ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

નવરાત્રિને ‘મહાપર્વ’ તરીકે ઓળખાવવામાં આવે છે. આ દિવસો દરમિયાન શક્તિ માનો ચંડિકા બની ગરમે ઘુમવા આવે છે. લોકો નવ દિવસ મા શક્તિરૂપ દુર્ગાની પૂજા કરે છે. માતાજીના ભક્તો નવ દિવસ સુધી ઘરમાં અખંડ દિવો પણ પ્રજ્વલિત રાખે છે, જેને આપણે ‘ગરબો’ પણ કહી શકીએ. ઘરમાં માતાજીનો અખંડ દિવો જલતો રાખવો ઘણું શુભ કાર્ય છે.

આજે આપણે જાણીશું કે, માતાજીનો દિવો પ્રગટાવીને એને નવ દિવસ સુધી અખંડ રાખવા બાબતે શી-શી બાબતોને ધ્યાન પર લેવી જોઈએ. આવું એટલાં માટે જરૂરી છે કે, ઘણીવાર આપણે અમુક બાબતોને અવગણીને ચાલતાં હોઈએ છે. જેને લીધે આપણી સાધના મહ્દ્અંશે નિષ્ફળ પણ નીવડી શકે છે. આવો જાણીએ કે, ઘરમાં અખંડ ગરબો રાખતી વખતે શી-શી બાબતો ધ્યાન પર લીધાં જેવી છે :

(1) દિપને નિયત સમય સુધી અખંડ જલતો રાખો, વચ્ચે એમાં વિઘ્ન ન આવે તે જુઓ.

(2) નવ દિવસ સુધી દિપ અખંડ રાખતી વખતે ૨-૩ કિલો દેશી ઘી અથવા સરસવના શુધ્ધ તેલની જરૂર પડશે.

(3) ખાસ ધ્યાન રાખો કે, દિપ પ્રાગટ્યના પવિત્ર પૂજનસ્થળ પાસે શૌચાલય કે સ્નાનાગાર ના હોય.

(4) જ્યોતને ચિમની વડે ઢાંકી રાખો.

(5) નિયત સમય સુધી દિપ પ્રજ્વલિત રહેવા દીધાં બાદ પણ દિપને ફૂંક મારીને હોલવી ના નાખશો. એને એમની મેળે હોલાઈ જવા દો/શાંત થવા દો.

(6) ઈશાન ખૂણો, ઉત્તર અથવા પૂર્વ દિશા એ દેવોની દિશા મનાય છે. આ બાજુ દિપ પ્રગટાવો અને મૂર્તિ પણ એ બાજુ જ મૂકો.

(7) જ્યોત પ્રજ્વલિત કરતી વખતે સાધકનું મુખ અગ્નિ કોણ બાજુ પૂર્વ-દક્ષિણમાં રહેવું જોઈએ. તદ્દોપરાંત, પૂજન વખતે મુખ પૂર્વ અથવા તો ઉત્તર દિશામાં રાખવું બહેતર રહેશે.

(8) બની શકે તો ચંદનની લાકડાં પર ઘટ સ્થાપન કરો અને જ્યોતિ મૂકો.

(9) પૂજન સ્થળ એકદમ સ્વચ્છ, સુઘડ રાખો.

(10) ઘણાં લોકો નવરાત્રિમાં ઘર પર માતાજીની ધજા ચડાવે છે અને એને બદલે પણ છે. નવરાત્રિમાં ધ્વજ બદલો તો ધ્વજને અગાશીમાં ઉત્તર-પશ્વિમ દિશામાં લગાવો.

(11) પૂજનસ્થળ સામે થોડું સ્થાન ખુલ્લું રાખો; જેથી કરીને ત્યાં બેસીને આખો પરીવાર માતાજીની સ્તુતિ કરી શકે, ધ્યાન અર્ચન લગાવી શકે.

બસ, આટલી નજીવી છતાં એકદમ ચોખ્ખી બાબતોનું ધ્યાન રાખો. માતાજી તમારી પર અસીમ કૃપા વરસાવવા તૈયાર જ છે, તમે થોડાં એને લાયક તો બનો! ચાલો ત્યારે, આર્ટીકલ સારો લાગ્યો હોય તો જરૂરથી શેર કરજો. માતાજી રોજ આપના ઘર-પરિવારમાં નોરતાની જ નવલી ખુશી પુરતા રહે એટલી પ્રાર્થના! જય માતાજી!

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!