ગર્ભ ન રહેતો હોય તો ખાવ આ ચમત્કારી ફળ – નિઃસંતાન દંપતિને સંતાન આપતું ચમત્કારી ફળ

બાળક ભગવાનની સૌથી સુંદર ભેટ છે. ઘરમાં નાના બાળકની પાપા પગલી, એની કાલી-ઘેલી બોલી અને આંગણામાં ગુંજતી કિલકારીઓ દાંપત્ય જીવનનો સુવર્ણ અને સુખદ સમય છે. એવું પણ મનાય છે કે સંસારનું સૌથી મોટુ સુખ સંતાન સુખ જ છે. સંતાન સુખથી વંચિત રહેનારા લોકોની મનોદશા શબ્દોમાં વ્યક્ત કરવી મુશ્કેલ છે.

નિ:સંતાન દંપતિ બાળકનું સુખ મેળવવા દરેક પ્રકારની કોશિશો કરે છે. તેઓ દવાખાનાના ચક્કર લગાવી લગાવીને ચપ્પલ ઘસી નાખે છે તો ક્યારેક ભગવાનના દરવાજે માથુ નમાવે છે, તો ક્યારેક વળી, તેઓ ટોના-ટોટકા કે ઢોંગી બાવાઓના ચક્કરમાં પણ ફસાય જતા હોય છે. તેથી આજે અમે તમને સંતાન પ્રાપ્તિ માટેનો એક આયુર્વેદિક ઈલાજ જણાવવા જઈ રહ્યા છીએ જે એકદમ સરળ અને ઘરેલુ છે.

નિરંજન ફળ:


નિરંજન ફળ મલેશિયામાં ખૂબ જ પાકે છે. ત્યાંની મલય ભાષામાં તેને ‘માસ બંકુસ’ કહે છે. બંકુસ એટલે ફળ અને માસ એટલે સોનું. સોના ભારોભાર કીંમતી ગણાય તેવું ફળ અને મલેશિયામાં તેનો ઉપયોગ શરીરની ગરમી માટે, સ્વપ્નદોષ માટે તેમજ હરસ માટે થતો.

આજે સ્ત્રી-પુરુષ બન્નેના વીર્ય અને રજમાં દોષ આવી ગયા છે. વધુ પડતી ઉષ્ણતા છે. આજના યુવાનો માંસ-મટન ખાય છે, તેમજ મરી મસાલાથી ભરપુર દાળ-શાક ખાય છે, સતત ગરમીમાં રહે છે એટલે તે બધાને ઉષ્ણવીર્યની તકલીફ રહે છે. જેથી ગર્ભ રહેવામાં તકલીફ પડે છે. આ સ્થિતિમાં દંપતિ એલોપથી દવામાં હજારો રૂપિયા ખર્ચી નાખે છે. પણ નિરંજન ફળ ઉષ્ણવીર્યતા માટેનો સસ્તો ઈલાજ છે. નિરંજન ફળનું નામ તેના નિરંજન શબ્દ ઉપરથી પડ્યું હશે. નિરંજન એટલે પરમાત્મા, દોષ વગરનું, નિર્લેપ વગેરે અર્થ થાય છે.

નિરંજન ફળનો ઉપયોગ :


બે-ત્રણ નિરંજન ફળને રાત્રે પાણીમાં પલાળી દઈને સવારે સાકર સાથે સેવન કરવાથી ઘણો ફાયદો થશે. નિરંજન ફળને પાણીમાં પલાળતા પહેલા એના ઉપરના કડક ફોતરાં કાઢી નાખવા. જો ગર્ભ ન રહેતો હોય તો પતિ-પત્ની બન્નેએ નિરંજન ફળનું સેવન કરવાથી ખૂબ જલ્દી લાભ થશે.

માસિક સ્ત્રાવની સમસ્યામાં રામબાણ :

આજે મોટાભાગની મહિલાઓને માસિક સ્રાવમાં અનિયમીતતા, અતિસ્રાવ કે માસિકની તકલીફ હોય જ છે. એમના માટે નિરંજન ફળ રામબાણ ઈલાજ છે. હાલના સમયમાં એક મહિનામાં બે-ત્રણ વખત સ્ત્રાવ અથવા અતિસ્રાવ થાય છે. જેને કારણે યોનિમાં ઈન્ફેકશન, સફેદ પાણી, દુર્ગંધ કે ખંજવાળ જેવી સમસ્યા થતી હોય છે.
આવી સ્થિતિમાં નિરંજન ફળ પલાળીને પીવા જોઈએ.

નિરંજન ફળ ક્યાં મળે ? :

ચીનમાં નિરંજન ફળ બહુ પાકે છે. નિરંજન ફળનું બીજુ નામ ચીની ફળ કે ચાયના ફ્રૂટ પણ છે. આ ફળ ગાંધી બજારમાં સહેલાઈથી મળી જશે. મતલબ, જ્યાં આયુર્વેદિક દવા કે ઓસડીયા મળતા હોય ત્યાં સરળતાથી મળી જશે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ ઉપયોગી પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરજો જેથી બીજાને ઉપયોગી થઈ શકે..

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!