પ્રવાસ
જાણી લો આ દેશો વિષે – જ્યાં આપણો રૂપિયો આપશો તો ૩૫૦ રૂ. વાપરવા મળશે

જાણી લો આ દેશો વિષે – જ્યાં આપણો રૂપિયો આપશો તો ૩૫૦ રૂ. વાપરવા મળશે

એક રૂપિયા બરાબર ૬૦ અપ ડોલરનો રેશિયો આજે પાંચ વર્ષના બાળકથી માંડીને બધાને ખબર છે. ડોલરની સરખામણીએ આજે રૂપિયાનું સ્તર ઘણું ગગડ્યું છે. અંગ્રેજોની ચુંગાલમાંથી ભારત આઝાદ થયું એ વખતે ૧ ડોલર અને ૧ રૂપિયાની કિંમત બરાબર હતી. પરંતુ, આજે અનેક જવાબદાર પરીબળોને કારણે અર્થતંત્રની પરીક્ષામાં રૂપિયો ડોલરની સરખામણીએ ઘણો રેન્ક મેળવી રહ્યો છે.

આ જ ધરખમ ફેરફારને કારણે ભારતીયો વિદેશમાં જતાં અચકાય છે. કારણ કે, આપણી જાણકારી મુજબ રૂપિયાનું તો યુરોપીયન દેશોમાં આવે પણ શું? વાત સત્ય છે. પણ આપ કદાચ એ બાબતથી અજાણ હશો કે, રૂપિયો અમુક દેશોના ચલણ સામે ભીમકાય સાબિત થયો છે..! મતલબ કે, અમુક દેશો એવા પણ છે જ્યાં આપણા એક રૂપિયાની કિંમત ઘણી જ વધારે આંકવામાં આવે છે.

આજે અમે જણાવી રહ્યાં છીએ એવા ખુબસુરત દેશો વિશે જ્યાં રૂપિયો ખરેખર તમને અમીર હોવાનો અહેસાસ કરાવી શકશે. તો જાણી જ લઈએ નીચે જણાવેલા ૧૪ દેશો વિશે :

(1) ઇન્ડોનેશિયા –

૧ ભારતીય રૂપિયો = ૨૦૭.૭૮ ઇન્ડોનેશિયન રૂપિયા

આ ઉષ્ણકટિબંધીય દેશ દ્વિપો અને શાંત-સ્વચ્છ સમુદ્રજલ માટે જાણીતો છે. અહીં ઘણાં ભારતીય પુરાતન મંદિરોના ભવ્ય અવશેષો પણ છે. ઉલ્લેખનીય છે કે, ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે સબંધો પણ સારા પ્રમાણમાં વિકસ્યાં છે. જેની ફલશ્રુતિ રૂપે ઇન્ડોનેશિયામાં ઇન્ડિયનો માટે મફત વિઝાની સુવિધા ઉપલબ્ધ છે. ફરવા માટે વધારે પડતો ખર્ચો ના કરવો પડે તે લક્ષ્યે ઇન્ડોનેશિયા બેસ્ટ છે.

(2) વિયેતનામ –

૧ ભારતીય રૂપિયો = ૩૫૫.૦૪ વિયેતનામી ડોંગ

ચીનની માઓવાદી શૃંગાલથી અલગ પડીને વિયેતનામે ઘણી પ્રગતિ સાધી છે. અહીંની સંસ્કૃતિ એકદમ અલગ છે. બૌધ્ધ પેગોડા, વિયેતનામી વાનગીભોજનો અને નદીઓના પ્રાકૃતિક સૌઁદર્ય માટે વિયેતનામ જાણીતું છે. ફ્રેન્ચ આર્ટીકેક્ટ અને યુધ્ધ મ્યુઝિયમો પણ અહીંના આકર્ષણનું કેન્દ્ર છે. પ્રવાસખર્ચ પરવડે એવો છે.

(3) કમ્બોડિયા

૧ ભારતીય રૂપિયો = ૬૩.૨૩ કંબોડિયન રિયાલ

વિશ્વના સૌથી વિશાળ મંદિર અંગકોર વાટ માટે કમ્બોડિયા જાણીતું છે. ભારતીય નાગરિકો ઉપરનો રેશિયો જોતાં અહીં વધારે પડતો પૈસાનો બોજો અનુભવ્યાં વગર ફરી શકે છે. અહીંના ભવ્ય પેલેસો, રાષ્ટ્રીય મ્યુઝીયમો અને પુરાતત્ત્વીય ખંડેરો ખરેખર જોવાલાયક છે. કમ્બોડિયા પશ્વિમી દેશોના પર્યટકોમાં ક્યારનું લોકપ્રિય છે જ, હવે ભારતીય નાગરિકો પણ તેના તરફ આકર્ષાયા છે.

(4) શ્રીલંકા –

૧ ભારતીય રૂપિયો = ૨.૩૯ શ્રીલંકન રૂપિયા

નયનરમ્ય પહાડીઓ, નદીઓ, વનો અને સ્મારકોને લઇને શ્રીલંકા ભારતીય પર્યટકો માટે હંમેશા ગરમીના વેકેશન માટેનું પ્રિય સ્થળ રહ્યું છે. ભારતથી નજીવે અંતરે હોવાને લઇને ઉડ્ડયન ચાર્જ પણ ઓછો ભોગવવો પડે છે.

(5) નેપાળ –

૧ ભારતીય રૂપિયો = ૧.૬૦ નેપાળી રૂપિયા

શેરપાઓની ભુમિ કહેવાતા નેપાળની સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ જ છે એમ કહેવામાં કંઈ ખોટું નથી. અહીઁ હિન્દુ અને બૌધ્ધ ધર્મના પ્રસિધ્ધ ચિતહર સ્થાનો આવેલા છે. વળી, માઉન્ટ એવરેસ્ટ સહિતની સાત ઉંચી હિમાલય કંદરાઓ પણ નેપાળમાં આવેલી છે. અને આ વધારામાં : નેપાળમાં જવા માટે ભારતીયોએ વિઝાની આવશ્યકતા હોતી નથી!

(6) આઇસલેન્ડ –

૧ ભારતીય રૂપિયો = ૧.૬૫ આઇસલેન્ડીક ક્રોના

નામ પ્રમાણે દ્વીપ પર વસેલ આ દેશ વિશ્વભરમાં પ્રકૃતિએ કરેલી સૌથી સુંદર કરામતો પૈકી એક છે. ઠંડી ખુશનુમા મોસમ અહીંની ઓળખ છે. ભૂરાં લેગૂન, ઝરણાં, નયનરમ્ય ગ્લેશિયર અને કાળી રેતીના કિનારાવાળો સિંધુરાજનો જબરદસ્ત માહોલ..! અમે તો કઈએ છીએ કે, આંટો મારી જ આવો તમતમારે..!

(7) હંગેરી –

૧ ભારતીય રૂપિયો = ૩.૯૯ હંગેરીયન ફોરિંટ

હંગેરી મુખ્યત્ત્વે રોમનો અને તુર્કોની સંસ્કૃતિથી પ્રભાવિત નયનરમ્ય સ્થાપત્યો ધરાવે છે. અહીંનું આર્કિટેક્ટ ઘણું વિખ્યાત છે. જોવાલાયક છે અહીંના પાર્કો અને મહેલો. વધારામાં : હંગેરીની રાજધાની બુડાપેસ્ટ દુનિયાના સૌથી રોમાન્ટીક (પ્રણયઘેલા) શહેરમાંની એક છે.

(8) જાપાન –

૧ ભારતીય રૂપિયો = ૧.૭૦ જાપાની યેન

કેમ? ઝટકો લાગ્યો? પણ ઉપરનો રેશિયો સત્ય છે. બીજા વિશ્વયુધ્ધના કરૂણ અંજામ પછી જાપાને આંખે દેખ્યે પતીજ ના થાય એટલી વિશાળ માત્રામાં પ્રગતિ કરી છે. વર્ષો પુરાણી બૌધ્ધ સંસ્કૃતિ અને દુનિયાને હેરતમાં ધરબી દેતી બેજોડ તક્નીકી જાપાનની ઓળખ છે. અહીંના ધાર્મિક સ્થળો તથા રાષ્ટ્રીય ઉદ્યાનો જોવા જેવા છે. સુશી અને ચેરીના ફૂલ પણ નિહાળવા જેવાં છે.

(9) પેરૂગ્વે –

૧ ભારતીય રૂપિયો = ૮૮.૪૮ પેરૂગ્વીયન ગુઆરાની

દક્ષિણ અમેરીકામાં સ્થિત પેરૂગ્વેનું નામ આપણે ફૂટબોલ સાથે સંકળાયેલ હોઈ જાણીએ છીએ. (વાચકો કદાચ એન્ડીઝની પહાડીઓમાં તૂટી પડેલા પેરૂગ્વેની ફૂટબોલ ટીમના પ્લેનની ઘટના વિશે વિજયગુપ્ત મૌર્યે લખેલી અદ્ભુત બુક ‘જીંદગી જીંદગી’ને લઇને પણ પેરૂગ્વેનું નામ જાણતા હોય!) અલબત્ત, આર્જેન્ટીના અને બ્રાઝિલની સરખામણીમાં પેરૂગ્વેને ભારતીયો પર્યટન માટે ખાસ પસંદ નથી કરતાં. છતાં, પેરૂગ્વેમાં પ્રકૃતિ અને ભૌતિકતાનું મિશ્રણ ખરે જ નિહાળવા લાયક છે.

(10) મંગોલિયા –

૧ ભારતીય રૂપિયો = ૩૧.૮૪ મંગોલિયન તુગરિક

એકાંત, પ્રકૃતિ અને વિશિષ્ટ ભોમિયા પ્રકારની જીવનશૈલીનો આનંદ લેવો હોય તો મંગોલિયા જોવું રહ્યું. એશિયામાં ધાક પ્રસરાવનાર ચંગીઝખાન મંગોલિયાનો જ હતો. ભૂરાં આકાશની ધરતી તરીકે મંગોલિયા નિર્સંગને ખોળે ઘુમવાનો અદ્ભુત આનંદ આપે છે. કુદરતને ખોળે એકાંતનો આનંદ માણવો હોય તો મંગોલિયા નિર્વિવાદ બેસ્ટ છે.

(11) કોસ્ટા રિકા –

૧ ભારતીય રૂપિયો = ૯.૦૩ કોસ્ટા રિકન કોલોન

ઉષ્ણકટિબંધીય હવામાન ધરાવતો મધ્ય અમેરિકી દેશ. જ્વાળામુખીઓ, પહાડો, વનો, વન્યજીવો અને સમુદ્ર તટની અદ્ભુત નયનરમ્યતાની લભ્યતા પ્રાપ્ત કરવી હોય તો કોસ્ટા રિકા ગમન કરવું રહ્યું.

(12) પાકિસ્તાન –

૧ ભારતીય રૂપિયો = ૧.૬૫ પાકિસ્તાની રૂપિયા

નામ તો સુના હી હોગા…! રૂપિયાની હારે કંઇ વધારે લાગે વળગે નહી, એ તો નકલકામ ચાલતું હોય ને ભ’ઈ..! પણ હમણાંકથી આ નોટું બદલાય એટલે મોટી નટ્સને ‘હલવાણી’ થઈ હશે! બાય ધ વે, પાકિસ્તાન આખરે તો આર્યાવર્તનો જ હિસ્સો હતો આથી અહીં તક્ષશિલાના ખંડેરો, ધરમખ ઉભેલા કિલ્લાઓ, હિંગળાજ માતાનું મંદિર વગેરે સ્થળો જોવાલાયક છે જ. કરાંચી, લાહોર અને સ્વાત જીલ્લામાં કેટલાક દર્શનીય સ્થળ આવેલાં છે.

(13) ચિલી –

૧ ભારતીય રૂપિયો = ૯.૬૪ ચિલી પેસો

ચિલીમાં ટ્રેકિંગ અને જંગલોમાં વિહારનો આનંદ એક યાદગાર અનુભવ બની શકે છે. હરિયાળા ખેતરો, નદીઓ, ઘાટી વગેરે આકર્ષણો ઉપરાંત અહીં ઘણાં સક્રીય જ્વાળામુખીઓના પણ દર્શન થઈ શકે છે. લેક જીલ્લો ચિલીની પ્રસિધ્ધ જગ્યાઓમાંનો એક છે. અહીંની પર્વત શૃંખલાઓ ખરે જ દર્શનીય છે.

(14) દક્ષિણ કોરીયા –

૧ ભારતીય રૂપિયો = ૧૭.૬૫ દક્ષિણ કોરીયન વોન

ઉત્તર કોરીયા જતાં ભલે બધાને અંદરથી મુંઝારો અનુભવાતો હોય પણ દક્ષિણ કોરીયા એનાથી તદ્દન વિપરીત નયનરમ્ય પ્રકૃતિ, ચેરીના લચી પડતાં તરુવરો અને બૌધ્ધ મંદિરોના શાંતિપ્રિય વાતાવરણથી પ્રવાસીઓના-પર્યટકોના મન મોહી લેતો દેશ છે. ઉષ્ણકટિબંધીય ટાપીઓ અને હાઇ-ટેક સિટીઓ માટે પણ આ દેશ જાણીતો છે.

તો ઉપરનું લિસ્ટ જોયું ને? તમતમારે ફરી આવો હવે…..તમારા ખર્ચે! અને હાં, પોસ્ટ મિત્રોને-સબંધીઓને પણ શેર કરજો. કો’ક યાદી જોઈને જશે તો પૂણ્ય તમને મળશે. ધન્યવાદ!

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

તાજા લેખો

રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

પુત્ર-પ્રાપ્તિ માટે શું કરવું જોઈએ – ક્લિક કરીને વાંચો સ્યોર સ્ટેપ ઇન્ફોર્મેશન

પુત્ર-પ્રાપ્તિ માટે શું કરવું જોઈએ – ક્લિક કરીને વાંચો સ્યોર સ્ટેપ ઇન્ફોર્મેશન

આ મંદિરમાં સ્વયંભુ પ્રગટ થયેલી ભગવાનની મૂર્તિ – મંદિર વિષે ના જાણેલી અમુક વાતો ક્લિક કરી વાંચો

આ મંદિરમાં સ્વયંભુ પ્રગટ થયેલી ભગવાનની મૂર્તિ – મંદિર વિષે ના જાણેલી અમુક વાતો ક્લિક કરી વાંચો

કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

તમારી જન્મતારીખ કહેશે કે તમારા લવ મેરેજ થશે કે અરેન્જ મેરેજ?

તમારી જન્મતારીખ કહેશે કે તમારા લવ મેરેજ થશે કે અરેન્જ મેરેજ?

આ છે ભારતના 5 સૌથી મોટા શોપીંગ મોલ, જ્યાં સેલિબ્રિટીઝ ખરીદી કરવા માટે આવે છે

આ છે ભારતના 5 સૌથી મોટા શોપીંગ મોલ, જ્યાં સેલિબ્રિટીઝ ખરીદી કરવા માટે આવે છે

error: Content is protected !!