હળવો ઘૂંટ, હું તું અને આપણે
આજ કાલનો દરેક પતિ પોતાની પત્નીની આ ૮ હરકતો થી હેરાન પરેશાન છે – તમારી સાથે પણ આવું કંઇક થતું હશે

આજ કાલનો દરેક પતિ પોતાની પત્નીની આ ૮ હરકતો થી હેરાન પરેશાન છે – તમારી સાથે પણ આવું કંઇક થતું હશે

સામાન્ય રીતે દંપતિનો અર્થ થાય છે – સંસારની બધી જ પરિસ્થિતીઓ વિશે એકબીજાથી અવગત રહીને, એકબીજા સાથે સમન્વય સાંધીને જીવનની નૌકા હંકારવી. આમ કરવામાં સ્વાભાવિક રીતે કોઈ એક વ્યક્તિની કોશિશો કામિયાબ ના ઠરે, એ માટે બંને તરફથી હકારની અને સહકારની ભાવના હોવી જોઈએ. કપલમાં એવી ઘણી બાબતો પણ રહેલી હોય છે જે એક વ્યક્તિ બીજી વ્યક્તિ પાસેથી જાણવા માંગતી હોય છે. પતિ પત્નીની અમુક વાત ક્યારેક જાણવા માંગે છે તો અમુક સમયે પત્ની પણ પતિની અમુક હક્કીકતથી વાકેફ થવાનો ઇરાદો સેવતી હોય છે.

આજે અમે જે વાત અહીઁ કહેવા જઇ રહ્યાં છીએ એ મહિલાઓના પતિઓ સબંધિત છે. વાત છે આમ તો મહિલાઓએ થોડા સાવધ થવાની પણ. કારણ કે આજે અમે અમુક એવી વાતોનો ખુલાસો કરવા જઈ રહ્યાં છીએ જેના વિશે કદાચ તમે અગાઉ કદી વિચાર પણ ના કર્યો હોય. વાત મહિલાઓના પતિઓ સબંધિત છે. અમુક વાતો કદાચ તમને મનઘડંત લાગે પણ પહેલાં એટલું જાણી લો કે, આ વાતો રિસર્ચ આધારિત છે. અહીં આપેલી બધી જ માહિતી કોઇને કોઇ સંશોધન પર આધારિત છે. જેની માહિતી પ્રમાણિત છે.

ઉંમર ના કહેવી –

સામાન્ય રીતે તો પતિઓ પત્નીને ઉંમર વિશે પૂછતા હોતા નથી પણ રખે એવો પ્રશ્ન કરે તો પણ એનો ઉત્તર કદાચ ક્યારેક સાચો કે સંતોષકારક ના મળે એવું પણ બને. આવી અમુક નહી જેવી હરકતો પણ આપના લગ્નજીવન પર ગંભીર અસર પાડી શકે છે. અને આપણે નથી ઈચ્છતા હોતા કે માંડ સંધાયેલું આપણું નસીબ ફરી તૂટે!

પત્નીના મુખેથી કહેવાયેલા આ ત્રણ શબ્દ જ કાફી છે –

એક રિસર્ચ દ્વારા એ પ્રમાણિત થયેલું છે કે, શાદી પહેલાં અથવા તો લગ્નના થોડા સમય સુધી દંપતિ વચ્ચે ઝઘડો થતો નથી. બંને એકબીજામાં પરોવાયેલા રહે છે. ના તો બંનેને એકબીજામાંથી ફૂરસદ મળે છે! દિવસમાં ઘણી વાર ‘આઇ લવ યુ’ જેવા શબ્દ વપરાય છે. પણ લગ્નના થોડા સમય બાદ એવું બની શકે કે, બંનેને એકબીજામાં ફૂરસદ જ ના મળે! પછી તો પ્રેમાલાપ ના શબ્દો પણ વર્ષાની હેલીની વચ્ચેના ગેપ જેટલાં આઘાં થઇ જાય છે!

સંતાન થયાં બાદ બદલી જાય છે લાઇફ –

સામાન્ય રીતે બની શકે કે પત્ની સંતાન થયાં પછી એની સંભાળમાં જ એટલી વ્યસ્ત બની જાય કે, પતિની વાતો સાંભળવાનો, એની સાથે પ્રેમાલાપ આદરવાનો મોકો ના મળે. આથી અમુક પતિઓ નારાજ પણ થાય છે! આ પતિઓની બુધ્ધિમઠાં જેવી ડાંડાઈ જ કહેવાય!

ચુપ રહેવાનો મતલબ કાયમ સિક્રેટ જ નથી હોતો –

ઘણીવાર એવું બને કે, મનમાં અનેક વાતોનું ઘમાસાણ ચાલતું હોય તો માણસ ચૂપ રહે છે. એવામાં એનો પાર્ટનર એને સવાલો કરવા માંડે અને વ્યક્તિ જવાબ ના આપી શકે તો એનો મતલબ એવો થોડો થાય કે એને તમારામાં રસ નથી ને ફલાણું કે ઢીકણું? થોડું તો સમજતા થાઓ યાર! આ સિરીયલોને વેબ સિરીઝો જોઇ-જોઇને મનમાં ભરાયેલા કચરાને કાઢો બાકી મા-બાપે ચપ્પલના તળિયાં ઘસીને તમારું થાળે પાડેલું એ પણ હરી ઓમ્ તત્સત્ થઇ જશે!

સ્ત્રીને કોઇ ખુશ ના રાખી શકે –

કેટલીક વાર એવું બને કે, ઘણીવાર પતિઓ લાખ કોશિશ છતાં પણ પત્નીને ખુશ નથી રાખી શકતા. તેનું મોઢું કોઇ કારણોસર ચડેલું જ રહે છે. આવે વખતે બંને પક્ષે સમજવું જોઈએ કે આજે દેશમાં અનેકો પરીવાર એવાં હશે કે જેને એકટાણું ખાવા નહી મળતું હોય અને છતાં ખુશ રહે છે. તો નહી જેવી વાતોમાં ડાચા બગાડવાના બંધ કરો!

કેટલીક વાર સ્ત્રી સામે બંધ રહેવું જ ઉત્તમ –

પત્ની પતિની સારી રીતે સંભાળ રાખે એ લગ્ન જીવનનું મજબૂત પાસું છે. હરેક બાબતમાં બંનેનો સાથ સહકાર હોય એ જરૂરી છે. આમ કરવાથી બંનેને સારુ લાગશે. અમુક વાતોમાં એકબીજાએ નમતું જોખવું પડે તો પણ એ વ્યાજબી છે.

પ્રણયફાગ ખેલવામાં સહાય –

બંને પાર્ટનર સબંધો બનાવવામાં એકબીજાની સહાયતા કરી શકે છે. એકબીજાને ખુશ રાખવા અમુક કોશિશો પણ કરી શકે છે. સ્વાભાવિક છે કે, સુખી ભૌતિક આનંદથી પણ લગ્ન જીવન સુખી બને છે. હક્કીકત એ પણ છે કે, ભૌતિક આનંદ ચિરઆનંદ આપનાર હોતો જ નથી. છતાં એ બાબત પણ સારી છે જો બંને એકબીજા ઇચ્છાપૂર્તિ કરતાં રહે.

માને લઇને ડખ્ખો કરવો –

હાં, એવું પણ બની શકે કે, ઝઘડો થવાનું કારણ એકબીજાના પરીવાર વિશે મનફાવે એમ બોલવું હોય શકે. એકબીજાની મા વિશે ખરાબ બોલવું પણ કંકાસ વધવાની નિશાની છે. જો કે, આવી રીતના એ જ લોકો બોલે જે ઘરમાંથી એવાં જ ધોયેલ મૂળા જેવા સંસ્કાર લઇને આવ્યાં હોય!

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

તાજા લેખો

error: Content is protected !!