બીઝનેસ ટોક
પોસ્ટ ઓફીસમાં આ રીતે રોકાણ કરો અને દર મહિને રૂ. 5500 નું વળતર મેળવો

પોસ્ટ ઓફીસમાં આ રીતે રોકાણ કરો અને દર મહિને રૂ. 5500 નું વળતર મેળવો

હાલના સમયમાં દરેક વ્યક્તિ ઇચ્છે છે કે, એની બચત કરેલ રકમનાં રોકાણ ઉપર દર મહિને વધારાની આવક થાય. આ માટે લોકો અલગ-અલગ પ્રકારનું પ્લાનિંગ કરે છે અને જુદી-જુદી સ્કીમમાં પૈસાનું રોકાણ કરે છે. પરંતુ લોકોને ખ્યાલ નથી હોતો કે, રૂપિયા ક્યાં અને કેવી રીતે રોકવા? પરંતુ હાલની પરિસ્થિતિ જોતા એ વાત તો નક્કી છે કે બેંકની તુલનાએ પોસ્ટ ઓફિસમાં સારૂ વળતર મળે છે. બેન્ક તો ડિપોઝિટ રેટ ઘડાવામાં લાગી છે. પરંતુ હાલ પોસ્ટ ઓફિસની બચત યોજનાઓના વ્યાજદરોમાં કોઈ ઘટાડો થયો નથી.

રોકાણ અને રિટર્નના ફાયદા માટે ભારતીય પોસ્ટ ઓફીસમાં ઘણી સારી સ્કિમો છે. પોસ્ટ ઓફિસમાં અંદાજે 9 પ્રકારની રોકાણની યોજનાઓ ચાલે છે જેમાં 4 ટકાથી 8.3 ટકા સુધી વ્યાજ આપવામાં આવે છે. તેમાંથી એક રોકાણની યોજના એવી છે જેના પર 7.3 ટકાથી વધુ વ્યાજ મળે છે. આજે અમે તમને આ યોજનાં વિશે જણાવીશુ. આ માહિતિ પોસ્ટ ઓફીસની વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે.

સ્કીમનું નામ :


પોસ્ટ ઓફિસની માસિક ઈન્કમ સ્કીમ એટલે કે POMIS (પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ સ્કીમ) જે તમને માસિક નિશ્ચિત આવકની ગેરેન્ટી આપે છે. આ એક એવી સરકારી યોજના છે જેમાં એકવાર રોકાણ કર્યા બાદ દર મહિને નિશ્ચિત આવક થતી રહે છે. આ સ્કીમનો લાભ લેવા માટે તમારે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવવું પડશે. ઓછામાં ઓછા રૂપિયા 1500 થી આ ખાતું ખોલી શકાય છે.

કેટલું કરી શકો છો રોકાણ:


સિંગલ એકાઉન્ટ હોય તો રૂ. 4.5 લાખ સુધીની રકમ જમા કરી શકો છો. જ્યારે જોઈન્ટ એકાઉન્ટ ધરાવતા લોકો તેમાં રૂ.9 લાખ સુધીની રકમ જમા કરી શકે છે. આ એકાઉન્ટમાં દર મહિને ઓછામાં ઓછા રૂ.1500 જમા કરાવવાના રહે છે. એકાઉન્ટની પાકતી મુદ્દત 5 વર્ષની હોય છે. 5 વર્ષ બાદ આ સ્કીમને રીન્યુ પણ કરી શકો છો. જો કે આ ખાતામાં જમા કરાવવામાં આવેલ રકમ અને તેના પર મળતા વ્યાજ પર કોઈ પ્રકારની ટેક્ષ છુટનો લાભ મળતો નથી.

ગેરેન્ટેડ માસિક વળતર:


આ માસિક રોકાણ યોજના અંતર્ગત પોસ્ટ દ્વારા 7.3 ટકા વાર્ષિક વ્યાજ આપવામાં આવે છે. આ વાર્ષિક વ્યાજને 12 મહીનામાં વહેંચી માસિક આવક તરીકે આપવામાં આવે છે. તેથી જો તમે જોઇન્ટ એકાઉન્ટ ખોલાવી રૂ.9 લાખ જમા કર્યા છે તો તમારૂ વાર્ષિક વ્યાજ લગભગ રૂ.65700/- થશે. જેને 12 મહિનામાં ભાગ પાડતા દર મહિને લગભગ રૂ.5500ની આવક થશે. જે દર મહિને તમને મળશે. આ યોજનાની પાકતી મુદ્દતે અન્ય બોનસના રુપિયા જોડીને તમારા રૂ.9 લાખ પરત મળી જશે.

પાકતી મુદ્દત પહેલા પૈસા કાઢવા માટે:


જો પૈસાની જરૂરિયાત હોય અને તમારે પાકતી મુદ્દત પહેલા જ સંપૂર્ણ રુપિયા ઉપાડવા હોય તો આ સુવિધા તમારા એકાઉન્ટને 1 વર્ષ પૂર્ણ થયા બાદ મળે છે. એકાઉન્ટ ખોલાવ્યાની તારીખથી 1 થી 3 વર્ષ જૂના એકાઉન્ટમાં જમા રકમમાંથી 2 ટકા જેટલી રકમ કાપીને બાકીની રકમ તમને પરત મળે જશે.

ખાતું ખોલાવવા માટે જરૂરી આધાર પુરાવા:


પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં કોઈપણ વ્યક્તિ પોતાનું એકાઉન્ટ ખોલી શકે છે. તમે તમારા 10 વર્ષથી નાના બાળકના નામથી પણ એકાઉન્ટ ખોલાવી શકો છો. ખાતું ખોલાવવા માટે આધાર કાર્ડ, વોટર આઈ.ડી, પાન કાર્ડ, રેશન કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સમાંથી કોઈ એકની ઝેરોક્ષ અને એડ્રેસ પ્રુફ જમા કરાવવાનું રહેશે. આ સિવાય બે પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ આપવાના રહેશે. ખાતું ખોલાવવા જાવ ત્યારે અસલ ડોક્યુમેન્ટ સાથે રાખવા.

મિત્રો, રોકાણ માટે ફક્ત રૂપિયા હોવા જરૂરી નથી, પરંતુ સારા વિકલ્પોની સમજ હોવી પણ જરૂરી છે. એવામાં એ અત્યંત જરૂરી છે કે તમારી કમાણીનું એવી જગ્યાએ રોકણ કરો જ્યાં અન્ય વિકલ્પોની સરખામણીમાં તમને વધુ ફાયદો થાય અને તમારા રૂપિયા સુરક્ષિત પણ રહે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરજો જેથી બીજાને ઉપયોગી થઈ શકે…

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

તાજા લેખો

error: Content is protected !!