમ બુધ્ધિશાળી મોન્ક અભ્યાસ કરી રહ્યાં હોય છે. આથી તેમના અધ્યયન કાર્યમાં ખલેલ ના પડે તે માટે અહીં સ્ત્રીઓ માટે નો એન્ટ્રી છે.

સોકર સ્ટેડિયમ (ઇરાન) –

ઇરાનના આ પ્રસિધ્ધ સોકર સ્ટેડિયમમાં સ્ત્રીઓનો પ્રવેશ વર્જિત છે. કોઇપણ મહિલા અહીં એન્ટ્રી લઇ શકતી નથી.

બર્નિંગ ટ્રી ક્લબ (અમેરીકા) –

અમેરીકાના આ પ્લેસ માત્રને માત્ર રાજકારણીઓ અને ન્યાયાધીશો માટે બનાવેલી છે, જેથી અહીં માત્ર તે જ લોકો આવી શકે છે. મહિલાઓને પ્રવેશવાની મનાઇ છે.

દોસ્તો, લાગી ને થોડી હટકે જાણકારી?! બસ આવી જ અવનવી વાતો જાણવા લાઇક કરો અમારું પેજ અને હાં, આ પોસ્ટ પણ મિત્રો સાથે શેર કરજો. ધન્યવાદ!

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!