ધર્મ તરફ
શા માટે શિવજીની પરીક્રમા અડધી જ કરવામાં આવે છે? – આ છે અસલી કારણ

શા માટે શિવજીની પરીક્રમા અડધી જ કરવામાં આવે છે? – આ છે અસલી કારણ

શ્રાવણ મહિનો હવે તો ચાલ્યો ગયો છે અને તહેવારોની પૂરબહાર મોસમ આવી છે ત્યારે મહાદેવના ભક્તોની ભીડ પણ શિવમંદિર પર જામવા લાગી છે. સોમનાથના પ્રથમ જ્યોતિર્લીંગથી લઈને હરેક ગામના શિવમંદિર સુધી શિવની નિત્ય પૂજા-અર્ચના થાય છે. દૂધ, પંચામૃત, બિલીપત્ર, ગંગાજળથી શિવલીંગનો અભિષેક કરવામાં આવે છે. અને વિવિધ શણગાર યોજી નિયમિત શિવજીની આરતી ઉતારાય છે.

દરરોજ નાના બાળકોથી માંડીને મોટા વડિલો સુધી બધાં જ શિવજીના દર્શને જતાં હશે આ મહિનામાં. અને મંદિરમાં શિવલીંગના દર્શન કરીને ગર્ભગૃહની ફરતે પ્રદક્ષિણા પણ કરતાં હશે. પણ ખરેખર એ બાબત ખાસ ધ્યાન રાખવા જેવી છે. તમને ના ખબર હોય કે તમારા સંતાનોને ના ખ્યાલ હોય તો એ ધ્યાન રાકવાની જરૂર છે કે, શિવજીની આખી પરીક્રમા કદી કરવામાં આવતી નથી!

શા માટે શિવની અડધી જ પરીક્રમા કરવામાં આવે છે? –

શિવલીંગને અભિષેક કરતી વખતે ચડાવાતા ગંગાજળ, ફૂલ, પાણી, દૂધ, પંચામૃત વગેરે દ્રવ્યો શિવલીંગના થાળામાંથી થઈને ગર્ભગૃહની પાછળના/કે ડાબી-જમણી બાજુના ભાગેથી એક પાળી અથવા નાલિકા વાટેથી બહાર જાય છે. જેને ગૌમુખી કે નિમાલ્ય કહેવામાં આવે છે. એ જળ પવિત્ર માનવામાં આવે છે. બહાર લોકો એમાંથી ચરણામૃત પણ લે છે.

શિવ મંદિરમાં ગર્ભગૃહની પ્રદક્ષિણા કરતી વખતે પ્રદક્ષિણા નિમાલ્ય અર્થાત્ ગૌમુખી સુધી જ થવી જોઈએ. એ પછી નિમાલ્યને ટપીને આખી પરિક્રમા કદાપિ થઈ શકે જ નહી. માટે અત્યાર સુધી આ ભૂલ દોહરાવી હોય તો હવે ધ્યાન રાખજો. એની પાછળ એક કથા કંઈક એવી પણ છે કે, એક વખત ગંધર્વ રાજ શિવજીની પૂજા કરીને ગર્ભગૃહની પ્રદક્ષિણા કરી રહ્યાં હતા ત્યારે તેણે નિમાલ્ય પર પગ મૂકી દીધો. આથી શિવ ક્રોધે ભરાયેલા અને એમના શ્રાપથી ગંધર્વની તમામ શક્તિઓ ક્ષીણ થઈ ગયેલી.

હાલ નવી પેઢીના લોકોને ખાસ કરીને આવાં અમુક નિયમોની ખબર નથી હોતી અથવા તો તેઓ માનતા નથી હોતા. હવે માનતા ન હોય કે વિશ્વાસ ના કરતાં હોય તો એ એનો પ્રશ્ન છે પણ કમસેકમ ના જાણતા હોય તેને કહેવાની જરૂર હોય છે. બાકી તો જેવી જેની મરજી! કહેવાય છે કે, ગૌમુખીની વટીને આખી પરિક્રમા કરવી એ શિવજીનો ક્રોધ વહોરવા બરાબર છે.

આર્ટીકલ જાણકારી ભર્યો લાગ્યો હોય તો જરૂરથી આપના મિત્રો સાથે તણ શેર કરજો. મહાદેવ સૌનું ભલું કરે! ધન્યવાદ!

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

તાજા લેખો

રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

ગર્ભ ન રહેતો હોય તો ખાવ આ ચમત્કારી ફળ – નિઃસંતાન દંપતિને સંતાન આપતું ચમત્કારી ફળ

ગર્ભ ન રહેતો હોય તો ખાવ આ ચમત્કારી ફળ – નિઃસંતાન દંપતિને સંતાન આપતું ચમત્કારી ફળ

આ છે બોલીવુડની 8 નણંદ-ભોજાઈની જોડી. સગ્ગી બહેનોની જેમ સાથે રહે છે – તમે કેટલીને ઓળખો?

આ છે બોલીવુડની 8 નણંદ-ભોજાઈની જોડી. સગ્ગી બહેનોની જેમ સાથે રહે છે – તમે કેટલીને ઓળખો?

જયારે આટલી મોટી કાર કંપનીના માલિક હેન્રી ફોર્ડને એક ગાડાખેડુએ આપ્યો આ જવાબ

જયારે આટલી મોટી કાર કંપનીના માલિક હેન્રી ફોર્ડને એક ગાડાખેડુએ આપ્યો આ જવાબ

માતાની આ 5 વાત લગભગ દિકરીઓને પસંદ નથી હોતી – ક્લિક કરી વાંચો કઈ છે વાતો

માતાની આ 5 વાત લગભગ દિકરીઓને પસંદ નથી હોતી – ક્લિક કરી વાંચો કઈ છે વાતો

error: Content is protected !!