ક્લીન બોલ્ડ
ઇઝરાયેલ ની મહિલા આર્મી જોઇને હેરાન ના થઇ જતા – ફોટા જોઇને લાગશે કોઈ હોલીવુડ છે

ઇઝરાયેલ ની મહિલા આર્મી જોઇને હેરાન ના થઇ જતા – ફોટા જોઇને લાગશે કોઈ હોલીવુડ છે

સતત અવગણાતા રહેતાં યહુદીઓને દુનિયાના અનેક હિસ્સાઓમાં ભાટકી-ભાટકીને બીજા વિશ્વયુધ્ધને અંતે પોતીકું એક રણમધ્યે નાનકડું રાષ્ટ્ર મળ્યું. અફાટ રણપ્રદેશ, ચારેતરફ લાગ મળતાંવેંત હડપન વૃત્તિ ધરાવનાર ઇજિપ્ત, જોર્ડન, પેલેસ્ટાઇન જેવા આરબ રાષ્ટ્રો વચ્ચે ઇઝરાયેલ ઉગ્યું ત્યારે કોઇએ કલ્પના નહી કરી હોય કે, આ હિબ્રૂભાષીઓ એક દિવસ દુનિયાને વિચારતા તમ્મર આવે એવી તરક્કી કરવાના છે.

આજે ઇઝરાયેલ એક શક્તિમાન રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યું છે. અર્થવ્યવસ્થા વિજ્ઞાન અને કૃષિના સમન્વયથી સતત હરણફાર ભરતી રહી છે. ચારેબાજુ દુશ્મનોથી ઘેરાયેલા કટકા સામે જોવાની હવે કોઇ આરબ રાષ્ટ્ર હિંમત રાખી શકતાં નથી. વખતોવખત ઇઝરાયલ દુશ્મન દેશોને પોતની અદ્યતન વોર ટેક્નીક, બેજોડ ખુફિયા એજન્સી મોસાદના અફતાલૂન કાવતરાં અને હિર ઝળકતી સુપર ટેલેન્ટેડ આર્મીથી તે સતત આરબ રાષ્ટ્રોને ડારવા સક્ષમ બન્યું છે.

ઇઝરાયેલી મિલીટ્રી પણ આધુનિકતા સેવીને મહિલાઓને પણ ડ્યુટી પર રાખે છે. પરીણામે પુરુષોની સાથે ઇઝરાયેલી સૈન્યમાં મહિલાઓનો પણ દબદબો છે. આ વુમન વોરફાઇટરો દેખાવમાં બેહદ ખુબસુરત લાગે છે તો યુધ્ધની સ્થિતીમાં એટલી જ ખતરનાક ભાસે છે. કહેવાય છે કે, મોટાં મોટાં આતંકવાદી સંગઠનો પણ ઇઝરાયેલી લેડી આર્મીથી થરથર થરર થરર..!

આજે અમે ઇઝરાયેલી સેનાની મહિલા સૈનિકોની એવી જ કેટલીક બેહદ ખુબસુરત તસ્વીરો બતાવી રહ્યાં છીએ. ખુબસુરતી સાથે સમય આવ્યે ધારી શકાતી ખતરનાકતા જોઇને તમે કહી શકશો કે, ઇઝરાયેલી મહિલાઓ પુરુષોને ઠોકર મારે તેવી છે..!

ઇઝરાયલે ક્યારેય સુરક્ષા બળમાં બાંધછોડ નથી કરી. એ જ પરીણામ છે કે, અત્યારે ઇઝરાયેલી આર્મીનો સામનો કરવો સુપરપાવર કન્ટ્રી માટે પણ લોઢાના ચણા ચાવવા બરાબર છે. ભારતે બાંધછોડ કરી છે! ઇઝરાયેલના રાષ્ટ્ર કાનૂન મુજબ, અહીં પ્રત્યેક ઘરમાંથી એક સભ્યને આર્મી જોઇન કરવી પડે છે. પછી એ નેતાન્યાહૂનો દિકરો જ કેમ ન હોય!

મહિલાઓ માટે ૧૮ વર્ષની ઉંમરમાં ઓછામાં ઓછા બે વર્ષ ફરજીયાતપણે આર્મીની ટ્રેનિંગ લેવી પડે છે. બાદમાં ઘણી યુવતીઓ કાયમ માટે પણ આર્મી જોઇન કરી લે છે. તેમના માટે આ ખુશનસીબી હોય છે.

એટલું જ નહી, ઇઝરાયેલની ખુફિયા એજન્સી મોસાદમાં પણ લગભગ ૪૦% જેટલી મહિલાઓ હોય છે. મોસાદના એજન્ટ તરીકે એનામાં ખુબસુરતી અને કાબેલિયત મોજૂદ હોય છે. પછી તો શું? મોટા મોટા માથાંઓને એ પલભરમાં ભટકાવી દે છે! મહિલા સોલ્જરોને ઘણી પરફેક્ટ ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે.

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી આ લેડી ઘણીવાર મસ્તીભર્યાં મૂડમાં પોતાના ખુબસુરત પોઝ નેટ પર મુકતી હોય છે. જે ક્ષણિક માત્રામાં વાઇરલ પણ થાય છે. જનો એમની ખુબસુરતી જોતાં કાયલ થઇ જાય છે. અહીં એવી જ કેટલીક ઇઝરાયેલી આર્મી વુમનની તસ્વીરો પ્રસ્તુત કરેલી છે. તમે જ જોઇને નક્કી કરી શકશો.

ઉલ્લેખનીય છે કે, પાછલાં વર્ષોમાં ભારતમાં પણ લશ્કરની વિવિધ પાંખમાં મહિલાઓનું પ્રસરણ વધ્યું છે. આગળ જતાં ભારત પણ ઇઝરાયેલ જેમ હરેક સૈન્યના હરેક વિભાગમાં આયર્ન લેડીઝ ધરાવતો થાય એ બાબતથી મોટું નારીશક્તિનું ઉદાહરણ બીજું ક્યું હોય શકે?

આર્ટીકલ નોલેજસભર લાગ્યો હોય તો આપનો મિત્રો સાથે પણ શેર કરજો. ધન્યવાદ!

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

તાજા લેખો

અમિતાભની લાડલી શ્વેતાની ગ્લેમરસ લાઈફ સ્ટાઈલ જોઇને તમારી આંખો પર વિશ્વાસ નહિ થાય

અમિતાભની લાડલી શ્વેતાની ગ્લેમરસ લાઈફ સ્ટાઈલ જોઇને તમારી આંખો પર વિશ્વાસ નહિ થાય

કોરોના લોકડાઉનમાં અક્ષયકુમાર પત્નીને લઈને હોસ્પિટલ પહોંચો – કારણ વાંચવા જેવું છે

કોરોના લોકડાઉનમાં અક્ષયકુમાર પત્નીને લઈને હોસ્પિટલ પહોંચો – કારણ વાંચવા જેવું છે

પ્રિયંકા અને નીક જોનાસે ભારત બહાર બેઠા બેઠા આવડી મોટી રકમ PM Cares માં જમા કરાવી

પ્રિયંકા અને નીક જોનાસે ભારત બહાર બેઠા બેઠા આવડી મોટી રકમ PM Cares માં જમા કરાવી

Read Gujarati Leading News Papers Online During Lock Out Due To COVID-19

પ્રકૃતિપ્રેમીઓ અને પર્યટકોના આકર્ષણ સમા ગુજરાતના પોલો જંગલોમાં આ ટીમ ગઈ અને પછી…..

પ્રકૃતિપ્રેમીઓ અને પર્યટકોના આકર્ષણ સમા ગુજરાતના પોલો જંગલોમાં આ ટીમ ગઈ અને પછી…..

કાજલ ઓઝા વૈદ્યે, અશ્વિન સામે બદનક્ષીનો દાવો માંડ્યો – અશ્વિને ફેસબુક પર આવું લખેલું

કાજલ ઓઝા વૈદ્યે, અશ્વિન સામે બદનક્ષીનો દાવો માંડ્યો – અશ્વિને ફેસબુક પર આવું લખેલું

આ ક્યુટ છોકરીના મોટા ફેન બની ગયા લદ્દાખનાં બીજેપી સાંસદ – વિડીયો શેર કરીને કહ્યું આ છોકરી…

આ ક્યુટ છોકરીના મોટા ફેન બની ગયા લદ્દાખનાં બીજેપી સાંસદ – વિડીયો શેર કરીને કહ્યું આ છોકરી…

error: Content is protected !!