ધર્મ તરફ
આ મંદિરમાં સ્વયંભુ પ્રગટ થયેલી ભગવાનની મૂર્તિ – મંદિર વિષે ના જાણેલી અમુક વાતો ક્લિક કરી વાંચો

આ મંદિરમાં સ્વયંભુ પ્રગટ થયેલી ભગવાનની મૂર્તિ – મંદિર વિષે ના જાણેલી અમુક વાતો ક્લિક કરી વાંચો

ભારત મંદિરોનો દેશ છે. હિંદુ ધર્મના બહોળી સંખ્યામાં રહેલા અનુયાયીઓને લીધે અહીં થોડે-થોડે અંતરે તમને નાના-મોટા મંદિરો અવશ્ય જોવા મળે છે. એમાંના અમુક મંદિરો સદીઓથી પોતાની કીર્તિ સમસ્ત ભારતવર્ષમાં ફેલાવતા પણ આવ્યાં છે તો અમુક વિશે બહુ ઓછાં લોકોને જાણ છે. અહીં હરેક પ્રાંતમાં અલગ શૈલીના, અલગ દેવોના મંદિરો જોવા મળે છે.

એમાંયે વાત કરીએ દક્ષિણ ભારતના મંદિરોની તો એની શૈલી બધાંથી એકદમ ન્યારી છે. અહીંના વિશાળ, ઉત્તુંગ મંદિરો ભારતની ગરિમાની પણ જાણે વૃધ્ધિ કરતાં હોય એવા ભવ્ય છે. એવું જ એક મંદિર એટલે આંધ્રના ચિત્તુર જીલ્લામાં આવેલ તિરુપતિ બાલાજીનું મંદિર, જેમાં ભગવાન વિષ્ણુ વિરાજમાન છે. કહેવાય છે કે, વિશ્વના સૌથી ધનિકત્તમ મંદિરોમાં આ મંદિરની ગણના થાય છે. મંદિર વિશે અમુક વાતો એવી પણ છે જે જાણીને તમે ચોંકી જ ઉઠશો.

કહેવાય છે કે, અહીં ભાવક જો મન સ્વચ્છ અને એકચિત્ત કરીને ભક્તિ કરે તો ભગવાન વિષ્ણુની સાથોસાથ દેવી લક્ષ્મીજી પણ સાધક ઉપર પ્રસન્ન થઈ જાય છે. અને સાર્વત્રિક લક્ષ્મીકૃપા વરસે છે. લોકો અહીં પોતાની બુરાઈઓના રૂપમાં માથાના વાળ અહીં ઉતારી જાય છે.

સામાન્ય રીતે, આપણે તુલસીના પાંદડાને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના માટે વાપરીને પછી એનો ઉપયોગ પ્રસાદ તરીકે કરતાં હોઈએ છે. પણ અહીં તિરુપત્તી બાલાજીના મંદિરમાં એ તુલસી પત્રો ઉપયોગમાં લીધા પછી કુવામાં ફેંકી દેવામાં આવે છે. વધુ એક રોચક વાત – આ મંદિર સપ્તમેરુ પર્વતના સૌથી ઉંચા શિખર પર બનેલું છે, જેને ભગવાન લક્ષ્મણ/શેષનાગનું પ્રતિક માનવામાં આવે છે.

મેરુ પર્વતને શેષાંચલ પણ કહેવામાં આવે છે. આ પર્વતના સાત શિખર શેષનાગની સાત ફેણોના પ્રતિક છે : શેષાદ્રિ, નીલાદ્રિ, ગરુડાદ્રિ, અંજનાદ્રિ, વૃષટાદ્રિ, નારાયણાદ્રિ અને વેંકટાદ્રિ. એમાંથી ‘વેંકટાદ્રિ’ શિખર પર બગવાન બાલાજીનું મંદિર આવેલ છે. (બાલાજી અર્થાત્ વિષ્ણુ ભગવાન). મંદિરમાં કાળા રંગની ભગવાનની દિવ્ય મૂર્તિ છે, જે મૂર્તિ નથી કોઈએ રે ઘડેલી – એ તો પોતે રે પ્રગટેલી!

વળી, વેંકટાચલ પર્વત – કે જ્યાં ભગવાન વિરાજે છે -ને ભગવાનનું જ રૂપ મનાય છે માટે અહીં ચપ્પલ કે અન્ય પગરખાં પહેરીને જવાતું નથી. મંદિરમાં ભગવાનના ત્રણ વાર દર્શન થાય છે. સવારમાં(વિશ્વરૂપ દર્શન), બપોરે અને સાંજે. આ ત્રણ દર્શનનો કોઈ શુલ્ક લેવામાં આવતો નથી જ્યારે બીજાં અન્ય દર્શન માટે ભક્તોએ શુલ્ક આપવાનો રહે છે. બાલાજી પ્રભુની સંપૂર્ણ મુર્તિના દર્શન માત્ર શુક્રવારના દિવસની સવારે જ્યારે અભિષેક કરવામાં આવે છે ત્યારે થાય છે.

ઉલ્લેખનીય છે કે, બાલાજીના દર્શન કર્યાં પૂર્વે કપિલ તીર્થ પર સ્નાન કરીને કપિલેશ્વરના દર્શન કરવા જોઈએ. તિરુપતિ બાલાજીના દર્શન બાદ તિરુણ્ચાનૂર જઈને માતા પદ્માવતીના દર્શન કરવાના હોય છે. અહીં બાલાજી ઉપરાંત આકાશગંગા, પાપનાશક તીર્થ, વૈકુંઠ તીર્થ, જાલાવિતીર્થ, તિરુચ્ચાનૂર ઈત્યાદિ બીજાં પણ તીર્થ છે. મુખ્યત્ત્વે આ બધાં ભગવાનની લીલાઓને લીધે અલગ-અલગ નામે ઓળખાય છે.

લોકોક્તિ છે કે, રામાનુજાઆર્ચ (રામાનંદી વૈષ્ણવ સંપ્રદાયના સ્થાપક) લગભગ એક સદી ઉપરાંત પાંચ દસકા જીવિત રહેલ જેને ભગવાન વિષ્ણુએ અહીં જ દર્શન આપેલ.

તો મિત્રો, કેવો લાગ્યો અમારો આ હટકે આર્ટીકલ? અહીં ઉલ્લેખ થયેલી માહિતી હંમેશા આપના માટે જ્ઞાનવર્ધક જ રહેશે. આર્ટીકલ ગમ્યો હોય તો આપના મિત્રો સાથે પણ શેર કરજો. ધન્યવાદ!

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

તાજા લેખો

રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

રોજીંદા વપરાશની આ 10 વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે – તમે કઈ Expired આઈટમ યુઝ કરો છો?

પુત્ર-પ્રાપ્તિ માટે શું કરવું જોઈએ – ક્લિક કરીને વાંચો સ્યોર સ્ટેપ ઇન્ફોર્મેશન

પુત્ર-પ્રાપ્તિ માટે શું કરવું જોઈએ – ક્લિક કરીને વાંચો સ્યોર સ્ટેપ ઇન્ફોર્મેશન

આ મંદિરમાં સ્વયંભુ પ્રગટ થયેલી ભગવાનની મૂર્તિ – મંદિર વિષે ના જાણેલી અમુક વાતો ક્લિક કરી વાંચો

આ મંદિરમાં સ્વયંભુ પ્રગટ થયેલી ભગવાનની મૂર્તિ – મંદિર વિષે ના જાણેલી અમુક વાતો ક્લિક કરી વાંચો

કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

કેમ સ્મશાનમાં રહે છે ભોલેનાથ – કેવી રીતે માયાની રચના કરે છે શિવજી એ જાણવા જેવું છે

ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

ક્લિક કરીને વાંચો – નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવતી વખતે શુ કરશો શુ નહી!

તમારી જન્મતારીખ કહેશે કે તમારા લવ મેરેજ થશે કે અરેન્જ મેરેજ?

તમારી જન્મતારીખ કહેશે કે તમારા લવ મેરેજ થશે કે અરેન્જ મેરેજ?

આ છે ભારતના 5 સૌથી મોટા શોપીંગ મોલ, જ્યાં સેલિબ્રિટીઝ ખરીદી કરવા માટે આવે છે

આ છે ભારતના 5 સૌથી મોટા શોપીંગ મોલ, જ્યાં સેલિબ્રિટીઝ ખરીદી કરવા માટે આવે છે

error: Content is protected !!