ભવિષ્ય ભાખા
તમારી જન્મતારીખ કહેશે કે તમારા લવ મેરેજ થશે કે અરેન્જ મેરેજ?

તમારી જન્મતારીખ કહેશે કે તમારા લવ મેરેજ થશે કે અરેન્જ મેરેજ?

લગ્ન એ જીંદગીનો એક એવો પડાવ છે કે જ્યાંથી આખી જીંદગી બદલાય જાય છે. ભારતીય સમાજમાં લગ્નજીવનનું ઘણું મહત્વ છે. આ જ કારણ છે કે લોકો પોતાના સંતાનનાં લગ્ન ઘણો વિચાર-વિમર્શ કર્યા પછી કરે છે જેથી ભવિષ્યમાં કોઈ તકલીફ ન થાય. પણ જેમ-જેમ સમય વીતી રહ્યો છે તેમ-તેમ લવ મેરેજનું ચલણ વધી રહ્યું છે. એવામાં દરેક જણ એવું વિચારતા હોય છે કે, એના લવ મેરેજ થશે કે અરેન્જ મેરેજ? આજે અમે તમને આ પ્રશ્નનો જવાબ આપીશું.

જન્મ તારીખનાં અંક દ્વારા જાણો કે, લવ મેરેજ થશે કે અરેન્જ :


જ્યોતિષ અંકશાસ્ત્રને ઘણું માને છે. સાથે જ ભારતીય સમાજમાં નંબરનું મહત્વ અનોખું છે. તો ચાલો જાણીએ કે તમારા લવ મેરેજ થશે કે અરેન્જ?

સૌથી પહેલા જન્મ તારીખ પરથી અંક મેળવતા શીખીએ. જો તમારી જન્મ તારીખ 18 હશે તો તમારો અંક 1+8 = 9 થશે. જન્મ તારીખ 29 હશે તો 2+9= 11, 1+1=2. જો સિંગલ ડિજિટમાં તમારી જન્મ તારીખ હશે તો સરવાળા કરવાની જરૂર નથી. મતલબ, જન્મ તારીખ 3 હશે તો તમારો અંક 3 ગણાશે.

અંક – 1:


જો તમારી જન્મ તારીખ 01 અથવા 10 હોય તો તમારો અંક-1 થશે. આ અંકને સૂર્ય કહેવાય છે. આવા લોકો પોતાના પાર્ટનરની દરેક ઈચ્છા પૂરી કરે છે અને એનું પૂરતું ધ્યાન રાખે છે. તેઓ લવ મેરેજ કરે છે, પણ એમને ઘણો બધો સંઘર્ષ કર્યા પછી સાચો પાર્ટનર મળે છે.

અંક – 2 :


આ અંકનાં જાતક મોટાભાગે પ્રેમ-વિવાહ કરે છે. આ નંબરને ચંદ્રમાનો અંક માનવામાં આવે છે. તેથી જ તેઓ પ્રેમ લગ્નને વધુ મહત્વ આપે છે.

અંક – 3 :


જો તમારો અંક-3 છે તો તમારા પણ લવ મેરેજ થશે, કારણ કે આ અંકને ગુરૂ કહેવામાં આવે છે. આ લોકો લવ મેરેજ તરફ વધુ આકર્ષાય છે.

અંક – 4 :


4 અંક વાળા લોકો પ્યારમાં એકદમ પાગલ હોય છે, પરંતુ રાહુનો પ્રભાવ હોવાને કારણે એમનાં એરેન્જ મેરેજ થાય છે. જોકે, અરેન્જ મેરેજ કર્યા પછી પણ એમનું લગ્નજીવન એકદમ સફળ રહે છે.

અંક – 5 :


આ અંકવાળા લોકો પોતાના પરિવારની પસંદગી મુજબ લગ્ન કરે છે. લગ્ન બાદ તેઓ પોતાના પાર્ટનર સાથે વફાદારી નિભાવે છે.

અંક – 6 :


અંક છ વાળા લોકો લવ મેરેજ કરે છે, પણ લવ મેરેજ કર્યા પછી લગ્નજીવનમાં ઘણી સમસ્યાઓ આવે છે. પતિ-પત્ની વચ્ચે તણાવ સર્જાય છે.

અંક – 7 :


આ અંકવાળા લોકો લવ મેરેજ તો કરે છે, પરંતુ ફક્ત એમની જેવી કુંડળી ધરાવનાર પાત્ર સાથે. કારણ કે, આ અંકમાં કેતુનો વાસ હોય છે. આ અંકવાળા લોકોને લગ્નમાં વિઘ્ન આવવાની શક્યતા રહે છે.

અંક – 8 :


અંક-8 વાળા લોકો લવ મેરેજ કરે છે, તેમજ એમના લગ્ન પછીની જીંદગી ખૂબ જ સારી રહે છે. આ અંકને શનિ માનવામાં આવે છે.

અંક – 9 :


આ અંકવાળા લોકો ખૂબ જ સાચો પ્રેમ કરે છે, પરંતુ કેટલાક કારણોસર તેઓ પોતાના મનગમતા પાર્ટનર સાથે લગ્ન નથી કરી શકતા. એમનાં અરેન્જ મેરેજ થાય છે. એમનો અંક મંગળ છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરજો જેથી બીજાને ઉપયોગી થઈ શકે….

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

તાજા લેખો

રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

પુત્ર-પ્રાપ્તિ માટે શું કરવું જોઈએ – ક્લિક કરીને વાંચો સ્યોર સ્ટેપ ઇન્ફોર્મેશન

પુત્ર-પ્રાપ્તિ માટે શું કરવું જોઈએ – ક્લિક કરીને વાંચો સ્યોર સ્ટેપ ઇન્ફોર્મેશન

આ મંદિરમાં સ્વયંભુ પ્રગટ થયેલી ભગવાનની મૂર્તિ – મંદિર વિષે ના જાણેલી અમુક વાતો ક્લિક કરી વાંચો

આ મંદિરમાં સ્વયંભુ પ્રગટ થયેલી ભગવાનની મૂર્તિ – મંદિર વિષે ના જાણેલી અમુક વાતો ક્લિક કરી વાંચો

કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

તમારી જન્મતારીખ કહેશે કે તમારા લવ મેરેજ થશે કે અરેન્જ મેરેજ?

તમારી જન્મતારીખ કહેશે કે તમારા લવ મેરેજ થશે કે અરેન્જ મેરેજ?

આ છે ભારતના 5 સૌથી મોટા શોપીંગ મોલ, જ્યાં સેલિબ્રિટીઝ ખરીદી કરવા માટે આવે છે

આ છે ભારતના 5 સૌથી મોટા શોપીંગ મોલ, જ્યાં સેલિબ્રિટીઝ ખરીદી કરવા માટે આવે છે

error: Content is protected !!