ટોક ટાઈમ
૮ ફેઈલ આ છોકરા પાસે આજે મુકેશ અંબાણી પણ સલાહ લેતા હોય છે – આ છે અસલી કારણ

૮ ફેઈલ આ છોકરા પાસે આજે મુકેશ અંબાણી પણ સલાહ લેતા હોય છે – આ છે અસલી કારણ

હરેક માતા-પિતાની ઇચ્છા હોય છે કે, પોતાનો દિકરો ભણીગણીને આગળ વધીને દુનિયામાં નામચું કાઢે. માં-બાપનો તો પુરો હક્ક છે જ સપના જોવાનો, કેમ કે, જેણે પેટે પાટા બાંધીને સંતાનોને ભણાવ્યાં હોય એમને ખબર જ હોય કે કેટલાં વીસુંની સો થાય!

અલબત્ત, દુનિયાના હરેક માં-બાપનું સંતાન તેમની મહેચ્છાઓ પૂર્ણ કરવામાં સક્ષમ બને, કામિયાબ નીવડે એ પણ શક્ય નથી! રાસ્ત છે કે, અમુક માં-બાપના છોકરાઓ એમની ઇચ્છા પ્રમાણે સિધ્ધીઓ હાંસલ ના પણ કરી શકે. અલબત્ત, તેનો અર્થ એવો નથી જ કે હવે તે કશું ઉકાળી શકવાનો નથી! સ્કુલમાં ભણતો ઠોઠ નિશાળીયો પણ આગળ વધીને દુનિયાને ચોંકાવી દે છે એવા દાખલા ક્યાં ઓછા છે?!

આજે આ ટોપિક પર એકદમ હટકે વાત કરવાની છે. વાત છે મુંબઇમાં રહેનાર એક છોકરાની, જેણે ભણવામાં તો ખાસ કશું ન ઉકાળ્યું પણ તે છતાં આજે તેના માં-બાપ ગર્વથી શિર ઉચ્ચ રાખીને ફરી શકે છે!

૮મું ફેલ છોકરો બની ગયો કરોડપતિ –

હાં, આજે આઠમાં ધોરણમાં ફેંકાય ગયેલ આ છોકરો કરોડપતિ છે. આજે આ છોકરાની ક્લાયન્ટ મોટી-મોટી કંપનીઓ છે. ભણવામાં બહુ ઉકાળી ન શકવા છતાં આજે ૨૩ વર્ષની ઉંમરે આ યુવકે એક અલગ જ મંઝીલ હાંસલ કરી લીધી છે. યુવકનું નામ છે – ત્રિશનીત અરોરા.

મુંબઇ નિવાસી આ છોકરાનું મન પહેલેથી જ ભણવામાં તો જાણે હતું જ નહી. આને લીધે તેનો પરીવાર હેરાન રહેતો હતો. પણ આજે ત્રિશનીત ઇથિકલ હેકર છે. હેકિંગને લઇને ત્રિશનીતે કરેલા કામથી મળેલો બધો પૈસો તેણે પોતાની કંપની ઉભી કરવામાં લગાડી દીધો. અને આમ કરતાં એણે ‘ટેક સિક્યોરિટી’ નામક પોતાની કંપની ખોલી નાખી. આજે ટેક સિક્યોરિટી ભારતના ખૂણે-ખૂણે ફેલાઇ ચુકી છે.

મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ પણ આજે તેની કલાયન્ટ છે. એ ઉપરાંત આ કંપની મોટા સરકારી અધિકારીઓની ઓફિસો માટે પણ કામ કરે છે. સાયબર સિક્યુરિટી આપવાનું કામ કરતી કંપનીને લઇ ત્રિશનીત આજે બિઝનેસમેન બની ગયો છે. તેમણે ‘હેકિંગ ટોક વીથ ત્રિશનીત અરોરા’ નામક પુસ્તક પણ લખ્યું છે.

રિલાયન્સને પણ આપે છે સિક્યુરિટી સેવા –

ભણવામાં ત્રિશનીતનું મન ભલે જ નહોતું પણ કોમ્પ્યુટરમાં તેમને ગજબનો રસ હતો. માની લો કે, તે કોમ્પ્યુટર માટે જ બન્યો હતો. સતત તે નાનપણથી પિતાનું કોમ્પ્યુટર લઇને બેસી રહેતો. તેના પિતા આથી રોજ કોમ્પ્યુટર ઓપન કરવાને અવનવા પાસવર્ડ રાખતા, પણ ત્રિશનીત રોજ તે પાસવર્ડ બ્રેક કરી નાખતો! પછી તેમના પિતાને પણ લાગ્યું કે, આની કારકિર્દી અલબત્તા કોમ્પ્યુટરમાં જ બનવાની છે, આથી તેમણે નવું પીસી પણ લાવી આપ્યું.

આજે રિલાયન્સ જેવી કંપનીઓને સેવા પુરી પાડતી સિક્યુરિટી સિસ્ટમનો તે માલિક છે. ત્રિશનીત અરોરાની વાત સુચવે છે કે, જે ફિલ્ડમાં તમને રસ હોય તેમાં લાખ અડચણ છતાં અડ્યાં રહો, પછી જુઓ કમાલ!

દોસ્તો, રસપ્રદ અને વળી પ્રેરણાત્મક આર્ટીકલ ઉપયોગી લાગ્યો હોય તો આપના મિત્રો સાથે પણ શેર કરજો. ધન્યવાદ!

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

તાજા લેખો

error: Content is protected !!