માતાની આ 5 વાત લગભગ દિકરીઓને પસંદ નથી હોતી – ક્લિક કરી વાંચો કઈ છે વાતો
મા-દિકરી વચ્ચેનો સંબંધ ખૂબ જ પ્રેમાળ અને અનોખો હોય છે. માતા દિકરીની સૌથી બેસ્ટ સખી-સહેલી ગણાય છે. દિકરી પણ પોતાની દરેક વાત માતા સાથે શેર કરતી હોય છે. જોકે દરેક સંબંધમાં થોડીઘણી તકરાર તો હોય જ છે. મા-દિકરી વચ્ચે પણ ક્યારેક-ક્યારેક આવી બોલાચાલી થઈ જતી હોય છે. ઘણીવાર માતા પોતાની દિકરીને ઠપકો આપતી હોય છે જેથી દિકરી રીસાઈને બેસી જાય છે. પણ દરેક બાળકે એ વસ્તું સમજવી જોઈએ કે વ્યક્તિ એના પર જ ગુસ્સો કરે છે કે જેને તે પ્રેમ કરે છે.
જો માતા કોઈ બાબતે તમને ઠપકો આપે તો એને દિલ પર ન લેવું. કોઈપણ માતા-પિતા પોતાના બાળકનું ખરાબ નથી ઈચ્છતા એટલે દરેક બાળકે સમજવું જોઈએ કે માતા-પિતા જે કહેતા હોય એ સારા માટે જ હોય છે. આજે અમે તમને કેટલીક એવી બાબત જણાવીશું કે જેના કારણે કદાચ માતા ઠપકો પણ આપે તો એને દિલ પર ન લેવું અને ધીરજ રાખવી.
કામ-કાજ બાબતે :
દરેક માતા એવું ઈચ્છતી હોય છે કે એની દિકરી ઘરના દરેક કામમાં પરફેક્ટ હોય. એટલે તેણી પોતાની દિકરીને દરેક કામ શીખવે છે અને સાથે કામ કરવાની સલાહ પણ આપે છે. પણ મોટાભાગે દિકરીઓને આ વાત ગમતી નથી અને પછી બન્ને વચ્ચે દલીલો શરૂ થાય છે.
જલ્દી ઉઠવું :
દરેક માતા-પિતા એવું ઈચ્છતા હોય છે કે એમના બાળકો સવારે ટાઇમસર ઉઠી જાય અને માતાની તો આદત જ હોય છે કે સવાર પડતા જ બાળકોને જગાડવા માંડે. પણ એ સમયે બાળકો ખૂબ જ ઊંઘમાં હોય છે એટલે મગજમારી શરૂ થઈ જાય છે. આ જ કારણે માતા અને દિકરી વચ્ચે સવાર સવારમાં માથાકૂટ થતી હોય છે.
સરખામણી કરવી :
માતા-પિતાની એક આદત હોય છે કે તેઓ પોતાના બાળકોની સરખામણી બીજા બાળકો સાથે કરવા લાગે છે. બીજા સાથે સરખામણી કરવાથી બાળકો ગુસ્સે થાય છે. માતા પણ પોતાની દિકરીની સરખામણી બીજી છોકરીઓ સાથે કરવા લાગે છે જે દિકરીને જરાય પસંદ નથી હોતું. આવી સ્થિતિમાં દલીલો અને વિવાદ શરૂ થઈ જાય છે.
મોબાઈલ ફોન :
આજકાલ તો સોશિયલ મીડિયાનો જમાનો છે. લોકો ફેસબુક અને વ્હોટ્સએપ પર હંમેશા ઓનલાઈન રહે છે. માતાને મોબાઈલ ફોનથી સખત નફરત હોય છે ખાસ કરીને એવા સમયે કે જ્યારે તેણી પોતાના બાળકોને 24 કલાક મોબાઈલમાં ઘુસેલા જોવે છે. બાળકોની આ આદત જોઈને માતા એમને રોકવાનો પ્રયત્ન કરે છે, પણ દિકરીને આ રોક-ટોકથી ગુસ્સો આવવા લાગે છે.
લગ્ન વિશે :
દરેક માતાનું એવું સપનું હોય છે કે પોતાની દિકરીનાં લગ્ન સમયસર થઈ જાય. પણ હાલના જમાનામાં છોકરીઓ ઇન્ડિપેન્ડેન્ટ થઈ ગઈ છે. એમને લગ્નની કોઈ ઉતાવળ નથી. એવામાં આ બાબતે માતા અને દિકરી વચ્ચે બોલાચાલી થવા લાગે છે અને દિકરીને આ વસ્તું ગમતી નથી.
મિત્રો, દિકરીને હંમેશા ખુબ જ વ્હાલ કરો. દિકરીનું સુખ બધાનાં નસીબમાં નથી હોતું. નસીબદાર વ્યક્તિને કન્યાદાન જેવું મહાદાન કરવાનો મોકો મળે છે. દિકરી એટલે વ્હાલનો દરિયો.
મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ ઉપયોગી પોસ્ટ પસંદ આવી હોય તો કમેન્ટ અને શેર કરજો.