રોડ એકસીડન્ટના મૃત્યુ પામેલ ચિરાગ ના જન્મદિવસ ની અનેરી ઉજવણી – જોઈ ને રડી પડશો…..

અચાનક એક દિવસ ક્રિસ્ટલ મોલથી ફોન આવ્યો ….
‘સર, તમારા કોઈ મિત્ર ને ૧૦૦ જેટલા ટીશર્ટ બનાવવાના છે, તમારી સાથે વાત કરવા માંગે છે…’

મેં વાત કરી, પણ ખાસ ઓળખાણ પડી નહિ…. પણ ટીશર્ટ બનાવવાના હતા, એટલે મિત્ર ની સાથે સાથે હું કસ્ટમર સાથે પણ વાત કરી રહ્યો હતો, એટલે સ્વાભાવિક મેં પૂછ્યું કે કેટલું બજેટ, કેવી ક્વોલીટી વિગેરે…. એમનો જવાબ હતો, ધર્મેશભાઈ આ ટીશર્ટ તમારે જ બનાવવાના છે, અને બેસ્ટ ક્વોલીટી બનાવવાના છે, બાકી બધું તમે નક્કી કરો…..

અને પછી તો એક-બે મુલાકાત થઇ અને ટીશર્ટ ના એમને બધા પૈસા રોકડ ચૂકવી આપ્યા, અને ટીશર્ટ ડીલીવરી ને તો હજુ ૩ મહિના જેટલી વાર હતી… તો કહે, તમે આરામ થી ટીશર્ટ બનાવજો…. પણ મસ્ત બનાવજો…. અને ટીશર્ટ માં પ્રિન્ટ કરવા એક ફોટો પણ આપ્યો….. કઈ રીતે પ્રિન્ટ કરવું એ પણ એમને મારા પર જ છોડ્યું…. આવા કેસ માં મારી જવાબદારી ખુબ વધી જાય, કેમકે ફેબ્રિક, પ્રિન્ટીંગ અને બધે જ ધ્યાન આપવું પડે…. પણ પ્રશાંતભાઈ નો જે વિશ્વાસ હતો મારા પર એને આ જવાબદારી હસતા મોઢે સ્વીકારવા મજબુર કરી દીધો…..

ટીશર્ટ પ્રિન્ટ થઇ ગયા ત્યાં સુધી એક પ્રશ્ન મૂંજવી રહ્યો હતો કે આ ફોટો શેનો છે કે જેમાં કોઈ નો ચહેરો નહિ ફક્ત આંગળી છે…… અને પછીની મુલાકાત દરમિયાન ખ્યાલ આવ્યો કે આ ફોટો પ્રશાંતભાઈ ના ભાણેજ ચિરાગનો છે કે જેનો ટુ વ્હીલર ચલાવતા અકસ્માત માં અવસાન થયો છે….ચિરાગ બાય પ્રોફેશન  સી.એ. હતો અને ૨૩ ફેબ્રુઆરી એ ચિરાગ નો જન્મ દિવસ આવે છે, એ દિવસે ચિરાગ ના તમામ મિત્રો આ ટીશર્ટ પહેરી ને જન્મ દિવસ ઉજવે એવી એમની દિલ થી ઈચ્છા વર્ણવી….

અને આ સાથે ચિરાગ કે જેનો એકદમ મેળાવડો સ્વભાવ હતો અને જ્યાં જતો ત્યાં મિત્રો બનાવી લેતો એનો એક મેસેજ કે જે એ જીવતા ના આપી શક્યો એ બધા સમક્ષ પહોંચાડવો છે કે…. રૂપિયા ખર્ચીને ઘરે રાખેલ હેલમેટ ઘરની શોભા ત્યારે જ વધારશે જયારે એનો રોજેરોજ ઉપયોગ થશે….

આટલા ઉમદા હેતુ સાથે પ્રશાંતભાઈએ આ ટીશર્ટ છપાવવા #DeshiDukan પર ભરોસો કર્યો એ અમારા માટે ગર્વ ની વાત છે , જો કે ટીશર્ટ એમને ગમ્યા કે નહિ એ તો એ જ કહી શકે અને ચિરાગ ના મિત્રો કહી શકે, પણ અમારી આખી ટીમ માટે પણ ટીશર્ટ એમને બનાવડાવ્યા અને અમે શોક નહિ પણ હરખ સાથે આજે આ ટીશર્ટ પહેર્યા… અલગ અલગ મિત્રો ના ફોટો પણ જોઈ શકો છો….

ચિરાગ જ્યાં હશે ખુશ જ હશે… પણ એમની ખુશી હમેશા અકબંધ રહે એ માટે આપણે ટ્રાફિક રૂલ્સ ફોલો કરીએ…. બીજા કરતા ૧૦ સેકન્ડ વહેલું જવા, ચાર રસ્તે લીવર દેવાને બદલે બ્રેક મારતા અચકાઈએ નહિ….. રહેણાંક વિસ્તારમાં સ્પીડ લીમીટ માં જ વાહન ચલાવીએ… શક્ય ત્યારે દરેક સમયે હેલમેટ પહેરીએ…. ફોર વ્હીલર ચલાવતા હોઈએ ત્યારે સીટ બેલ્ટ જરૂર પહેરીએ…. આપણી ભૂલ ને લીધે જ એકસીડન્ટ થાય એવું નથી, સામે વાળાની ભૂલ માટે પણ હમેશા સતર્ક રહીએ…. બાળકો તથા વડીલો ને પહેલી પ્રાયોરીટી આપીએ…. કદાચ, આટલી કાળજી છતાં પણ કોઈ સાથે એકસીડન્ટ થાય તો હસતા મોઢે એક બીજા સાથે વાત કરીને, નફા-નુકશાન ની વહેચણી કરીને છુટા પડીએ……

મિત્રો, ચિરાગ નો આ મેસેજ વધુ ને વધુ લોકો સુધી પહોંચે અને વધુ ને વધુ લોકો સુધી ટ્રાફિક અવેરનેસ પહોંચે એ માટે પ્રશાંત ભાઈ અને બીજા મિત્રો એ એક અનોખો કેમ્પેઈન આજ થી ચાલુ કરેલ છે, અમદાવાદ ના સેવા કાફે માં કોઈ પણ વ્યક્તિ આવીને ફક્ત ૫૦ રૂ. માં હેલમેટ લઇ જઈ શકે છે અને ત્યાં એમને થોડી અવેરનેસ ની ટીપ્સ પણ મળશે. ફક્ત એટલું ફરજીયાત છે કે એમને હેલમેટ પહેરવાની રહેશે. એમાં ચીટીંગ ના કરવાની પ્રોમિસ આપવાની રહેશે.

તો મિત્રો, આજે ચિરાગ ના હેપ્પી બર્થ ડે પર , ચિરાગ માટે આ મેસેજ, આ પોસ્ટ વધુ ને વધુ લોકો સુધી પહોંચાડીએ…. શેર ઇફ યુ કેર….

– ધર્મેશ વ્યાસ (Owner – DeshiDukan Tshirt Lounge)

આજ ના દિવસે, એમના તમામ પરિચિતો એ ટીશર્ટ પહેરેલા છે એના ફોટો નીચે જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!