બીઝનેસ ટોક
જયારે આટલી મોટી કાર કંપનીના માલિક હેન્રી ફોર્ડને એક ગાડાખેડુએ આપ્યો આ જવાબ

જયારે આટલી મોટી કાર કંપનીના માલિક હેન્રી ફોર્ડને એક ગાડાખેડુએ આપ્યો આ જવાબ

ઓટોમોબાઇલ્સ ક્ષેત્રના જેને શહેનશાહ કહેવામાં આવે છે તેવા હેન્રી ફોર્ડ એટલે વિશ્વ વિખ્યાત ‘ફોર્ડ’ કંપનીના સ્થાપક. એસેમ્બલી લાઇનના જનક એવાં હેન્રી ફોર્ડને દુનિયા અનેક સ્વરૂપે યાદ રાખશે. એક પ્રખર વિચારક, ઉદ્યોગપતિ, ભેજાંબાજ અને વિખ્યાત ફોર્ડ કારના જનક તરીકે હેન્રી ફોર્ડ આજે તેના અવસાનના સાત દાયકા બાદ પણ લોકોની સ્મૃતિમાં રહ્યાં છે.

મધ્યમ વર્ગીય અમેરિકનોને પોસાય એવી કાર વિકસીત કરવાનું શ્રેય હેન્રી ફોર્ડને જાય છે. પછી તો તેમની ગાડીઓ જગવિખ્યાત બની. ‘મોડેલ ટી’ નામક એમની કંપની દ્વારા નિર્મિત કારને એ વખતે અમેરિકામાં જબરદસ્ત પ્રતિસાદ સાંપડ્યો હતો. કહેવાય છે કે, હેન્રી ફોર્ડના નામે લગભગ દોઢસો જેટલી પેટન્ટ દર્જ હતી!

કિશોરવસ્થામાં હેન્રી ફોર્ડ પિતાની દાટી છતાં આડોશીપાડોશીઓની ખોટકાયેલી ઘડિયાળો ઘરે લઈ આવીને એને મરમ્મત કરી ચાલુ કરી આપતા, એ પણ મફતમાં! એનું કારણ એટલું જ કે, તેને યંત્રો પ્રત્યે જબરદસ્ત આકર્ષણ હતું. આને લઇને ૧૯૦૪માં તેમણે ‘ફોર્ડ’ કંપનીની સ્થાપના કરી. મોટરકાર ઉપરાંત ટ્રક અને ટ્રેક્ટર જેવાં વાહનોનું પણ ફોર્ડ દ્વારા ઉત્પાદન થતું. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં હમણાં સુધી ફોર્ડના ટ્રેક્ટરોને ખેડુતો દ્વારા જબરદસ્ત પ્રતિસાદ મળતો હતો. કોઇપણ પરિસ્થિતી હોય પણ એમાંથી સોઁસરવું તો ફોર્ડ ટ્રેક્ટર જ નીકળી શકે એવી માન્યતા પણ પ્રવર્તતી હતી.

આગળ કહ્યું તેમ હેન્રી ફોર્ડને આજે મહાન વિચારક તરીકે પણ યાદ રખાય છે. તેમની અમુક માન્યતાઓ તો ખરેખર આશ્વર્યચકિત કરી દે તેવી પણ હતી. ફોર્ડ કંપની માત્ર ઉત્પાદન માટે જ નહી, પણ સમાન વેતનધારાનો સૌપ્રથમ અમલ જેવાં અધિકારો માટે પણ વિશ્વભરમાં પ્રસિધ્ધ છે. જેનું જ પરીણામ છે કે, આજે વિશ્વના ૭૫ ટકા જેટલાં લોકો ફોર્ડ વિશે જાણે છે.

ફોર્ડ આવા ઠોઠાં લઇને ના રખડે! –

હેન્રી ફોર્ડે પોતાના સંસ્મરણો આલેખતી વેળાંએ કેટલીક નિખાલસ વાતો કરી છે. તેમાંથી એક રમૂજી ઘટના અહીઁ જાણવા જેવી છે.

એક વખત હેન્રી ફોર્ડ – વિશ્વના સૌથી ધનિક કહી શકાય એવા આદમી – પોતાની કાર લઈને ગામડિયાં વિસ્તારમાં નીકળ્યાં. રસ્તામાં બન્યું એવું કે, કાર ખોટકાઇ પડી. કોઇ વાતે સ્ટાર્ટ ના થઇ. રસ્તો અને ઇલાકો નિર્જન હતો. ફોર્ડ ક્યાંય સુધી મથામણ કરતાં રહ્યાં પણ મેળ ના પડ્યો.

એટલામાં એક ખેડુત ત્યાંથી ગાડુ લઇને પસાર થયો. હેન્રી ફોર્ડે તેમને વિનંતી કરી કે, મને નજીકના ગેરેજ સુધી પહોઁચાડી આપો ને! પેલાં ખેડુતે ફોર્ડની વાત માન્ય રાખી અને તેમની ગાડીને બળદગાડા પાછળ બાંધીને નજીકના ગેરેજ સુધી પહોંચાડી આપી.

ગેરેજ સુધી પહોઁચ્યાં બાદ થોડીવારમાં ગાડી રીપેર થઇ અને ફોર્ડે ગેરેજના મિકેનીકને રૂપિયા આપ્યાં એ સાથે દસ ડોલર પેલાં ખેડુતને પણ આપવા ધર્યાં. ખેડુતે ના પાડી. ફોર્ડે બીજી વાર આગ્રહ કર્યો પણ ફરીવાર ખેડુતે નનૈયો જ ભણ્યો.

આખરે ફોર્ડે દસ ડોલરની નોટ પેલાંની એકદમ સામે ધરીને કહ્યું કે, “લઇ લો, તમને નહી ખબર હોય કે હું કોણ છું? હું ફોર્ડ કંપનીનો માલિક છું – હેન્રી ફોર્ડ…!”

પેલા ખેડુતે એકદમ નીરસતાથી જવાબ આપ્યો, “તમે જે હો તે સાહેબ પણ મને એટલી ખબર પડે કે, ફોર્ડ આવા ‘ઠોઠાં’ લઇને ના નીકળે..”

અને બળદોને ડચકારો મારીને એ ચાલતો થયો. ફાર્બ્સ અને ધ ન્યૂયોર્ક ટાઇમ્સ જેવાં મેગેઝીન-વર્તમાનપત્રો અને વિશ્વની મહાસત્તાઓ જેને માન આપતી એ સર હેન્રી ફોર્ડ જોતાં રહ્યાં..!!

(ઉપર્યુક્ત પ્રસંગ ક્યારેક હાસ્ય કલાકાર શ્રીશાહબુદ્દીન રાઠોડ હાસ્ય મહેફિલોમાં કહેતાં હોય છે.)

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

તાજા લેખો

રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

ગર્ભ ન રહેતો હોય તો ખાવ આ ચમત્કારી ફળ – નિઃસંતાન દંપતિને સંતાન આપતું ચમત્કારી ફળ

ગર્ભ ન રહેતો હોય તો ખાવ આ ચમત્કારી ફળ – નિઃસંતાન દંપતિને સંતાન આપતું ચમત્કારી ફળ

આ છે બોલીવુડની 8 નણંદ-ભોજાઈની જોડી. સગ્ગી બહેનોની જેમ સાથે રહે છે – તમે કેટલીને ઓળખો?

આ છે બોલીવુડની 8 નણંદ-ભોજાઈની જોડી. સગ્ગી બહેનોની જેમ સાથે રહે છે – તમે કેટલીને ઓળખો?

જયારે આટલી મોટી કાર કંપનીના માલિક હેન્રી ફોર્ડને એક ગાડાખેડુએ આપ્યો આ જવાબ

જયારે આટલી મોટી કાર કંપનીના માલિક હેન્રી ફોર્ડને એક ગાડાખેડુએ આપ્યો આ જવાબ

માતાની આ 5 વાત લગભગ દિકરીઓને પસંદ નથી હોતી – ક્લિક કરી વાંચો કઈ છે વાતો

માતાની આ 5 વાત લગભગ દિકરીઓને પસંદ નથી હોતી – ક્લિક કરી વાંચો કઈ છે વાતો

error: Content is protected !!