અદભુત
આ છે ભારતના 5 સૌથી મોટા શોપીંગ મોલ, જ્યાં સેલિબ્રિટીઝ ખરીદી કરવા માટે આવે છે

આ છે ભારતના 5 સૌથી મોટા શોપીંગ મોલ, જ્યાં સેલિબ્રિટીઝ ખરીદી કરવા માટે આવે છે

ભારતનું અર્થતંત્ર દિનપ્રતિદિન મજબૂત થતું જાય છે. ભારતનું બજાર ખૂબ જ વિશાળ છે. દેશના લોકોની ખરીદીની ક્ષમતામાં ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે. જેથી સમગ્ર દુનિયાની જાણીતી બ્રાન્ડ ભારતમાં આવી રહી છે. જેના કારણે મેટ્રો સીટી અને નાના શહેરોમાં પણ મોલનુ પ્રમાણ વધી રહ્યુ છે. શહેરોમાં મોલનુ પ્રમાણ વધવાથી વસ્તુઓની કિંમતમાં પ્રતિસ્પર્ધા વધુ રહે છે જેનો સીધો લાભ ગ્રાહકોને મળે છે. આજે અમે તમને દેશનાં ટોપ-5 શોપીંગ મોલ્સ વિશે જણાવીશું. તો ચાલો જાણીએ કંઈક નવું……

(1) લુલુ મોલ (કોચી) :


લુલુ મોલ ભારતના શ્રેષ્ઠ મૉલ્સ પૈકીનો એક છે. જે તમને એવો અનુભવ કરાવે છે કે તમે ઈન્ટરનેશનલ મેગા મોલમાં શોપીંગ કરી રહ્યાં છો. લુલુ મોલનો કુલ વિસ્તાર 3.9 લાખ ચોરસફૂટ છે. એમાં 5 મોટા માળ છે જે14 ફિલ્મ સ્ક્રીન્સ અને શ્રેષ્ઠ રેસ્ટોરેન્ટ્સથી સજ્જ છે.

જેમાં 4500 લોકો એક સાથે ભોજન લઈ શકે છે. 365 આઉટલેટ્સ સિવાય એમાં બીજી ઘણી બધી સુવિધાઓ છે જેથી આ મોલ આખો દિવસ ભરેલો રહે છે.

(2) વર્લ્ડ ટ્રેડ સેન્ટર (જયપુર) :


આ મોલ 2012 માં શરૂ થયો હતો. જે 2 લાખ 40 હજાર સ્કેવરફીટમાં ફેલાયેલ છે. જેમાં 345 થી વધુ રિટેલ સ્ટોર અને મલ્ટી બ્રાન્ડેડ આઉટલેટ્સ છે અને અંદાજે 150 થી વધુ ફેમસ બ્રાન્ડસની ચીજવસ્તુઓ મળી રહે છે.

આ મોલમાં લક્ઝરી હોટેલ અને ફન ઝોન પણ સામેલ છે.

(3) ફોનિક્સ માર્કેટ સિટી (મુંબઈ) :


મોલના નામ પ્રમાણે જ ફોનિક્સ માર્કેટ પોતે એક શહેર જેવું વિશાળ છે. આ મોલનો કુલ વિસ્તાર 4 મિલિયન ચોરસફૂટ જેટલો છે અને તે વિસ્તારની દ્રષ્ટિએ ભારતનો સૌથી મોટો મોલ છે.

તે લગભગ 600 રિટેલ આઉટલેટ/ સ્ટોર્સ ધરાવે છે ઉપરાંત હેંગ આઉટ અને 20 ફિલ્મ સ્ક્રીન્સ માટે 14 કરતા વધુ રેસ્ટોરાં છે.

(4) ગ્રેટ ઈન્ડિયા પ્લેસ (નોઈડા) :


વિવિધ વિભાગોમાં વિભાજિત, ગ્રેટ ઇન્ડિયા પ્લેસ ભારતમાં ચોથો સૌથી મોટો મોલ છે. એમાં બીગ સિનેમાઝ દ્વારા સંચાલિત છ ફિલ્મ સ્ક્રીન્સ છે, જે જુદાં જુદાં બ્રાન્ડ્સના 200 પ્લસ આઉટલેટ્સ પર છે, તે નોઇડામાં શ્રેષ્ઠ સ્થાન છે, જ્યાં તમે ઇચ્છો તેટલું શોપિંગ કરી શકો છો.

તે કુલ 1.5 મિલિયન ચોરસફૂટના વિસ્તારમાં ફેલાયેલ છે. આ મોલમાં થીમ પાર્ક પણ છે.

(5) UB સીટી મોલ – બેંગ્લોર


આ એક લક્ઝરી શોપીંગ મોલ છે. અહીં શોપીંગની સાથો સાથ હરવા-ફરવાની પણ અનોખી મજા છે. આ મોલમાં જીવન જરૂરિયાતની બધી જ વસ્તુઓ ઉપલબ્ધ છે. મોલમાં પ્રખ્યાત કંપનીઓનાં સ્ટોર આવેલા છે. એ સિવાય એમાં સ્પા સેન્ટર પણ છે, જેમાં દિવસભરનો થાક હળવો કરી શકાય છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો કમેન્ટ અને શેર કરજો.

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

તાજા લેખો

રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

પુત્ર-પ્રાપ્તિ માટે શું કરવું જોઈએ – ક્લિક કરીને વાંચો સ્યોર સ્ટેપ ઇન્ફોર્મેશન

પુત્ર-પ્રાપ્તિ માટે શું કરવું જોઈએ – ક્લિક કરીને વાંચો સ્યોર સ્ટેપ ઇન્ફોર્મેશન

આ મંદિરમાં સ્વયંભુ પ્રગટ થયેલી ભગવાનની મૂર્તિ – મંદિર વિષે ના જાણેલી અમુક વાતો ક્લિક કરી વાંચો

આ મંદિરમાં સ્વયંભુ પ્રગટ થયેલી ભગવાનની મૂર્તિ – મંદિર વિષે ના જાણેલી અમુક વાતો ક્લિક કરી વાંચો

કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

તમારી જન્મતારીખ કહેશે કે તમારા લવ મેરેજ થશે કે અરેન્જ મેરેજ?

તમારી જન્મતારીખ કહેશે કે તમારા લવ મેરેજ થશે કે અરેન્જ મેરેજ?

આ છે ભારતના 5 સૌથી મોટા શોપીંગ મોલ, જ્યાં સેલિબ્રિટીઝ ખરીદી કરવા માટે આવે છે

આ છે ભારતના 5 સૌથી મોટા શોપીંગ મોલ, જ્યાં સેલિબ્રિટીઝ ખરીદી કરવા માટે આવે છે

error: Content is protected !!