શું કારણ છે કે પાકિસ્તાની સંસદમાં આ રીતે ગદા રાખવી પડે છે – કારણ જાણી ચોંકતા નહિ

દુનિયામાં એવા ઘણાં કિસ્સા બનતા રહે છે જેને સાંભળીને આપણને આશ્વર્ય પણ થાય અને પેટ દુખે એટલું હસવું પણ આવે. અજીબોગરીબ દુનિયાની વાતો પણ ગરીબોઅજીબ! વાતડિયું વગતાડિયું, જણજણ જુજવ્યું..! એમાંયે હવે તો સોશિયલ મીડિયા આવ્યું એટલે દુનિયાના બધે જ ખૂણેથી નવીનવી નોટો ભેગી થાય છે. ખબર નહી અમુક વાતો તો લોકો ક્યાંથી કાઢી આવે છે!

હમણાં જ સોશિયલ મીડિયા પર અમુક તસ્વીરો વાઇરલ થયેલી જેમાં કોર્ટમાં જજના ટેબલ પર ગદા રાખેલી જોવા મળેલી. આશ્વર્યની વાત તો એ છે કે, આ કોર્ટ ભારતની નહી પણ હકુમત-એ-પાકિસ્તાનની છે..! કેમ હકાબકા રહી ગયાંને બકા! કહેવાય છે કે, પાકિસ્તાનની મોટાભાગની અદાલતોમાં જજની બેઠક સામે ગદા રાખવામાં આવે છે.

આ સાંભળીને ભારતીય તરીકે તમે ગદગદ થઇ જશો કે, અહા! આપણી સંસ્કૃતિની પૂજા પાકિસ્તાનમાં..!? પણ વાત થોડી અલગ છે દોસ્તો. ખરેખર આપણે વિચારીએ એવું નથી. જેવું દેખાય એવું ઘણીવાર હોતું નથી એમ જ આ મામલામાં પણ છે.

પણ આખરે જાણી તો લો કે શા માટે પાકિસ્તાની કોર્ટોમાં રાખવામાં આવે છે હનુમાનજીની ગદા? આખરે સત્ય શું છે આની પાછળનું? તો ચાલો જાણી લો આ માયાજાળની માયા :

પાકિસ્તાની સંસદમાં શા માટે રાખવામાં આવે છે ગદા? –

અહીઁ દર્શાવેલી તસ્વીરોમાં તમે સાફ જોઇ શકશો કે, પાકિસ્તાની સંસદભવનના ચેરપર્સનના ટેબલ પર ગદા રાખવામાં આવેલી છે. તમને થશે કે, હક્કીકત શું છે? જાણી લો કે, આ હક્કીકત છે અને એકદમ સત્ય વાત છે. હિન્દુ ધર્મ અનુસાર ગદા ધારણ કરવા માટે ક્રોધ, લાલચ, અહંકાર, વાસના જેવા દરેક પ્રકારના અનિષ્ટ ભાવો પર નિયંત્રણ હોવું જરૂરી છે. ગદાને હિન્દુ શાસ્ત્રો મુજબ પરમ પવિત્ર માનવામાં આવે છે. ગદા એટલે માત્ર હથિયાર નહી, સંપ્રભુતા સંપન્નતા દર્શાવે છે મનુષ્યની. વળી, મનુષ્યની શાસન કરવાની શક્તિ પણ આ બાબત પરથી નક્કી થાય છે.

મિત્રો! વાત એકદમ ખાસ છે કે, ગદા માત્ર પાકિસ્તાનમાં જ નહી દુનિયાના મોટા ભાગના રાષ્ટ્રોની વિધાનસભામાં રાખવામાં આવે છે. એકરીતે જોતાં હનુમાનજી સિવાય તો આના માટે કોઇ યોગ્ય ધારક હોય જ ના શકે પણ એ વાત દર્શાવે છે કે, ગદા રાખવાનો અર્થ છે મનની દરેક ઇન્દ્રિયો પર સંયમ. અલગ-અલગ રાષ્ટ્રોમાં ગદાનું સ્વરૂપ અલગ-અલગ હોય શકે. બ્રિટન આધિન રહી ચુકેલ કોમનવેલ્થ રાષ્ટ્રોની ધારાસભાઓમાં ગદા જોવા મળે છે. મનુષ્યની શાસન શક્તિ અને શાસનાધિકારની સાબિતી છે ગદા.

ઉલ્લેખનીય છે કે, આઝાદી પહેલાં ઇન્ડિયન પાર્લામેન્ટમાં પણ ગદા રાખવામાં આવતી પણ એ બાદમાં સિલસિલો ખતમ થયો. અલબત્ત, આજે પણ દેશની અમુક ધારાસભાઓમાં અલગ-અલગ સ્વરૂપે ગદા રાખવામાં આવે જ છે. હિન્દુ ધર્મમાં દેવી-દેવતાઓની પૂજાની સાથોસાથ એમના શસ્ત્ર-અસ્ત્રની પણ પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે, હનુમાનજીને ગદા અત્યંત પ્રિય હતી.

આશા છે કે, થોડી હટકે કહી શકાય એવી માહિતીયુક્ત આ લેખ તમને જરૂરથી ગમશે. વિનંતી કે, આર્ટીકલની લીંક આપના મિત્રોને પણ શેર કરજો. ધન્યવાદ!

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!