આરોગ્ય વેદ, હું તું અને આપણે
હેર કલરને કહો બાય બાય – ઘરમાં પડેલા આ શાક ની મદદથી વાળને એકદમ કાળા અને ભરાવદાર બનાવો

હેર કલરને કહો બાય બાય – ઘરમાં પડેલા આ શાક ની મદદથી વાળને એકદમ કાળા અને ભરાવદાર બનાવો

આજનાં સમયમાં વધું ફેલાયેલ પ્રદૂષણ, તણાવયુક્ત જીવન, અનિયમિત આહાર, હવામાનમાં બદલાવ, બીમારી, ઈન્ફેક્શન અને હોર્મોનમાં થતા ફેરફારને કારણે વાળની સમસ્યા સતત વધી રહી છે. આ સમસ્યાઓને કારણે વાળ રૂક્ષ અને બેજાન થઈ જાય છે, વાળ પાતળા, સફેદ અને બેમુખવાળા થઈ જવા, ખરવા વગેરે જેવી અનેક તકલીફો સર્જાય છે. આ બધી વાળની સમસ્યાથી છુટકારો મેળવવા માટે લોકો દવા, રસાયણ ભરેલા પ્રોડક્ટ્સ અને નતનવા પ્રયોગ કરતા હોય છે જેનાથી ફાયદો થવાને બદલે નુક્શાન અને આડ અસર થવા લાગે છે.

એવામાં જો તમે વાળને લઈને ચિંતામાં છો અને વાળની દરેક સમસ્યામાંથી મુક્તિ મેળવવા માગતા હોવ તો આજે અમે તમારા માટે લાવ્યા છીએ સરળ, ઘરેલુ અને આસાન ઉપાય. ચાલો જાણીએ કંઈક નવું..

બટેટાનો ઉપયોગ :


બટેટામાં વિટામિન A અને B ઉપરાંત કેલ્શિયમ, આર્યન અને ઝીંક પોટેશિયમ નામના તત્વો ભરપૂર માત્રામાં હોય છે જેથી બટેટાનાં ઉપયોગ દ્વારા વાળની સમસ્યાઓ દૂર થશે.

આ રીતે કરો ઉપયોગ :
સૌપ્રથમ છાલ સાથે બટેટાનાં ટુકડા કરી લો. ત્યારબાદ એને ગરમ પાણીમાં થોડીવાર ઉકાળી લો. ધ્યાન રહે અહીંયા આપણે બટેટાને બાફવાના નથી ફક્ત કુણા પાડવાના છે. ત્યારબાદ આ ટુકડાને માથામાં ઘસો અથવા જોરથી દબાવો જેથી બટેટાનો અર્ક વાળનાં મૂળ સુધી પહોંચી જાય. બટેટાનો રસ કરીને પણ ઉપયોગ કરી શકાય છે. આ મિશ્રણને અડધી કલાક સુધી માથામાં રહેવા દઈને ઠંડા પાણી વડે વાળ ધોઈ નાખો. થોડા જ દિવસોમાં વાળ એકદમ કાળા અને ભરાવદાર થઈ જશે.

વાળની દરેક સમસ્યાનો બેજોડ ઘરેલુ ઈલાજ :

(1) તલના તેલમાં કોપરેલ તથા દીવેલ ઉમેરવામાં આવે તો કેશતેલ વધુ ગુણકારી બને છે. દીવેલ નાખેલ તેલ વાળમાં વધુ સમય સુધી ટકી રહે છે. આનાથી વાળ કાળા, લાંબા અને ચમકતા બને છે.

(2) નારિયેળ તેલ, દહી અને લીંબુ – એક વાટકીમાં 2 ચમચી દહી, નારિયેળનું તેલ અને થોડો લીંબુનો રસ નાખો. આ મિશ્રણને તમારા વાળ પર લગાવો. 30 મિનિટ પછી ધોઈ નાખો. આનાથી વાળ મુલાયમ અને શાઈની થશે. આનાથી ખોડો પણ દૂર થશે.

(3) લીલા ધાણાનો રસ અથવા ગાજરના રસને વાળનાં જડમાં લગાડવાથી બીમાર વ્યક્તિના વાળ ખરવાનું બંધ થઈ જશે અને માથામાં નવા વાળ ઉગવા લાગશે.

(4) તુલસીના પાંદડા અને આમળાને પાણીમાં વાટી તેનો લેપ કરવાથી પણ વાળ ખોડા રહિત, કાળા તથા સુંવાળા બને છે.

(5) માથા પર ડુંગળીનો રસ ઘસવાથી માંદગીમાં ખરી ગયેલા વાળ ફરી ઉગે છે.

(6) તલના ફૂલ, ગોખરું અને સિંધવને કોપરેલમાં અથવા મધમાં નાખી તેનો લેપ કરવાથી માથાની ટાલ મટે છે.

(7) લીમડાના પાનને પાણીમાં વાટી, તે પાણીથી માથું ધોવાથી, માથાનો ખોડો મટે છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ ઉપયોગી પોસ્ટ પસંદ આવી હોય તો કમેન્ટ અને શેર કરજો

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

તાજા લેખો

error: Content is protected !!