રસોઈની રાણી
વરસાદી માહોલમાં ગરમા ગરમ પનીર મેથી પકોડા વીથ રસમ

વરસાદી માહોલમાં ગરમા ગરમ પનીર મેથી પકોડા વીથ રસમ

સામગ્રી :

પકોડા માટે :

  • મેથી ની ભાજી ૨ કપ, ઝીણી સમારેલી
  • કોથમરીનાં પાન ૧/૨ કપ, ઝીણાં સમારેલાં
  • આદુ-મરચા ની પેસ્ટ, ૨ ચમચી
  • સૂકું લસણ, ૮ કળી, ઝીણું સમારેલું
  • પનીર ૧૫૦ ગ્રામ, વટાણાની સાઈઝમાં સમારેલું
  • ચણા નો લોટ
  • કાળા મરી, એક ચમચી
  • ગરમ તેલ, બે ચમચી
  • ખાવાનો સોડા, ૧/૪ ચમચી
  • મીઠું, સ્વાદ અનુસાર
  • તેલ, તળવા માટે

રસમ માટે :

  • ટામેટાં ૫૦૦ ગ્રામ
  • ૧ મોટી ડુંગળી
  • ૨ ચમચા ચણા દાળ
  • ૧ મીડિયમ ડુંગળી, બારીક સમારેલી
  • ૧ ચમચો આદુ-મરચાંની પેસ્ટ
  • ૮ કળી લસણ
  • ૧ ચમચો કોથમરીનાં પાન
  • ૨-૩ સૂકાં લાલ મરચાં
  • ૧/૨ ચમચી રાઈ
  • ૧/૨ ચમચી જીરું
  • ૧/૨ ચમચી હળદર
  • ૧ ચમચી કાશ્મીરી મરચું પાવડર
  • ૧/૨ ચમચી રસમ પાવડર
  • ૧૦-૧૫ કડીપત્તા
  • ૩ ગ્લાસ પાણી
  • મીઠું સ્વાદ અનુસાર

રીત :

પકોડા માટે :

ચણાનાં લોટમાં ઝીણી સમારેલી મેથી, કોથમરી, પનીર, આદુ-મરચાં, લસણ, હળદર, મરચું, મીઠું, ખાવાનો સોડા અને ગરમ તેલ ઉમેરી, પાણી ભેળવી ખીરું તૈયાર કરવું.

આ ખીરામાંથી નાના પકોડા ગરમ તેલમાં તળી લેવાં.

રસમ માટે :

ચણાદાળ ને શેકી તેનો કરકરો પાવડર મિક્સીમાં દળી લેવો.

પ્રેશર કૂકરમાં એક મોટી ડુંગળી અને ટામેટાં સમારી જરૂર પૂરતું પાણી અને મીઠું ઉમેરી લઈ ટામેટાને ત્રણ સીટી વગાડી લઈ બાફી લેવાં.

કૂકર ઠરે ત્યારે બ્લેન્ડર વડે એકરસ કરી ગાળી લેવું.

એક સોસપેનમાં તેલ ગરમ કરી તેમાં હિંગનો વઘાર કરી રાઈ, જીરું, સૂકાં મરચાં અને કડીપત્તા ઉમેરવા.

તેમાં બારીક સમારેલી ડુંગળી, આદુ-મરચાની પેસ્ટ અને સમારેલું લસણ ઉમેરી બે મિનીટ સાંતળવું.

તેની અંદર સૂકા મસાલા અને ચણાદાળનો કરકરો પાવડર ઉમેરી ફરીથી થોડીવાર સાંતળવું.

હવે ટામેટાંનો રસ ઉમેરી જરૂર પૂરતું પાણી ઉમેરી પાંચેક મિનીટ ઉકાળવું.

રસમ તૈયાર.

પીરસવા માટે :

સર્વિંગ બાઉલમાં રસમ લઈ તેમાં પકોડા ઉમેરી કોથમરી વડે ગાર્નિશ કરો.

પાઉં સાથે ગરમાગરમ સર્વ કરો

માસ્ટર સેફ: પ્રદીપ નગદીયા

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

તાજા લેખો

આ ક્યુટ છોકરીના મોટા ફેન બની ગયા લદ્દાખનાં બીજેપી સાંસદ – વિડીયો શેર કરીને કહ્યું આ છોકરી…

આ ક્યુટ છોકરીના મોટા ફેન બની ગયા લદ્દાખનાં બીજેપી સાંસદ – વિડીયો શેર કરીને કહ્યું આ છોકરી…

અભિષેકને લીધે પોતાના બાળકોને ક્યારેય બોલીવુડમાં નથી લાવવા માંગતી શ્વેતા – કહ્યું જે રીતે લોકો અભીનો…

અભિષેકને લીધે પોતાના બાળકોને ક્યારેય બોલીવુડમાં નથી લાવવા માંગતી શ્વેતા – કહ્યું જે રીતે લોકો અભીનો…

કેરિયર બચાવવા ટકલા બની ગયેલા આ ૧૦ લોકપ્રિય બોલીવુડ સ્ટાર્સને કરાવવી પડેલી સર્જરી – આ હજુ છે બધાનો ફેવરીટ

કેરિયર બચાવવા ટકલા બની ગયેલા આ ૧૦ લોકપ્રિય બોલીવુડ સ્ટાર્સને કરાવવી પડેલી સર્જરી – આ હજુ છે બધાનો ફેવરીટ

મોરારીબાપુ અને સ્વામીનારાયણ  વિવાદમાં કાજલ ઓઝાએ જયારે કહ્યું – જે સાધુ પોતાની ઇન્દ્રિયો ઉપર કાબુ….

મોરારીબાપુ અને સ્વામીનારાયણ વિવાદમાં કાજલ ઓઝાએ જયારે કહ્યું – જે સાધુ પોતાની ઇન્દ્રિયો ઉપર કાબુ….

મોરારીબાપુ ને એકતરફી આપેલ વચન નો ભંગ કરીને જય વસાવડા એ કંઇક આવું કહ્યું ….

મોરારીબાપુ ને એકતરફી આપેલ વચન નો ભંગ કરીને જય વસાવડા એ કંઇક આવું કહ્યું ….

ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ એક કંસારાની દુકાન બહાર ફૂટપાથ પર વાસણો ભરેલો કોથળો જોયો ત્યારે…

ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ એક કંસારાની દુકાન બહાર ફૂટપાથ પર વાસણો ભરેલો કોથળો જોયો ત્યારે…

ઓટીજી (ઓવન) અને માઈક્રોવેવ બંને વચ્ચે આ ફરક છે – ઘણાને ખબર જ નથી એ ચોંકી જશે

ઓટીજી (ઓવન) અને માઈક્રોવેવ બંને વચ્ચે આ ફરક છે – ઘણાને ખબર જ નથી એ ચોંકી જશે

error: Content is protected !!